- બંદીવાનોની રૂબરૂ મુલાકાત લઇ અરજો ધ્યાને લેવાઈ : માનવ અધિકારના તમામ નીતિનિયમોથી અવગત કરાયા
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ન્યુ દિલ્હીના સ્પેશ્યલ મોનિટર બાલકૃષ્ણ ગોયેલ તેમની ત્રણ દિવસીય રાજકોટ મુલાકાતે છે ત્યારે તેઓ આજે રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાતે પહોંચ્યા હતા. આ તકે જેલ અધિક્ષક રાધવ જૈન દ્વારા શબાલકૃષ્ણ ગોયલનને આવકારી તેઓને રાજકોટ જેલની વિવિધ કામગીરી તેમજ જેલમાં ચાલતા વિવિધ પ્રકારના ઉદ્યોગથી વાકેફ કરવામાં આવેલ હતા. મુલાકાત દરમ્યાન બાલકૃષ્ણ ગોયેલ દ્વારા જેલના તમામ યાર્ડમાં રહેલ બંદીવાનોની રૂબરૂ મુલાકાત લઇ અરજો સાંભળવવામાં આવેલ હતી તેમજ માનવ અધિકારના તમામ નિતિનિયમોથી અવગત કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીથી તમામ બંદીવાનોને વાકેફ કરવામાં આવેલ હતા. મુલાકાત દરમ્યાન રાજકોટ મધ્યસ્થ જેલ પ્રશાસનની કામગીરી તથા જેલની સાફ સફાઇ, ખોરાક તથા જેલમાં ચાલતા ઉદ્યોગોની પ્રશંસા કરવામાં આવેલ હતી.