શ્રી રામકૃષ્ણ આશ્રમ  દ્વારા તા.૩ અને ૩ ફેબ્રુઆરીના રોજ ભારતીય સંસ્કૃતિ અને ફિલસૂફી (ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી) વિષય પર બે દિવસના રાષ્ટ્રીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. યુગપુરુષ સ્વામી વિવેકાનંદના ગુરુભાઇ સ્વામી અભંદાનંદજી મહારાજની સાર્ધ શતાબ્દીના ઉપલક્ષ્યમાં આશ્રમના વિવેક હોલમાં દેશના ચિંતકોનાં વિવિધ વિષયો પર વ્યખ્યાન દ્રશ્ય અને શ્રાવ્ય પ્રેજેન્ટેશન, સંગોષ્ઠિ  તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સવારના ૯ વાગ્યાથી સાંજે પ વાગ્યફા સુધી યોજવામાં આવેલ.

વકતાઓમાં અદ્રૈત આશ્રમ, માયાવતી (હિમાલય) ના અઘ્યક્ષ સ્વામી મુકિતદાનંદજી રામકૃષ્ણ વેદાંત સોસાયટી યુ.કે.ના અઘ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી યુનેસ્કોના ભૂતપૂર્વ સ્પેશ્યલ એડવાઇઝર ટુ ડાયરેકટર જનરલ (પેરીસ) ડો. બિકાસ સાન્યાલ, એન.સી.આર.ટી. નવી દિલ્હીના ભૂતપૂર્વ ડાયરેકટર ડો. જે.એન. રાજપુત, આંતરરાષ્ટ્રીય સ્તરના મેનેજમેન્ટના નિષ્ણાંત શ્રીનારાયણ ગુરુજી (વડોદરા) આ ઉ૫રાંત વિવેકાનંદ કેન્દ્ર ક્ધયાકુમારીના ઉ૫ાઘ્યક્ષ પહ્મશ્રી નિવેદીતા ભીંડે ચિલ્ડ્રન યુનિવસીટી, ગાંધીનગરના ભૂતપૂર્વ સલાહકાર જયોતિબેન થાનકી,

પંડીત રવિશંકર શુકલા યુનિવસીટી, રાયપુર (છત્તીસગઢ)ના સ્વામી વિવેકાનંદ ચેર પ્રોફેસર ડો. ઓમપ્રકાશ વર્મા સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટ મૈસૂરના સ્થાપક અને નિયામક ડો. આર.બાલાસુબ્રહમણ્યમ તેમજ એમ્બેસેડર ધ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીયનના (વડોદરા) ડો. જયેશ શાહ વિષય પર વકતવ્યો આપશે. તેમજ ૩જી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ વાગ્યાથી ૮.૩૦ વાગ્યે શાસ્ત્રીય કલાકાર ડો. સુભદ્રા દેસાઇ દ્વારાસંગીત રજુ કરવામાં આવશે. જે માટેના રજીસ્ટ્રેશન વેબસાઇડ ઉપર પરથી કરવાનું રહેશે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખીલેશ્ર્વરાનંદની જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.