લાઇફ બ્લડ સેન્ટર દ્વારા પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ વિષય ઉપર યોજાયેલી સંગોષ્ઠીમાં દેશભરના નિષ્ણાતોએ આપ્યું વક્તવ્ય, આઇ.એસ.બી.ટી.નાં પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવોએ લાઇફ બ્લડ સેન્ટરની સેવાને બિરદાવી
છેલ્લા ચાર દાયકાથી બ્લડ બેકિંગ અને થેલેસિમિયા નાબૂદી માટે કાર્યરત ગુજરાતની શ્રેષ્ઠ બ્લડ બેંકો પૈકીની એક એવી લાઇફ બ્લડ સેન્ટર દ્વારા ઈંખઅ રાજકોટ અને ઈંજઇઝઈં ગુજરાત ચેપ્ટરના સંયોજનથી તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરના એક એજ્યુકેશનલ સિમ્પોઝિયમ એટલે કે શૈક્ષણિક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુ ઓછું સાંભળવામાં આવ્યું હોય તેવા આ નવા વિષય પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ ઉપર જુદાજુદા પાંચ તજજ્ઞોએ ખૂબ સરસ વિચારો રજૂ કર્યા હતા. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય આઇએસબીટી સંસ્થાના પ્રમુખ એવા ડો.એરીવા વૂડે ડિજીટલી બ્લડ ટ્રાન્સફ્યુશનની અત્યારે વપરાતી પધ્ધતિઓ અને એમાં શું ફેરફાર થવા જરૂરી છે. તે અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ સીએમસી વેલ્લોરથી આવેલા ટ્રાન્સફ્યુશન મેડિસીન ડિપાર્ટમેન્ટ હેડ એવા ડો.સુકેશ નાયરે પાંડુરોગ અને તેનાથી થતી તકલીફો, તેનું નિવારણ અને જરૂરી તપાસએ વિશેની સમજ આપી હતી. એઇમ્સ દિલ્હીના કાર્ડિયાક એનેસ્થેસિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.પૂનમ મલ્હોત્રાએ ઓપરેશન થિયેટરમાં થતાં રક્તસ્ત્રાવ અને તેને અટકાવવાની પધ્ધતિ વિશેની સંક્ષિપ્ત જાણકારી આપી હતી.
આ સિમ્પોઝિયમના બીજા સત્રમાં પેશન્ટ બ્લડ મેનેજમેન્ટની દિશામાં સૌ પોતપોતાની હોસ્પિટલ અને બ્લડ બેંકમાં શું કરી શકે છે તે વિશેની જાણકારી જોધપુર સ્થિત એઇમ્સનાં ટ્રાન્સફ્યુઝન મેડીસીન અને બ્લડ બેંક વિભાગના એડીશનલ પ્રોફેસર ડો.અર્ચના બાજયેપીએ આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ‘લાઇફ’ના જોઇન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી દ્વારા લાઇફ બ્લડ સેન્ટરની યાત્રા વિશે જાણકારી આપવામાં આવી હતી જ્યારે આ સિમ્પોઝિયમ અંગે લાઇફ બ્લડ સેન્ટરના હેડ ડો.સંજીવ નંદાણીએ માહિતી આપી હતી. આ પરિસંવાદમાં ટ્રાન્સફ્યુઝન મેડિસિન પર એક હેન્ડબુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આઇ.એસ.બી.ટી. દ્વારા આ રાષ્ટ્રીયસ્તરના એજ્યુકેશન સિમ્પોઝિયમ માટે રાજકોટ લાઇફ બ્લડ સેન્ટરની પસંદગી કરવામાં આવી છે તે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત માટે ગૌરવની બાબત છે. વધુ માહિતી માટે લાઇફ બ્લડ સેન્ટર, 24-વિજય પ્લોટ, માલવિયા નગર, જે.કે.હોન્ડા શોરૂમ પાસે, ગોંડલ રોડ પર અથવા ફોન નં.0281-2234242-43 ઉપર સંપર્ક સાધવો તેમ પ્રોજેક્ટ ‘લાઇફ’ની યાદીમાં જણાવેલ છે.