આપણું શરીર પંચમહાભૂત તત્ત્વોનુ બનેલુ છે, તેના દ્વારા કોઈપણ સારવાર શક્ય
18 નવેમ્બર 1945 ના રોજ મહાત્મા ગાંધી ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટ ના અધ્યક્ષ બન્યા અને તમામ વર્ગના લોકો માટે નેચર ક્યોરનો લાભ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેથી આ દિવસને રાષ્ટ્રીય નેચરોપથી દિવસ તરીકે મનાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે.દવા મુક્ત ઉપચાર દ્વારા હકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા તારીખ 18 નવેમ્બર 2018ના રોજથી રાષ્ટ્રીય નેચરોપથી દિવસની ઉજણીની શરૂઆત થઈ હતી.
રાજકોટના થોરાળામાં આવેલા વન ચેતના કેન્દ્રના પ્રાકૃતિક ખોળે અથર્વ ઇન્સ્ટિટયૂટ ઑફ નેચરોપથી એન્ડ યોગાનાં ઉપક્રમે આજ રોજ રાષ્ટ્રીય નેચરોપથી દિવસની ઉજવણી નિમિત્તે નેચરોપથી સારવાર પદ્ધતિ અને યોગ અંગે માર્ગદર્શન પરિસંવાદ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે નેચરોપથીમાં પારંગત થયેલા તેમજ તેના ઉપચાર દ્વારા સારવાર મેળવી સાજા થયેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો આ સેમિનારમાં વ્યક્ત કર્યા હતા. આ સાથે અલગ અલગ વનસ્પતિની માહિતી મેળવી હતી તથા કાચું ભોજન પીરસવામાં આવ્યું હતું અને તેનો લાભ સમજવામા આવ્યા હતા.
કોઇપણ દવા વિના નિસર્ગોપચારથી તંદુરસ્ત જીવન શક્ય: મેનેજિંગ ડિરેક્ટર બી. બી. લિંબાસીયા
અથર્વ ઇન્સ્ટિટયૂટ ઑફ નેચરોપથી એન્ડ યોગાના મેનેજિંગ ડિરેક્ટર બી. બી. લિંબાસીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એક ડીસટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર હતા ત્યાર બાદ હવે તેઓ છેલ્લા પાંચ વર્ષથી નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે. તેઓએ પ્રાકૃતિક સારવાર અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખોળે આપડે ખૂબ જ તંદુરસ્ત રહી શકીએ છીએ આજના આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ ને વધુ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તેમજ તેમનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે.
કુદરતી ડાયટ દ્વારા, કોઇપણ આડ અસર વિના 10 કીલો વજન ઘટાડ્યુ: નીપા ખખ્ખર
અથર્વ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નેચરોપેથીનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીની નીપા ખખ્ખર અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ નેચરોપેથી થી સારવારના જાત અનુભવ કર્યા છે. નેચરોપેથી ઉપચારથી નાનામાં નાના રોગ નો પણ ઉપચાર કોઈ પણ જાતની દવા વગર કરી શકાય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓએ ડ્રાય ડાયટ દ્વારા તેમનું વજન 10 કિલો જેટલું ઓછું કર્યું છે જેની તેમને કોઈપણ જાતની આડ અસર નથી થઈ આ સાથે તેમના તથા તેમના પરિવારના શરદી, ઉધરસ,પ્પ તાવ જેવા રોગ નેચરોપેથી સારવાર દ્વારા જડમૂળ માંથી દુર કર્યા છે.