- વિવિધ જગ્યાએ 71 રકતદાન કેમ્પ 40 સર્વરોગ નિદાન કેમ્પ સાથે લોકસેવા યજ્ઞ
- ચાંપરડા નવ નિર્મિત ગૌશાળામાં યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમની હારમાળા
વિસાવદર નજીક આવેલ ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણીક સંકુલના સંસ્થાપક અને શ્રીપંચ અગ્નિ અખાડાના સભાપતી તેમજ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજી મહારાજ આજે 66માં પ્રાગ્ટયોત્સવની સેવક સમુદાય દ્વારા સેવા દિવસ તરીકે આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
મુકતાનંદબાપુ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિને મહત્વ આપ્યું છે. ઉતરાખંડમાં આવેલ વાવાઝોડામાં લોકોને મકાન બનાવી આપેલ તેમજ અનાજ કરીયાણાની કીટ રોકડ સહાય પણ બાપુ દ્વારા કરાઈ હતી. પૂ. બાપુના જન્મોત્સવને લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે. ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજયોમાં વિવિધ જગ્યાએ 71 રકતદાન કેમ્પ તેમજ 40 સર્વરોગ નિદાન કેમ્પ 10 પર્યાવરણ જાગૃતિ કેમ્પ તથા વિવિધ જગ્યાએ દેહદાન, ચક્ષુદાન સંકલ્પો પણ લેવાશે.બાપુ એ પક્ષી ઓ માટે 70 એકર જમીન પક્ષી ઓ નામે દસ્તાવેજ બનાવી પક્ષી ઓ માટે અર્પણ કરેલ ને તેમાં બાપુ દ્વારા માત્ર પક્ષી ઓ માટે રાવના જામ ફળ બોર ફળ ફૂલ લિબડા લીબોળી વડ ટેટા વગેરે જ કે જે પક્ષી ઓ ખાઈ શકે તેવું વાવેતર કરે ત્યારે બાદ બાજરી મકાઈ ના ડુંડા માટે સ્ટેન્ડ ઉભા કરી હજારો કિલો આ સ્ટેન્ડ માં નિયમિત મકાઈ ડોડો બાજરી ડુંડા રાખવામાં આવે છે જેમાં પોપટ મોર તેતર ચકલા વગેરે હજારો લાખો પક્ષી ઓ આ પક્ષી બાગ માં વસવાટ કરી રહ્યા છે પાણી ની પણ સરસ વ્યવસ્થા કરેલ છે
1986 થી 2011 નેત્ર યજ્ઞ કેમ્પમાં 8925 દર્દીઓનાં વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન, 1989 મેવાસા તથા થુંબાળા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય, 1996 મેંદરડા ખાતે વૃધ્ધાશ્રમની શરૂઆત, 1999 કંડલા વાવાઝોડામાં રાહત કાર્ય, 1997 પેથાપુર ખાતે વૃધ્ધાશ્રમની શરૂઆત, 2001 કચ્છ ભૂકંપમાં રાહત કાર્ય શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરની સ્થાપના, ચાપરડા, 2002 શ્રી ગોપાલાનંદ વિદ્યામંદિરની સ્થાપના, આધોઈ, તા. ભચાઉ, જિ. કચ્છ, વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત, પશુદવાખાનાની સ્થાપના, ચાપરડા, 2004 આરોગ્ય કેન્દ્રની સ્થાપના, આધોઈ ખાતે, 2005 પ્રેમાનંદ વિદ્યામંદિરની સ્થાપના, જૂનાગઢ, 2006 ભગીની ક્ધયા સંસ્કાર કેન્દ્રની સ્થાપના, જૂનાગઢ, 2007 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની સ્થાપના, ચાપરડા, 2008 વૃધ્ધાશ્રમની સ્થાપના, ગુપ્તપ્રયાગ ખાતે, 2009 એમ.બી.એ.,એમ.સી.એ. કોલેજની સ્થાપના, 2013 અંગ્રેજી માધ્યમ શાળાની સ્થાપના, આનંદધારા ગ્રામ્ય માંગલ્યની સ્થાપના, 2014 બી.બી.એ./બી.સી.એ., કોલેજની સ્થાપના, 2015 નતર્સંગ કોલેજની સ્થાપના નેપાળ ભૂકંપમાં રાહત કાર્ય તથા પૂનવર્સનની કામગીરી, 2016 નિવિધા સ્કૂલની સ્થાપના, સાવરકુંડલા, 2022 સૈનિક સ્કુલની શરૂઆત.
માતા-પિતા વિહોણા 200થી વધુ બાળકોને દત્તક લઈ તેમની કારકીર્દીમાં આપે છે નીખાર
બ્રહ્માનંદ વિદ્યામંદિરની સ્થાપના કરી જે માતા-પિતા છત્રછાયા ગુમાવેલ 200થી વધુ વિદ્યાર્થીઓને દત્તક લઈ ભરણપોષણ, અભ્યાસની જવાબદારી પણ બાપુ નિભાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે તેમની કારકીર્દીના શિખર બાપુ પાર કરાવે છે. બ્રહ્માનંદ બી.એડ કોલેજની સ્થાપના કરી તેમજ સૈનિક સ્કુલની શરૂઆત કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના કાર્ય પર બાપુ ખાસ ભાર મૂકે છે.
પુ. મુકતાનંદજીનો ટૂંકો પરિચય
વિસાવદર ખાતે બ્રહ્મપરિવારમાં તા. 17-5-1959ના રોજ જન્મ થયેલ બાળપણમાં વિસાવદર નજીક આવેલા સરસઈ ગામે પ્રાથમિક શિક્ષણ મેળવેલ ત્યારથી બાપુ સરસઈ ગઢમાં આવેલા નાગદેવતા મંદિરની પુજા વિધિ કરતા હતા પૂ. મુકતાનંદબાપુએ ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત પૂ. ભગવતીનંદનજી બાપુના સાનિધ્યમાં રહી સેવા સમર્પણ કરી નાની વયે તેર વર્ષની ઉંમરમાં ભગવતીનંદબાપુ પાસે દિક્ષા ગ્રહણ કરી સંત અમલનો માર્ગ અપનાવ્યો.અને માનવ સેવાની ધૂણી દખાવી હતી દિક્ષાગ્રહણ કર્યા બાપુ ચાંપરડાથી ખૂલ્લા પગે ચાલી નર્મદા પદયાત્રા પરિક્રમા કરી ત્યારબાદ જામનગર જિલ્લાના ટપકેશ્ર્વર મહાદેવ ખાતે તપ સાધના કરી તેમજ વડવાળા ગામ પાસે જંગલેશ્ર્વરના સાનિધ્યમાં તેમજ ગિરનારની છત્રછાયામાં પણ તપસ્યા કરેલ આશરે પાંચ દાયકા પહેલા પુ. ભગવતીનંદબાપુ બ્રહ્મલીન થતા પૂ. મુકતાનંદબાપુની ચાપરડા સુરેવધામ આશ્રમના મહંતપદે આરૂઢ થયેલ ત્યારથી માનવસેવા એજ પ્રભુ સેવા ચરિતાર્થ કરવામાં જોડાયા
વિસાવદર: રક્તદાન કેમ્પમાં 125 બોટલ રકત એકત્રિત
ચાપરડા સુરેવધામ આશ્રમનાં મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણીક સંકુલના સંસ્થાપક અને શ્રીપંચ અગ્નિઅખાડાનાં સભાપતી તેમજ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મૂકતાનંદજી મહારાજના આજે 66માં પ્રાગ્ટયોત્સવ નિમિતે વિવિધ સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે વિસાવદરમાં આજે સવારે દિપ પ્રાગટય કરી બ્લડ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ રકતદાન કેમ્પમાં મામલતદાર, વિકાસ અધિકારી તેમજ સ્વામીનારાયણ ગુરૂકુળના આનંદસ્વામી અને મુકુદસ્વામી તેમજ સાયોના ગ્રુપના પ્રમુખ તેમજ રમણીકભઈ દુધાત્રા, ચંદ્રકાંતભાઈ, સુધીર ચૌહાણ અને બ્રહ્માનંદધામ નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ચિરાગ રાજયગુરૂ ઉપસ્થિત રહ્યા હતા.રકતદાન કેમ્પમાં અગાઉથી 108 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પરંતુ બાપુના પ્રાગ્ટયોત્સવ નિમિતે 125 બોટલ રકત એકત્રીત થયું હતુ.
દાદા વૃધ્ધાશ્રમના વડીલોની ‘પૂ. બાપુ’ કરે છે સેવા
ચાંપરડા ગાંધીનગરનાં પેથાપુર, મેંદરડા સહિતના ગામોમાં તરછોડાયેલ વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમ વર્ષોથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં વૃધ્ધોને પરિવારની જેમ રાખવામા આવે છે. પૂ. બાપુ ધાર્મિક સ્થળોએ યાત્રા કરાવે છે. અન્ન, વસ્ત્ર, તબીબી સારવાર પણ આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમના વડિલો પુ. મુકતાનંદ બાપુમાં સાક્ષાત ભગવાનના દર્શન કરે છે. બાપુ વડિલોની દિકરાની જેમ સેવા કરે છે. વડિલોની સંભાળ લે છે.
ચોટીલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 66 બોટલ રકત એકત્રીત
ચોટીલામાં સમસ્ત બ્રહ્મ સમાજ તથા રાજગોર કાઠી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ લીમડી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર સમગ્ર ચોટીલા માંથી ઘણા બધા નવ યુવાનો દ્વારા 66 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ચોટીલા ખાતે કરવામાં આવ્યું હતું.