ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, સુખદેવ ધામેલિયા, ગોપાલ બારોટ,રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, નવનીત શુકલ તા પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૦મી પુણ્યતિથિ – ૯ માર્ચ ૨૦૧૭ ને ગુરુવાર – રાત્રે ૯ કલાકે, એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળીયાદ રોડ) ખાતે ‘મેઘાણી વંદના  કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા થયું છે. પિનાકી મેઘાણી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનની પ્રેરણાથી સતત સાતમા વર્ષે આયોજન ઈ રહ્યું છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુકલ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ કરશે. હાસ્યકાર સુખદેવ ધામેલિયા પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વાતો કહેશે. લોકસાહિત્યકાર ગોપાલ બારોટ ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે માહિતીસભર વાતો કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે.

કસુંબીનો રંગ, મોર બની નગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે તલવાર, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય રચનાઓ રજૂ શે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, મને કેર કાંટો વાગ્યો, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હયિાર જેવાં લોકગીતો પણ તેમના સંગ્રહ ‘રઢિયાળી રાત માંી રજૂ શે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

‘મેઘાણી વંદના કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણીનું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani પર થશે. eevents.tv અને ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના જોય શાહ, મયુર કળયિથા, દર્શન સેદાણી, નિરવ વસા, દેવાંગ અજમેરા, પ્રતિક પ્રજાપતિ અને સાીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. બોટાદ તથા રાણપુર ખાતે સપિત પણ પુષ્પાંજલિ અર્પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.