સુરેન્દ્રનગર જિલ્લા સહીત રાજ્યભરના વિદ્યાર્થીઓને સારી અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં જોબ મળી રહે તેવા હેતુ થી સુરેન્દ્રનગર ખાતે કેડ સેન્ટર સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાં થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
દરેક વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરે પછી યોગ્ય અને સારી કંપનીમાં જોબ મેળવવામાં ભારે હાલાકી પડતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે વર્ષો થી કાર્યરત કેડ સેન્ટર સંસ્થા દ્વારા છેલ્લા 4 વર્ષથી જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વઢવાણ ખાતે પાંચમા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું…જેમાં એન્જીનીયરીંગ, સાયન્સ, આઈ.ટી. સહીત અલગ અલગ અભ્યાસક્રમો પૂર્ણ કરેલ અંદાજે 250 થી પણ વધુ વિદ્યાર્થીઓ રાજ્યભરમાં થી ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાજ્યભર માંથી 50 થી પણ વધુ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓના સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લીધા હતા અને લાયક ઉમેદવારને સારા પગારથી નોકરીની તક પણ આપી હતી.
વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરી મેળવવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને કંપની પણ સીધો ઉમેદવારનો સંપર્ક કરી શકે તેવા હેતુ થી આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું….અલગ-અલગ કંપની દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. છેલ્લા 4 વર્ષથી યોજાતા આ જોબ ફેર દ્વારા અનેક વિદ્યાર્થીઓને સારી કંપનીમાં નોકરી મળી છે.
ત્યારે આ જોબ ફેર માં પણ 250 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ જાતની ફી કે ચાર્જ વગર થતા આ જોબ ફેરને વિદ્યાર્થીઓ સહીત કંપનીના પ્રતિનિધિઓએ પણ બિરદાવ્યું હતું અને આ પ્રકારનું આયોજન દરેક શહેરોમાં કરવું જોઈએ તેવી ઇરછા પણ વ્યક્ત કરી હતી.