એક્સચેન્જના બે પૂર્વ ડીરેકટરોને પ્રતિબંધનો કોરડો વિંઝાતા શેર બજારના કૌભાંડીકારી તત્વોમાં ફફડાટ
દેશના મૂડી બજાર અને કોર્પોરેટ ક્ષેત્રે અવેધ કારોબારના ગોટાળા વારંવાર મૂડીબજારને હચમચાવી નાખે છે. હવે તો બોલીવુડ પણ શેર બજારને લગતી કામગીરી અને ચાલતા કૌભાંડોને લઈને ‘બઝાર’ જેવી ઘણી ફિલ્મો બનાવી ચૂકી છે. ભારતનું શેર બજાર અને કૌભાંડ કયારેક કયારેક બીજાના પર્યાય બની ગયા હોય તેવી પરંપરા વચ્ચે સેબીએ આકરે પાણીએ થઈને દલાલો દ્વારા આચરવામા આવલે સંભવિત કૌભાંડને લઈને સેબીએ નેશનલ સ્ટોક એકસચેંજને રૂ.૧૧૦૦ કરોડનો દંડ અને બે પુર્વ કહેવાતા મેનેજીંગ ડિરેકટર પર પ્રતિબંધના કોરડો વિંઝતા શેર બજારમા ખોટુ કરીને નાણા રડતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
મૂડી બજારના સંચાલન અને શેર બજાર પર નિયંત્રણ રાખતી સેબીએ મંગળવારે દેશની સૌથી મોટી સ્ટોક એકસચેંજ એન.એસઈને કેટલાક કૌભાંડીયા દલાલોને પ્રતિબંધીત સોફટવેરનો ઉપયોગ કરી નાણા કમાવવાના કારસામાં મદદ‚પ થવા બદલ રૂ.૧૧૦૦ કરોડના દંડ ભરવા આદેશ કર્યો છે. આ કૌભાંડમાં એનએસસીઈ જેવા જ કેટલાક સોફટવેર અને એકસચેંજના મુખ્ય ટ્રેડીંગ સાથે જોડાણ કરી કૌભાંડ આચરનારા દલાલો પર તવાઈ ઉતારીને એક્ષચેંજના પૂર્વ મેનેજીંગ ડિરેકટર રવિનારાયણ અને ચિત્રા રામકૃષ્ણ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકીને પગાર ભથ્થા બંધ કરી દઈ ઓપીજી સિકયુરીટી જીકેએન સિકયુરીટી અને વેયુવેલ્થ સિકયુરીટીને ખોટી રીતે ખપાવવા બદલ એનએસસી પર પસતાળ પાડી છે. આ સાથે સાથે નેશનલ સ્ટોક એકસચેંજને આગામી છ મહિના માટે કોઈપણ નવો કરાર કે વહીવટ ન કરવા જણાવીને પાંચ અલગ અલગ હુકમો સાથે ૩ દલાલોને પાંચ વર્ષ માટે પ્રતિબંધીત જાહેર કરીને ગેરરીતિ આચરીને કમાવેલા ૫૧ કરોડ રૂપીયાનું હિસાબ માંગ્યું હતુ.
સેબીએ નાણામંત્રાલયના પૂર્વ અધિકારી અને લિસ્ટર્ડ કંપનઓ સાથે જોડાયેલા ઈકોનોમીક પ્રોફેસર અજય શાહ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો અજય શાહે એનએકસીના ગુપ્ત ડેટાઓનો વ્યકિતગત લાભ માટે ઉપયોગ કરી કેટલાક મળતીયા અને દલાલોને ગેરકાયદેસર રીતે નાણાં કમાવવા બદલ સાણસામાં લીધા છે. જોકે નરેને મે ૨૦૧૩માં એનએસઈના એફડી તરીકે રાજીનામું આપ્યાબાદ વાઈસ ચેરમેન રામકૃષ્ણ એમડી બન્યા હતા.
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા મુખ્ય સરવર સાથે સોફટવેરને ગેરકાયદેસર રીતે જોડવીને ૨૦૧૧ થી ૧૪ દરમિયાન ગેરકાનૂની રીતે બજારની ગુપ્ત માહિતીઓ મેળવી ને એક્ષચેંજ સાથે જોડાયેલા હોય તેવા દલાલોને ટિપ્સ આપી કૈભાંડ આચરેલ સેબીએમુકેલા પ્રતિબંધથી એનએક્ષસી છ મહિના સુધી સંચાલક પણ નહિ કરી શકે એનએસસીના પ્રવકતાએ જણાવ્યું હતુ કે એનએસસી સેબીના આ હુકમનો અભ્યાસ કરી રહી છે અને તેની સામે ગેરકાયદેસરના પગલાની તૈયારીઓ ચાલી રહી છે. જયારે નરેન અને રામકૃષ્ણએ કોઈપણ ટિપ્પણીન કરવાનું મુનાસીબ માન્યું હતુ.
નેશનલ સ્ટોક એક્ષચેંજના એમડી વિક્રમ લીમાએના મત મુજબ સેબીના આ પગલાથી એનએસીનાં રોજીંદા વેપારમાં કોઈ ફરક નહિ પડે અને એનએસસી પરનો રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહેશે તેમણે જણાવ્યું હતુ કે પાંચથી નવ વર્ષ દરમિયાન થયેલી કથિત પ્રવૃત્તિઓ દરમિયાન હવે તો આખી વ્યવસ્થા જ બદલાય ગઈ છે. લિમાએ જુલાઈ ૨૦૧૭માં એનએસસીમાં સેબીના નિયમોને કાયસેસરની પ્રક્રિયાથી જોડયા હતા ૨૦૧૦માં એનએસસીએ બ્રોકરોને પોતાના રૂમમાં સરવરનાં ઉપયોગની મંજૂરી આપી હતી ટ્રેડીંગ એન્જીન તરીકે ઓળખાતુ આ સરવર એક્ષચેંજ સાથે જોડાયેલ રહે છે અને ઉત્સાહી દલાલો એક્ષચેંજથી પણ વધુ ઝડપથી આગોતરા સોદા માટે તેનો ઉપયોગ કરે છે.
ઓગષ્ટ ૨૦૧૫માં સીંગાપૂરની એક પેઢીએ સેબીનું ધ્યાન દોર્યું સેબીએ કોલોકેશન કૌભાંડની તપાસ આચરી હતી સેબીનાં આ પગલા અંગે કાયમી સભ્ય જીમહાલીંગએ નોંધ્યું હતુ કે એનએસસી ખાસ ટ્રેડીંગ સોફટવેરના દૂ‚પયોગ અંગે જરા પણ ગંભીર નથી એનએસસી બજારના હાથ બની ગઈ છે. ત્યારે સ્ટોક એક્ષચેંજ સાથે સમાંતર જોડાણ ધરાવતા આ સોફટવેરથી થતી સંભવિત ગેરરીતિ અંગે એનએસસી અને આંખ મીચામણા કર્ય હતા.
સેબીએ કરેલા હુકમમાં એનએસઈને ૬૨૫ કરોડ રૂપીયા અને એપ્રીલ ૨૦૧૫થી કોલોકેશન કૌભાંડના સમયગાળા દરમિયાન વ્યાજની ચૂકવણી અને આ દંડ હુકમની તારીખથી ૪૫ દિવસમાં ચૂકવી દેવાની તાકીદ કરી છે. સેબીએ ઓપીજી સિકયુરીટીને રૂ.૧૫.૬ કરોડનું દંડ, વેટવેલ્થને રૂ.૧૫.૩૪ કરોડનું દંડ અને જીકેએન સિકયુરીટીને ૪.૬ કરોડની પેનલ્ટી ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ત્રણેય બ્રોકરોને દંડની રકમ ઉપર પાંચ વર્ષનું ૧૨% લેખે વ્યાજ ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
સેબીએ વર્તમાન અને પૂર્વ એનએસઈ અધિકારી રવિ વારાન્સી, સુપ્રભાત લાલ, સુભ્રમણ્યન આનંદ, નાગેન્દ્રકુમાર, દેવીપ્રસાદસીંગ, અને ત્રણ બ્રોકીંગ હાઉસનાં અધિકારીઓને કાયદાની લપેટમાં લીધા છે. કસુરવાર દલાલોને કેટલાક લોકો સમાનતર રીતે સોફટવેરનું જોડાણ કરીને શેર બજારમાં આગોતરી ગતિવિધિઓની માહિતી મેળવીને નિયમનું ઉલ્લંઘન કરીને સોદાઓ પાડી મોટી રકમની ગેરરીતિ આચરતા હતા.
આ કૌભાંડમાં એનએસઈની રખેવાળની પોતાની ભૂમિકા ચૂકી ગયા હોવાનું સેબીએ દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌ પ્રથમ કહી શકાય તેવી દંડની કાર્યવાહીમાં અભૂતપૂર્વ આકરા પગલા લેવા કૌભાંડ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ૧૧૦૦ કરોડ રૂપીયાનો દંડ અને બે પુર્વ મેડીયરનાં પ્રતિબંધને શેર બજારને મોટો આંચકો દીધો છે.