બાળકો દ્વારા વિજ્ઞાન કિવઝ, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા સહિત વિવિધ મોડલો રજુ કર્યા
તા. ૨૮-૨-૧૯ ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નીમીતે શ્રી નેસડા પ્રાથમીક શાળામાં વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. પ થી ૮ ના બાળકો દ્વારા વૈજ્ઞાનિક અભિગમથી વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવેલ. આ ઉ૫રાંત બાળકો દ્વારા વિજ્ઞાન કવીઝ, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન ગીત સ્પર્ધા, વિજ્ઞાન ટેસ્ટ, વિવિધ મોડલો વગેરે બાળકોએ બનાવી રજુ કર્યા હતા.
આ તમામ આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઇ ધમસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સહાયક શિક્ષક યોગેશભાઇ ભેંસદડીયા દ્વારા જરુરી કામગીરી બજાવી હતી. અન્ય શાળાના શિક્ષકો દ્વારા વિવિધ સ્પર્ધામાં નિણયક રહી વિઘાર્થીઓના પ્રથમ ક્રમાંકો મેળવેલને શાળા કક્ષાએ નંબર આવેલ અને શાળાના આચાર્ય ભાવેશભાઇ પનારાએ પ્રથમ ક્રમાંકો ને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. સાથે એસએમસીના અઘ્યક્ષ પન્નાલ સોલંકી તથા સરપંચ રાજુભાઇ મકવાણાએ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. અને શાળાની કામગીરીને બિરદાવી હતી.