‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ અને ‘મેઈક ઈન ઈન્ડિયા’ ક્ધસેપ્ટને સાકાર કરવા ગૌ આધારિત ઉધોગોથી મદદ મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે બંધારણનાં નિર્દેશ અને સિઘ્ધાંતોનાં આધાર સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અને આધુનિક ભારતીય ગૌવંશનાં સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી અર્થે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ રાષ્ટ્રીય કામધેનુ આયોગની ઘોષણા કરી હતી જે અન્વયે નોટીફિકેશન દ્વારા રાજકોટનાં લોકપ્રિય પૂર્વ સાંસદ અટલ બિહારી બાજપાઈની સરકારમાં ભારે ઉધોગો, માનવ વિકાસ સંશોધન તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા મહત્વનાં ખાતાઓનાં રાજયમંત્રી તેમજ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનાં અધ્યક્ષ તરીકે ગૌસેવાને રાષ્ટ્ર વિકાસનાં વિવિધ આયામો સાથે જોડી સફળ કામગીરી કરી હતી એવા ડો.વલ્લભભાઈ કથીરિયાની સ્થાપક અધ્યક્ષ તરીકે નિમણુક કરી હતી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ એક સર્વોચ્ચ પરામર્શી સંસ્થા તરીકે કાર્યરત રહેશે. આયોગ ગૌરક્ષા, ગૌપાલન, ગૌસંવર્ધન, તેમજ ગૌ આધારિત સમગ્ર વિકાસનાં વિવિધ આયામો અંગે નીતિ નિર્દેશ અને યોજના બાબતે યોગ્ય દિશા સુચનો કરશે.
વર્તમાનમાં આયોગ નવી દિલ્હી સ્થિત ‘દિલ્હી મીલ્ક સ્કીમ’ દિલ્હી ડેરીના વિશાળ કેમ્પસમાં કાર્યરત છે. આયોગની સ્થાપનાની ડો.વલ્લભભાઈ કથીરિયાએ પ્રાપ્ત મંત્રી કક્ષાનાં દરજજાની રૂએ સક્રિય ભૂમિકા દ્વારા ઓફિસ સેટઅપ સાથે સમગ્ર દેશમાં પ્રવાસ કરી ગૌ સેવાનાં વિવિધ આયામોને કાર્યરત કરવાના મહાઅભિયાનનાં શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાતમાં ગૌસેવા આયોગ મારફતે ગૌસેવાના બધા જ બિંદુઓને આવરી લઈ જનજાગરણ જ નહીં પરંતુ કિસાન, ગૌપાલક, ગૌશાળા, ગૌરક્ષક, ઉધોગ સાહસિક, ગૌવૈદ્ગય, વૈજ્ઞાનિકો યુવા, મહિલા બધાને સાંકળી લઈ વિવિધ યોજનાઓ અને કાર્યો દ્વારા ગૌ આધારીત વિકાસનું એક ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અગ્રણી ભૂમિકા ભજવી હતી તે અનુભવોનો વિશિષ્ટ લાભ સમગ્ર દેશને મળે તે દ્રષ્ટિથી રાષ્ટ્રીય સ્તરે કામગીરી શરૂ કરી દીધેલ છે.
ગૌરક્ષા, ગૌપાલન, ગૌશાળા સંચાલન, ગૌ સંવર્ધન, ગૌ આધારિત ખેતી, પર્યાવરણ રક્ષા અને સામાજીક આરોગ્ય જેવા વિષયોનાં ઉંડાણપૂર્વકનાં અભ્યાસ સાથે ગાઈડલાઈન અને સ્કીમ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતની ઋષિ કૃષિ અને ગૌ સંસ્કૃતિને પુન: સ્થાપિત કરી સમૃદ્ધ, સુખી, સ્વસ્થ, સુરક્ષિત, શિક્ષિત, સ્વાવલંબી, સંસ્કારી, સમરસ, સક્ષમ, શકિતશાળી, સંપન્ન, સમાજ રચનામાં ગાયોનાં યોગદાન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનાં ભવ્ય અને દિવ્ય ભારતનાં નિર્માણમાં સહભાગી થવા વિવિધ મંત્રાલયોનાં વિભાગો સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. સમગ્ર દેશમાં સરકાર, સંસ્થાઓ તથા ખાનગી ધોરણે સંચાલિત ગૌશાળાઓ, ગૌસદનોનાં આધુનિક ઢબે સંચાલન અને વિકાસ દ્વારા મોડેલ અને દર્શનીય ગૌશાળા બનાવવા અને ગૌશાળાને ટુરીઝમ તરીકે વિકસાવવા ઈડીઆઈ (એન્ટા પ્રિન્યોરશીપ ડેવલેપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા) સાથે પરામર્શ કરી ટ્રેનીંગ સીલેબસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુવાનો અને મહિલાઓ ભારત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમ હેઠળ આદર્શ ગૌશાળાઓ શરૂ કરી દુધ, ગૌમૂત્ર અને ગોબરનાં ઉપયોગ દ્વારા ઔધોગિક ધોરણે ઉત્પાદન શરૂ કરી સ્વયં રોજગારી મેળવે અને રોજગારી ઉપલબ્ધ કરાવે તે હેતુથી વિવિધ મંત્રાલયો સાથે યોજના બનાવવા પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે.
દેશમાં રખડતા ગૌવંશનાં પ્રશ્ર્નો અને તેના ઉકેલ માટે ગામેગામ ગૌશાળા અને ગૌચર વિકાસ, અભ્યારણ, ગોસદન, ગૌ વિહાર જેવા પ્રકલ્પો શરૂ કરી આવા ગૌસદનો આત્મનિર્ભર બને તે માટે ધાર્મિક, સામાજીક અને રચનાત્મક સંસ્થાઓ, ઉધોગગૃહો, સેવાભાવી સંગઠનોનો સાથ સરકારની વિવિધ યોજનાઓને એકત્રિત કરીને ગાઈડલાઈન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ઉતર પ્રદેશ સરકારની પહેલ અને વિવિધ રાજયોમાં ચાલતી યોજનાઓના અભ્યાસ દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવશે. ખેડુતો-ગૌપાલકો ગાયો રાખતા થાય તે માટે સ્કીમ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. ગાયની વૈજ્ઞાનિક, આર્થિક તેમજ સામાજિક અને પર્યાવરણ રક્ષણ માટેની ઉપયોગીતા જન જન સુધી પહોંચે તે માટે ગૌ જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુનિ.માં કામધેનુ ચેરની સ્થાપના, ગૌવિજ્ઞાન પરીક્ષા, કવીઝ કોમ્પીટીશન, નિબંધ વકતૃત્વ સ્પર્ધા, સેમીનાર, વર્કશોપ વગેરેનાં આયોજનો, પુસ્તક પ્રકાશન, ટીવી, મીડીયા દ્વારા જનજાગૃતિ જેવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગૌવિષયક વિવિધ ક્ષેત્રોમાં રીસર્ચ અને પીએચડીનો અભ્યાસ ગૌપાલન અભ્યાસ, વગેરે માટે સ્કોલરશીપ જેવી સુવિધા માટે પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે.
ડો.વલ્લભભાઈ કથીરિયાની ટીમ દેશનાં વિવિધ રાજયનાં પ્રવાસ દ્વારા સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, વૈજ્ઞાનિકો, ગૌસેવકો, ઉત્સાહિત યુવાનો, મહિલાઓનો સંપર્ક કરી સરકાર સાથે પરામર્શ કરી ગૌસેવાને નવા આયામો આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગણા રાજયોનાં પ્રવાસ દરમ્યાન વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ સરકારી અધિકારીઓની મીટીંગ કરી ગૌસેવાનાં કાર્યોને વેગ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ટુંકમાં ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા, ગૌસેવા દ્વારા ગ્રામ્ય સેવા, ગોસેવા દ્વારા કિસાન કલ્યાણ, ગૌસેવા દ્વારા રાષ્ટ્ર નિર્માણ ગૌસેવા દ્વારા પર્યાવરણ રક્ષા, ગૌસેવા દ્વારા સ્વસ્થ રાષ્ટ્ર, ગૌસેવા દ્વારા સમર્થ-સશકત રાષ્ટ્રનાં નિર્માણ અર્થે રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડીયા, કલીન ઈન્ડીયા, ગ્રીન ઈન્ડીયા, હેલ્ધી ઈન્ડીયા, ડીઝીટલ ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા જેવા પ્રોજેકટ પુરા બનવા સતત કાર્યશીલ છે.
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, કમલેશભાઈ મિરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, એનીમલ વેલ્ફેર બોર્ડનાં મીતલભાઈ ખેતાણી, જિલ્લા ભાજપ ઈન્ચાર્જ અરૂણ નિર્મળ, હરેશભાઈ જોષી, હિરેનભાઈ જોષી, પ્રભુદાસભાઈ તન્ના, ચંદ્રકાન્તભાઈ શેઠ, પ્રતિક સંઘાણી, દિલીપભાઈ સખીયા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.