- પૂર્વ નાણાંમંત્રી અને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે સ્પર્ધાનું ઉદઘાટન: 26મીએ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
- રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમીંગ એસો. અને ગુજરાત સ્ટેટ એકવેટિક એસો.ના સંયુકત ઉપક્રમે કાલથી ત્રણ દિવસ તરણ સ્પર્ધાની જુદી જુદી ઈવેન્ટસમાં અલગ અલગ રાજયોમાંથી 400થી પણ વધુ બાળકો ભાગ લેશે
મી 38 મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ -2022 નું રાજકોટ ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીએશન અને ગુજરાત સ્ટેટ એકવેટિક એસોસિએશનના સંયુકત ઉપક્રમે ભવ્ય આયોજન કરાયું છે.તેમ ઉમેશ રાજ્યગુરુ (પૂર્વ મંત્રી, રમતગમત ગુજરાત) પ્રમુખ , રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસોસિએશને જણાવ્યુંં હતુ.
આ ચેમ્પિયનશિપના આયોજનમાં ઓર્ગેનાઇઝીંગ કમીટીનાં ચેરમેન તરીકે સાપર વેરાવળ ઇન્ડ. એશોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા અને કો- ચેરમેન તરીકે કાલ્કન ગ્રુપના ડાયરેક્ટર કમલનયનભાઈ સોજીત્રા વરણી કરવામાં આવી છે.
આ સ્પર્ધા નું ઉદ્ઘાટન કરવા માટે તા.24 ના સાંજે 4:30 વાગ્યાના રોજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યનાં પૂર્વ નાણા મંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર રહેવાના છે રાજકોટ માત્ર નહિ પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેવા જેવી આ ચેમ્પિયનશીપ છે. આ રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધામાં અલગ અલગ રાજ્ય માંથી અંદાજીત 400 જેટલા ભાઈઓ અને બહેનો રાજકોટનાં આંગણે પોતાનું કૌવત દેખાડવા પધારશે … આ સ્પર્ધાનું સમાપન કરવા માટે તા. 26/06/2 ના સાંજે 6:30 વાગ્યાના રોજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે તા. 24 થી 26 દરમિયાન યોજાનાર નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશિપમાં તરણ સ્પર્ધાની જુદી જુદી ઇવેન્ટસ જેમાં ફ્રી સ્ટાઈલ , બેક સ્ટોક , બટરફ્લાય , બ્રેસ્ટ સ્ટોક , ડાયવીંગ જેવી સ્પર્ધા માણવાની તક રાજકોટ રમત પ્રિય લોકોને માણવા મળશે.
આ ચેમ્પિયનશિપમાં બીજા રાજયોમાં થી આવતા સ્પર્ધકોને ગુજરાતની કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે .
આ ચેમ્પિયનશીપમાં રોજે ના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજકોટ અગ્રણી ઉદ્યોગ પતિ , રાજકીય અગ્રણી , સામાજિક અગ્રણી જેવા ઘણા બધા મહેમાનો આ ખેલાડીને ઉત્સાહિત કરવા આવવાના છે.
આ સ્પર્ધા નું લાઈવ પ્રસારણ https://swim. clinic પર કરવા માં આવશે આ સ્વીમીંગ સ્પર્ધાની સફળ આયોજન માટે ફીના નાં વાઈસ પ્રેસિડેન્ટ વિરેન્દ્રભાઈ નાણાવટી , સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના સેક્રેટરી મોનલભાઈ ચોક્સી ઇન્ટરનેશનલ વોટરપોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી , જીનીયસ એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર ડી.વી.મહેતાના માર્ગદર્શન હેઠળ એશોસિએશનના ઉપપ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હપાણી , નીરજભાઈ દોશી , જયશ્રી બેન , ભગવતીબેન જોષી , શીતલબેન હપાણી , સાગર કક્કડ , મયુરસિહ જાડેજા , યશ વાકાણી , દિવ્યેશ ખૂટ , વિજય ખૂટ , ભરત કિયાળા , અમિત સાકરિયા , અમિત સોરઠીયા નિલેશભાઈ રાજ્યગુરુ , નિમિષ ભારદ્વાજ , ડો.વિજય મહેતા , હિરેનભાઈ ગોસ્વામી , સંજયભાઈ વધારિ ચિ સંધવી , હિરવા ભારદ્વાજ , પાયલ કાચા , મેત્રી જોષી , વિશવા પરમાર , પુર રાજ્યગુરુ , અશોકભાઈ અઢિયા , પ્રતાપ પરમાર , પ્રતાપ અઢિયા , દર્શન જોષી , મૌલિક કોટીચા , હનીબેન જોબનપુત્રા , જય પરમાર , ધેય્યત રામાણી , અલ્કાબેન ચાવડા , હરેશભાઈ ગોસ્વામી , અશોકભાઈ મઢવી , હિતેશભાઈ ટાંક , જીગર ઠક્કર , દુષ્યંતભાઈ જોશી , સલીમ મકરાણી , ઋષભભાઈ વ્યાસ , કાજલબેન ટાંક સ્વીમીંગ ખેલાડીઓ વગેરે લોકો આ સ્પર્ધા ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.