‘હિન્દી હૈ હમ…હિન્દુસ્તાન હમારા’
૪૦ ટકા ભારતીયોની વાતચીતનું માધ્યમ હિન્દી ભાષા હોવા છતાં હિન્દીની થતી ઉપેક્ષા
અનેક પ્રાંતો અને અનેક ભાષાની વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશ ભારતમાં મહવમ નાગરિકોની વાતચીતનું માધ્યમ એવી હિન્દી ભાષાને આઝાદી બાદ રાષ્ટ્રભાષા બનાવવા માંગ ઉભી થવા પામી હતી. જેથી ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯માં બંધારણ સભાએ દેવનાગરી લિપીવાળી હિન્દી ભાષાનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી હતી. જેથી દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરને હિન્દી ભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ સભાએ હિન્દી સાથે અંગ્રેજીને પણ અધિકારીક ભાષા તરીકે સ્વીકારી છે. જેથી અંગ્રેજીના વધતા ચલણ સામે દેશના ૪૦ ટકા ભારતીયોની વાતચીતનું માધ્યમ એવી હિન્દી ભાષાની સતત ઉપેક્ષા થઈ રહી છે.
દેશની બંધારણ સભાએ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી ત્યારી આ દિવસના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દીવસની ઉજવણી કરવામાં આવે છે. દેવનાગરી લિપિમાં લખાયેલ હિન્દી એ દેશની ૨૨ અનુસૂચિત ભાષાઓમાંની એક છે. હિન્દી એ કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષાઓમાંની એક છે, અને બીજી અંગ્રેજી છે. બાળકોને શિક્ષિત કરવા માટે યોજાયેલા કવિતાઓ, વાર્તાઓ અને સાંસ્કૃતિક તેમજ સાહિત્યિક કાર્યક્રમો દ્વારા શાળાઓ દ્વારા હિન્દી દીવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર્સ હિંદી દિવાસની ઉજવણી માટે અવતરણ અને કવિતાઓ શેર કરવાની તક પણ લે છે.
એથોનોલોગ સંસ્થાના જણાવ્યા અનુસાર હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. દેશના રાષ્ટ્રપતિ આ દિવસે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જેમણે હિન્દીના વિકાસ અને પ્રમોશનમાં મોટો ફાળો આપ્યો હોય તેમને રાજભાષા એવોર્ડ આપે છે. બંધારણ સભાએ હિન્દી અપનાવવાના ઘણા સમય પહેલા, ૧૯૨૫ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી સત્રમાં, જ્યારે ભારત હજી બ્રિટીશ શાસન હેઠળ હતું, ત્યારે નિર્ણય કરાયો હતો કે હિન્દી અને ઉર્દૂ ભાષાઓનું મિશ્રણ એવી હિન્દુસ્તાની સ્વતંત્ર ભારતની ભાષા હશે.
હિન્દી ભારતની સત્તાવાર ભાષા બનાવવા માટે સરકાર પર દબાણ કરનારા ઘણા આગેવાનોમાં શેઠ ગોવિંદ દાસ, મૈથિલી શરણ ગુપ્ત અને કાકા કાલેલકર હતા.અન્ય એક અગ્રણી હિન્દી વિદ્વાન, બિયોહર રાજેન્દ્ર સિંહાએ પણ હિન્દી ભાષાના પ્રમોશન માટે દબાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, ભારતના ૪૦ ટકાથી વધુ વસ્તી દ્વારા હિન્દીનો બોલચાલવામાં ઉપયોગ કરવામાં આવે છે.