આત્મીય અને મલેશિયાની સનવે યુનિ. વચ્ચે સમજૂતી:વૈજ્ઞાનિકો સૌમેન બાસક અને ચંદ્રજીત લાહિરી રહેશે ઉપસ્થિતિ
આત્મીય યુનિવર્સિટી અને મલેસિયાની સુખ્યાત સનવે યુનિવર્સિટી વચ્ચે બાયોલોજિકલ સાયન્સમાં સંશોધન હાથ ધરવા સહયોગ અંગે સમજૂતી થઈ છે. તે અંતર્ગત બન્ને યુનિવર્સિટીના સંશોધકો અને વિદ્યાર્થીઓની આજે બેઠક યોજાઈ હતી. જ્યારે કાલેે સિસ્ટમ બાયોલોજી એન્ડ ઓમિક્સ ટેક્નોલોજી વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નામાંકિત વૈજ્ઞાનિક પ્રો. ચંદ્રજીત લાહિરી, ડો. સૌમેન બાસક અને ડો. લિંઝ બોય જ્યોર્જ ખાસ ભાગ લેશે. પ્રો. ચંદ્રજીત લાહિરી હાલ મલેસિયા સ્થિત સનવે યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સમાં પ્રોફેસર છે. ચેપી રોગોના કારક બેક્ટેરિયા તેમજ કેન્સરગ્રસ્ત કોષોના વિવિધ પ્રોટીન્સ સાથેના સંબંધ તેમજ અસરો અંગે સંશોધનમાં નામના ધરાવે છે. રોગને થતો અટકાવવા માટેની દવા અને રસી અંગેનાં સંશોધન માટે તેઓ પ્રવૃત્ત રહે છે. ચેપી રોગોનું પ્રમાણ ઘટે તે સ્વસ્થ સમાજનું પ્રથમ લક્ષણ છે ડો.સોમેન બાસક હાલ દિલ્હી સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીમાં વૈજ્ઞાનિક છે. બેક્ટેરિયલ પેથોજીનેસિસ, નીઓપ્લાસ્ટિક ડિસઓર્ડર્સ, સેલ ડિફરેંસિએશન, ટીસ્યુ એન્ડ ઓર્ગન ડેવલપમેન્ટ તેમજ વાઇરલ ઇમ્યુનિટી જેવાં ક્ષેત્રોમાં સંશોધનરત છે. તેમનાં સંશોધન પત્રો વિશ્વપ્રસિધ્ધ જર્નલ્સમાં પ્રસિધ્ધ થાય છે. વિવિધ રોગોના ઉપચાર અને ઈલાજનાં સંશોધન માટે ડો. બાસકને વિશેષ ગ્રાન્ટ મળતી રહી છે. ડો. લિંઝ બોય જ્યોર્જ ઓમિક્સ આ વાયેબલ ટૂલ ફોર એનલાઇઝિંગ પ્લાસ્મોડિયમ ઇન્ફેક્સિયસ સ્ટેજિસ વિષય પર પ્રેઝન્ટેશન આપવાના છે. ડો. જ્યોર્જ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયો સાયંસિઝમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.
આ વૈજ્ઞાનિકો આત્મીય યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી પણ કરશે. બાયોલોજિકલ સાયન્સમાં અદ્યતન સંશોધનો અને ભવિષ્યમાં થનારી ગતિવિધિ અંગે માર્ગદર્શન આપશે. સનવે યુનિવર્સિટી સાથેની સહયોગ બેઠક પહેલાં આત્મીય યુનિવર્સિટીના સંવાહક ત્યાગવલ્લભ સ્વામી, પ્રો-વોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણન તેમજ અન્ય પદાધિકારીઓ સાથે મુલાકાતનું આયોજન થયું છે.