૧૦૦ કૃતિઓનું પ્રદર્શન યોજાયું: વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું
ઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલ સંચાલિત શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે વલ્લભ વિદ્યાલય શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાને પૂર્વ ધારાસભ્ય અને શૈક્ષણિક સંકુલના વરિષ્ઠ ટ્રસ્ટી છગનભાઈ સોજીત્રાના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો.આ વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન પર્યાવરણ અને વિવિધ ટેકનોલોજી આધારિત ૧૦૦ જેટલી કૃતિઓ બાળકોએ તૈયાર કરેલ હતી.
તેમાં વિવિધ શાળાના શિક્ષકો વાલીઓ અને જાહેર જનતાએ ઉત્સાહભેર વિજ્ઞાન મેળો નિહાળેલ હતો. આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે શિક્ષકોને સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઈ સોજીત્રા, હરિભાઈ ઠુંમર, રવજીભાઈ સખીયા, ડાયાભાઈ કેમ્પ ડાયરેકટર પી.જી.કુભાણી હાજર રહી અભિનંદન આપેલ હતા.