ઔઘોગિક સાહસિકતા અને રોજગાર સર્જનથી સંબંધીત કાર્યશાળામાં ૬૦૦ યુવાનોએ લીધો ભાગ
રાષ્ટ્રીય લધુ ઉઘોગ નિગમ દ્વારા દેશમાં પ્રથમ વખત બિહાર રાજયની બહાર ગુજરાતમાં બિહારની સાંસ્કૃતિક ધરોહર અને યુવાનોને ઉદ્યમી તેમજ સાહસિક બનાવવા માટેનો અભિયાનરુપી કાર્યક્રમ ગાંધીનગરના ભાટ ગામે ઇ.ડી.આઇ. ખાતે યોજવામા આવ્યો હતો. બિહારને ઔઘોગિક કાંન્તિ સાથે જોડવા માટે બિહારના લોકો જે બીજા રાજયોના ઔઘોગિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. એમને એક પ્લેટફોર્મ પર લાવીને ઔઘોગિક સાહસિકતા અને રોજગાર સર્જનથી સબધીત એક કાર્યશાળા અને મિથિલા એન્ટરપ્રિન્યોર કનકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બિહાર સરકારના યોજના આયોગના અઘ્યક્ષ સંજયકુમાર ઝાએ મુખ્ય અતિથિપદેથી સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતમાં રાષ્ટ્રીય લધુ ઉઘોગ નિગમ ના ગુજરાતના મુખ્ય ઝોનલ અધિકારી પી.કે.ઝાએ નિગમની કામગીરી વિશે જાણકારી આપતા જણાવ્યું હતું. ગુજરાતની ઔઘોગિક ક્રાંન્તિના વિકાસમાં બિહારના વધુને વધુ યુવાનો અને લોકો જોડાઇ પોતાનાી સાહસિકતા દાખવે અને ભારત સરકાર અને ગુજરાત રાજયની ઔઘોગિક યોજનાઓનો પુરેપુરો લાભ ઉઠાવી એવો અનુરોધ કર્યો હતો.