ડો.ભરત કાકડીયાનું વિશેષ સેવા બદલ અને ડો.અમિત અગ્રાવતને રીસર્ચ માટેનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ એનાયત
ડો.અગ્રાવત દ્વારા છેલ્લા બે વર્ષમાં બોન મોરો, લેપ્રસી, થાઈરોઈડ, બ્લડ ગ્રુપ, ઓલ્ડ એજમાં થતા એનિમિયા વગેરે વિશે ૧૧ જેટલા રીસર્ચ રજુ કરાયા
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના બે તબીબો ડો. ભરત કાકડીયા અને ડો.અમીત અગ્રાવતને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન-એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જે રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો.જયધીરવાણી અને સેક્રેટરી ડો. કેશ ઘોડાસરાની સંયકત યાદીમાં જણાવાયું છે. દેશભરમાં કોરોના મહામારીના આ કપરા સમયે વિશેષ કામગીરી માટે રાજકોટના ડો.ભરત કાકડીયાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે તથા ડો. અમીત અગ્રાવતને રીસર્ચ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ ડો. ડી. એસ. મુનાગેકાર ઈન્ડીડ્યુઅલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટના તબીબોને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અર્પણ કરવામાં રાજકોટ તબીબી જગત દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના આ૭૫માં વર્ષની ઉજવણી પ્રસંગે બે તબીબોને રાષ્ટ્રીય સન્માન મળતાં ઉજવણીના આનંદમાં ઉમેરો થયો છે. ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર, આઈ.એમ.એ. ગજરાતના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયાએ તાજેતરમાં કોરોના કાળમાં વિશેષ કામગીરી કરી હતી. મહામારીના આ સમયે તેમણે આઈ.એમ.એ.ની વિવિધ કામગીરીમાં સંયોજક તરીકે સફળ કામગીરી કરી હોઈ, આઈ.એમ.એ.ના નેશનલ બોડી દ્વારા તેમની કામગીરીને વિશેષ નોંધ લેવામાં આવી છે અને રાષ્ટ્રીય પ્રમુખ ડો. રાજેન શર્મા દ્વારા ડો. ભરત કાકડીયાને સ્પેશ્યઅલ એપ્રિએશન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. ડો. કાકડીયા ૩૦ જેટલાં વર્ષોથી રાજકોટમાં ઈ.એન.ટી. સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ, ગુજરાતના ઉપપ્રમુખ સહિત વિવિધ પદો પર વર્ષો સુધી તેમણે સેવા આપી છે. તેઓ રાજકોટની અનેક ટ્રસ્ટની હોસ્પિટલ તથા કોર્પોરેટ હોસ્પિટલમાં તેમની સેવા આપે છે.
આઈ.એમ.એ.ના સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાના જણાવ્યા અનુસાર, રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો. અમીત અગ્રાવતને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-હેડકવાર્ટર દિલ્હી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ડો.ડી.એસ. મનાગેકાર વ્યકિતગત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ડો. અમીત અગ્રાવત રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં પેથોલોજી વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. આઈ.એમ.એ. દ્વારા છેલ્લા બે વર્ષમાં રીસર્ચ ક્ષેત્રે તેમણે કરેલ કામગીરીના સંદર્ભમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડો. અગ્રાવત દ્વારા છેલ્લાં બે વર્ષમાં બોન મેરો, લેપ્રસી, થાઈરોઈડ, બ્લડ ગ્રુપ, ઓલ્ડ એજમાં થતાં એનિમિયા, ગળા અને મોઢામાં થતી ગાંઠ, બ્લડ બેન્કિંગ, મેલેરીયા, એચ.આઈ.વી.ના બ્લડની તપાસ વગેરે વિશે ૧૧ જેટલાં રીસર્ચ રજુ કરવામાં આવ્યા છે. તેમના આ સંશોધનોને નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ સ્વીકારવામાં આવ્યા છે અને પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. તેમની આગેવાની હેઠળ આઈ.સી.એમ.આર.ના એસી.ટી.એસ. રીસર્ચ પ્રોજેકટ પણ મંજુર થયેલ છે. ડો. અમીત અગ્રાવતને આ પહેલાં પણ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ રીસર્ચ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક એવોર્ડ મળ્યા છે. તેમની પેથોલોજી વિષયની બક પણ પબ્લીશ થઈ છે. તેમને રોટરી ઈન્ટરનેશનલની ન્યુઝીલેન્ડ ખાતેની ફેલોશીપ પણ મળી હતી. આઈ.એમ.એ.ની તાજેતરમાં મળેલ ઓનલાઈન નેશનલ મીટીંગમાં નેશનલ પ્રેસીડન્ટ ડો. રાજન શર્મા અને નેશનલ સેક્રેટરી ડો. એ. વી. અશોકના દ્વારા સમગ્રટીમની હાજરીમાં બન્ને તબીબોને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આઈ.એમ.એ. ગુજરાતના પૂર્વ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડ્યા, આઈ.એમ.એ.ગુજરાતના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, પૂર્વ ઉપપ્રમુખસર્વશ્રી ડો. એમ.કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો.હિરેન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઈલેકટ પ્રેસીડન્ટ ડો. પ્રફલકમાણી, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. ચણેશ પોપટ, ડો.ભાવેશ સચદે, ડો. દીપેશ ભાલાણી, પૂર્વ સેક્રેટરી ડો. પારસ શાહ, ડો. તેજસ કરમટા, એડિટર ડો. ધર્મેશ શાહ, થીમ કો.ઓર્ડીનેટર ડો. સંકલ્પ વણઝારા, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો. ભાવીન કોઠારી, ડો. ડી. કે. શાહ, ડો. સુશીલ કારીઆ, ડો. વલ્લભ કથીરીયા, વુમન્સ વિંગના ચેર પર્સન ડો. સ્વાતિ પોપટ, સેક્રેટરી ડો. વૃન્દા અગ્રાવત ઉપરાંત અગ્રણી તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો. નિતીન લાલ, ડો. કાન્ત જોગાણી, ડો. ગૌરવી ધ્રુવ, એફ.પી.એ. મેમ્બર ડો. કે. એમ. પટેલ, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા, સહિત તબીબો આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના આગેવાનો દ્વારા બન્ને તબીબોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.