ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદ RTECMP-૨૦૧૭ અંતર્ગત ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો અને ૧૭૫ સંશોધકો સાથે કરશે ગોષ્ઠી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરીસંવાદ RTECMP-૨૦૧૭ અંતર્ગત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો ડો.વી.સિલુગુરી તથા ડો.એસ.સી.ગડકરી ૧૭૫ સંશોધકો સાથે વિજ્ઞાનના વિવિધ સંશોધન આયામો અને સંશોધન પત્રો રજુ કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્વર્ણિમ વર્ષ ઉજવણી નિમિતે આઈકયુએસી અનુદાનિત ભૌતિક શાસ્ત્ર ભવનમાં મટીરીયલ્સ સંશોધનોના જુદા જુદા મુદ્દાઓ વિશે યુવા સંશોધકોને માહિતગાર કરવા અને તેના સંશોધનોના આદાન પ્રદાન માટે પ્લેટફોર્મ આપવા ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.હિરેન જોશીના માર્ગદર્શન હેઠળ એક દિવસીય રાષ્ટ્રીય પરીસંવાદ ‘રીસન્ટ ટ્રેન્ડ ઈન એકપેરીમેન્ટલ કોન્ડેન્સ મેટર ફિઝીકસ’ વિષય પર દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થા ભાભા એટોમેટીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો અને ૧૭૫ જેટલા સંશોધકો ગોષ્ઠી કરશે.
આ પરીસંવાદમાં દેશભરમાંથી ૧૭૫ જેટલા યુવા સંશોધકો, પી.જી.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વૈજ્ઞાનિકોએ નોંધણી કરાવી છે. ૭૫ જેટલા સંશોધનપત્રો વિજ્ઞાનના વિવિધ સંશોધન આયામો ઉપર રજુ થવાના છે. આ પરિસંવાદમાં ભાગ લેનાર સંશોધકો સાથે પ્રવર્તમાન ભૌતિકવિજ્ઞાનના સંશોધનો અને ટેકનીક અંગે જ્ઞાનની ગોષ્ઠી‚પી પ્રશ્ર્નોતરી તથા આદાન-પ્રદાન માટે ભાભા રિસર્ચ સેન્ટરના ડો.એસ.સી.ગડકરી ‘ડેવલોપમેન્ટ ઓફ ન્યુકલીયર રેડીયેસન ડીટેકટર્સ બેઈઝ ઓન સીંગલ ક્રિસ્ટલ’, યુજીસી ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી સીઆરએસના ડાયરેકટર ડો.વી.ગણેશન ‘સીમીલારીટી ઓફ વોસ્ટીકસ એન્ડ સ્કાયમાયોનસ’, ડી.એ.ઈ મુંબઈના વૈજ્ઞાનિક ડાયરેકટર ડો.વાસુદેવ સિલુગુરી ‘મટીરીયલ્સ સાયન્સ વીથ ન્યુટોનસ’, એમ.એસ.યુનિવર્સિટી એટલાઈડ ફિઝીકસના સિનીયર પ્રોફેસર, ડો.અ‚ણ પ્રતાપ થર્મો એનાલીટીકલ ટેકનીકસ’, ઈન્સ્ટીયૂટ ઓફ પ્લાઝના રિસર્ચ, ગાંધીનગરના યુવા વૈજ્ઞાનિક ડો.પી.એ.રાયજાદા ’ફયુજન રિએકટર એપ્લીકેશન’ વિગેરે વિષયો ઉપર ટેકનીકલ ઈન્ટરએકટીવ ટોક આપવાના છે.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.હિરેન એચ.જોષી, પ્રો.મિહીરભાઈ જોષી, પ્રો.નિકેશભાઈ શાહ, ડો.જે.એ.ભાલોડીયા, ડો.એચ.ઓ.જેઠવા, ડો.પિયુષ સોલંકી વિગેરેના સંયુકત ટીમ આયોજનથી એક દિવસીય પરિસંવાદનું આયોજન કરાયેલ છે. જેમાં સંશોધન પત્રો રજુઆતમાં ત્રણ કેટેગરી રિસર્ચ સ્કોલર, પી.જી.સ્ટુડન્ટ અને અધ્યાપકોમાં સાત પારિતોષિત બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન માટે આપવામાં આવનાર છે. એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદના ઉદઘાટન સભામાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, વિજ્ઞાનના ડીન પ્રો.જી.સી.ભીમાણી, સિન્ડીકેટ સદસ્ય અને અધરધેન ડીન ડો.મેહુલભાઈ ‚પાણી, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા વિગેરે ઉપસ્થિત રહેશે. પરિસંવાદને સફળ બનાવવા ભૌતિકશાસ્ત્રભવનના યુવા સંશોધકો અને એમ.એસ.સી., એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.