- ભારતના તમામ બંદરો સાથે વેરાવળમાં પણ થાય છે ઉજવણી
- વેરાવળ બંદર પર વર્ષ 2003 સુધી મહાકાય સ્ટીમરોનુ થતુ હતુ આગમન
- વેરાવળ-સોમનાથનો દરીયો દરીયાઇ વેપારીઓની અનેક ઘટનાઓનો સાક્ષી
સોમનાથ: ભારતમાં 1919ની 5મી એપ્રિલે સિધીયા સ્ટીમ નેવીગેશનનુ પ્રથમ જહાજ એમ.એસ.લોયેસ્ટીએ મુંબઈથી લંડન જવા પ્રયાણ કર્યુ હતુ. જે બાદ ભારતીય વહાણવટી વિકાસનો યુગનો પ્રારંભ થયો હતો. દરીયાઇ સાહસિક દરીયાઇ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વર્ષ 1964થી સમગ્ર ભારતમા વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વેરાવળ-સોમનાથનો અફાટ દરીયો દરીયાઇ વેપારીઓની અનેક ઘટનાઓનો સાક્ષી છે. વેરાવળ બંદરનો ઈતિહાસ પાઠયપુસ્તકોમા પણ લખાયેલ છે. વેરાવળ બંદરનો ઈતિહાસ અને જે તે સમય પર ચાલતા જહાજો અને લોકોને મળતી રોજગારી સહીતની યાદો હજુ પણ જાહોજલાલીની યાદ તાજા કરે છે
વર્ષ 1919 મા પ્રથમ વિશ્ર્વ યુધ્ધ મા ભારતીય સૈન્યને હોસ્પિટલ ની ગરજ સારતુ જે જે લોયેલ્ટી જહાજ જે ગવાલીયર સિધ્યાનુ હતુ. એમની પાસેથી હિરાચંદ મંડળીએ વેચાતુ લીધુ અને 5 એપ્રિલ 1919 એ બ્રીટન જવા રવાના થયુ હતુ.આની નોંધ પ્રથમ સ્વદેશી કંપની તરીકે ગાંધીજીએ યંગ ઇન્ડીયામા પણ ઉલ્લેખ કર્યો છે. દેશના વહાણવટા ઉદ્યોગમા સુમતિ મોથારજીનુ ખૂબજ પ્રદાન છે અને મુંબઈ ના બેલાડ પિયરમા સિધીયા હાઉસ આજે પણ અતિતની યાદ આપે છે .વહાણવટા અને વેરાવળ – સોમનાથ નો અફાટ દરીયો દરીયાઇ વેપારીઓની અનેક ઘટનાઓ નો સાક્ષી છે .લકડીયા હોડી ,હલેસા હોડી ,સઢવાળા વહાણોવાડી લાકડાની બોટો, ફાઇબર બોટો, આકાશમા તારા જોઇને દિશા -શહેર-બંદર જોવાના અનુમાનો-હોકાયંત્ર થી માંડી આજનુ જીપીએસ વાયરલેશ, મોબાઈલ યુગ સહીતની અધતનતા વેરાવળ બંદરેથી કરાંચી સુધીની પેસેન્જર સ્ટીમર સર્વીસ જોયેલ છે .વેરાવળ સવઁ સંગ્રહમા જણાવેલ મુજબ જંબુદ્વીપ મા ભારત ખંડમા સૌરાષ્ટ્ર મા પ્રભાસ ક્ષેત્ર મા સોમનાથ એક ખૂબજ અગત્યનુ યાત્રાધામ તે જમાનામા હતુ.
સોમનાથ બંદરેથી ભરુચ, સોપારા સુધી વ્યવહાર થતો હતો.મહાભારત પછીના સમયમા ચીનથી ઝાંઝીબાર સુધી વેપાર અને વહાણવટી હતુ.વેરાવળ બંદરે નિયમીત સ્ટીમરો આવતી તેમ પ્રભાસપાટણ ના લોકો આજેપણ કહી રહ્યા છે .આ સ્ટીમર બંદરેથી બે થી ત્રણ કિલોમીટર દરીયામા દુર ઉભી રહેતી અને જહાજમા વેરાવળથી નિકાસ કરાતા ઘઉ ,મગફળી,ડુંગળી ,તેમા લઈ જવાતા તેના વહીસલ છેક દુર સુધી સંભળાતૂ. બંદરનો વ્યપાર એટલો બધો હતો કે માલ ચઢાવતા- ઉતારતા જે અનાજ વેરાય તે ચણવા માટે પક્ષીઓ ના ઝુંડ બંદરે ઉડાન મારતા .વેરાવળમા તે જમાનાના 80 થી 90 ટનના જહાજો બનતા.વર્ષ 2003 મા વેરાવળમા સ્ટીમરો આવી હતી .પછી આજદિન સુધી સ્ટીમરો આવી નથી .આજે વેરાવળમા આવેલ મત્સ્યોધોગ કચેરી ખાતે શરુઆત ના સમયથી ચાલતી અને ધીમેધીમે સમય સાથે આધુનીકતા તરફ ચાલતી ફિશીંગ બોટોના સંગ્રહ જોવા મળે છે .વેરાવળ બંદર કચેરીએ સ્ટાફ ,સીકયુરીટીઓ, માછીમાર અગ્રણીઓ 5 મી એપ્રિલે ધ્વજવંદન કરી આ દિવસની ઉજવણી કરશે .
વાત કરીએ તો વેરાવળ બંદરનો ઇતીહાસ પાઠયપુસ્તકોમા પણ લખાયેલ છે .પરંતુ જે તે સમયે ફિશીંગ બોટ ઓછી હતી જેથી સ્ટીમરો વેરાવળ બંદર પર આવતી અને અહીંથી વિદેશોમા નિકાસ થતી પરંતુ સમય જતા ફિશીંગ બોટોની સંખ્યા વધી અને હાલ 7000 થી પણ વધુ બોટો વેરાવળ બંદરમા છે . તેમજ આ વિસ્તાર મા માછીમારોએ ફિશીંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરેલ છે જેથી પણ કદાચ આ જહાજોનો અહી આયાત – નિકાસ બંધ થયો .પરંતુ વેરાવળ બંદરનો ઇતીહાસ અને જેતે સમય પર ચાલતા જહાજો અને લોકોને મળતી રોજગારી સહીતની યાદો હજુપણ જાહોજલાલીની યાદ તાજા કરે છે .
અહેવાલ: અતુલ કોટેચા