હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ છે. ભારત સરકાર દ્વારા આજના દિવસને સ્પોર્ટસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટર રાજકોટના ખેલાડી ચેતેશ્ર્વર પૂજારા સહિતના ખેલાડીઓને વિવિધ પ્રકારનાં એવોર્ડથી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. પૂજારા ઈગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં હાલ વ્યસ્ત હોઈ આ એવોર્ડ સમારંભમાં હાજરી આપી શકયા નહતા.પૂજારા અને મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરનો અર્જુન એવોર્ડ વિજેતા ૧૭ ખેલાડીઓમાં સમાવેશ થતો હોઈ તેમને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ અર્જુન એવોર્ડ માટે વિવિધ ક્ષેત્રોનાં ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેઓને આજરોજ રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનીત ક્રવામાં આવ્યા હતા.આજે અર્જુન એવોર્ડ માટે વિવિધ ક્ષેત્રોનાં ૧૭ ખેલાડીઓમાં વીજ સુરેખા (તીરંદાજી), ખુશબીર કૌર (એથલેટીકસ), રાજીવ આરોડિયા (એથલેટિકસ), પ્રશાંતી સિંહ (બાસ્કેટબોલ), એલ દેવેન્દ્રોસિંહ, ચેતેશ્ર્વર પૂજારા (ક્રિકેટ), હરમનપ્રીત કૌર (ક્રિકેટ), ઓઈનામ બેમબેમ (ફૂટબોલ), એસએસપી ચૌરસિયા (ગોલ્ફ), એસવી સુનીલ (હોકી), જસવિર સિંહ (કબડ્ડી), પીએન પ્રકાશ (શૂટીંગ), એન્થની અમલરાજ (ટેબલ ટેનિસ) સાકેત મૈનેની (ટેનિસ), સત્યવ્રત કાદિયાન (કૂસ્તી) યંગાવેલ મરિયપ્પન (પૈરા એથ્લિટ), વ‚ણ ભાટી (પૈરા એથ્લિટ) વગેરેનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડથી દેવેન્દ્ર (પેરા એથલીટ), સરદાર સિંઘ (હોકી), દ્રોણાચાર્ય એવોર્ડથી ડો. આર.ગાંધી (એથ્લેટીકસ), હીરાનંદ કટારીયા (કબડ્ડી), જી.એસ.એસ.વી. પ્રસાદ (બેડમિન્યન લાઈફ ટાઈમ), બ્રિજ ભૂષણ મોહંતી, (બોકસિંગ લાઈફ ટાઈમ), પી.એ. રાફેલ ટાઈમ), સંજોય ચક્રવર્તી (શુટીંગ -લાઈફ ટાઈમ), રોશનપાલ (રેસલીંગ લાઈફ ટાઈમ), ધ્યાનચંદ એવોર્ડ ૨૦૧) માટે ભુપેન્દ્રસિંહ (એથ્લેટિકસ), સૈયદ શાહીદ હકીમ (ફૂટબોલ), સુમરઈ તેને (હોકી), સહિતના ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી