દેશભરનાં રેલવે સ્ટેશનો પર જોવા મળતી ગંદકી અને પ્રદુષિત વાતાવરણને નિવારવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રેલવેને દેશના ઓછામાં ઓછા ૩૬ સ્ટેશનોને ‘ઈકો સ્માર્ટ સ્ટેશન’ તરીકે ઓળખી અને વિકાસવવા સુચના આપી છે. આ સુચનાનો અમલ બે સપ્તાહમાં કરવાની તાકીદ કરાય છે. એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કૂમાર ગોયલની આગેવાની હેઠળની ખંડપીઠે પબ્લીક ટ્રાન્સપોર્ટ તરીકે રેલવે સહિતના સત્તાવાલાઓને પૂછપરછ કરીને ‘પોલ્યુટર પેયઝ’ સિધ્ધાંત હેઠળ સોલિડ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ ૨૦૧૬નું પાલન કરવા સૂચના આપી છે.
ટ્રીબ્યુનલે રેલવેને છેલ્લા ત્રણ મહિનાનો પાણી અને ઉર્જાનો ઓડીટ કરીને આ બંનેની બચત કરતા ૩૬ મુખ્ય સ્ટેશનોને ઓળખી બે સપ્તાહમાં તેને ‘ઈકો સ્માર્ટ સ્ટેશન’ જાહેર કરવા જણાવ્યું છે. આ ૩૬ સ્ટેશનોથી ઓળખ થઈ જાય પછી એક માસની અંદર એકશન પ્લાન તૈયાર કરીને આ અંગેની જાણને ટ્રીબ્યુનલને કરવા જણાવ્યું છેં. બેંચે જણાવ્યું છે કે ૩૬ સ્ટેશનોને મોડલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી શકે છે. તેને તબકકામાં નકલ કરીને તેને ‘ઈકો સ્માર્ટ સ્ટેશન’ કહેવામાં આવે છે. આવા સ્ટેશનોને બે અઠવાડીયામાં ઓળખી તેને વેબસાઈટ પર મૂકીને તેના નોડલ અધિકારીનું નામ પણ તેમાં મૂકવા સુચના આપી છે.
એનજીટીએ જણાવ્યું હતુ કે રેલવે પર્યાવરણને થતા નુકશાનના કારણે પ્રદુષણો પાસેથી ખર્ચની રકમ મેળવવા માટે મુકત છે. આ એકશન પ્લાનની ચકાસણી કરી શકાય તેવા સુચકાંકો હોય શકે છે. અને સમયાંતરે આવા સુચકાંકો સંદર્ભે પ્રગતિની સમીક્ષાથઈ શકે છે. બેંચે જણાવ્યું હતુ કે મોટા રેલવે સ્ટેશનો તરીકે ઓળખાયેલા રેલવે સ્ટેશનોની પોતાની વેબસાઈટો ફરિયાદો અને સુચના મેળવવા માટે હોય શકે છે. ખાસ કરીને સ્વચ્છતા અને સ્વચ્છતા મુદાઓને ધ્યાનમાં રાખીને રેલવે સોલીટ અને પ્લાસ્ટિક કચરાના સંચાલન માટે સંબંધીત શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી શકે છે. અને સ્ટેશન પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી શકે છે.
એનજીટીએ અગાઉ રેલવેને પ્લેટફોર્મ અને ટ્રેકો પર સ્વચ્છતા જાળવવા માટેની કાર્યવાહી રજૂ કરવાની સચિના આપી હતી. અને નિયમનકાર અને ઓડીટર જનરરલને નિયમિત સમયાંતરે ઓડીટ કરવા માટે જણાવ્યું હતુ. ગ્રીન પેનલે એમપણ જણાવ્યું હતુ કે સોલીટ વેસ્ટના નિકાલ ઘન અને પ્લાસ્ટિકના કચરો, ગંદાપાણી વગેરેની કચરાના સંદર્ભમાં વ્યકિતઓનાં જવાબદારોને યોગ્ય કરવાની જોગવાઈઓ સાથે રેલવેન અસરકારક અમલીકરણ અને દેખરેખ પ્રણાલીની તાકીદે જ‚ર છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વકીલ સલોની સિંહ અને સરસ પઠ્ઠાણીયા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી છે. તેમાં પણ ખાસ કરીને ટ્રેક પર રેલવેની મિલ્કત પર થતા પ્રદુષણને ચકાસવા પગલા લેવા થયેલી અરજીની સુનાવણીમાં આ સુચના આપી હતી.
‘વંદે ભારત’ એકસપ્રેસનું ભાડુ શતાબ્દી કરતા ૪૦ ટકા જેટલુ વધારે હશે
સંપૂર્ણ સ્વદેશી એવી ભારતની સૌથી ઝડપી ટ્રેન ટ્રેન ૧૮ને વંદે ભારત એકસપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત ગઈકાલે રેલવે મંત્રી પિયુસ ગોયલે કરતા જણાવ્યું હતુ કે આ ટ્રેનને સફલ ટ્રાયલ રન બાદ સેફટી સુરક્ષાના તમામ કલીયરન્સ પાસ કરી લીધા છે. ૯૭ કરોડ રૂ.ના ખર્ચે ૧૮ માસના સમયગાળામાં બનેલી આ સેમી હાઈસ્પીડ ૧૮ મુસાફરોની સેવા માટે તૈયાર છે. આ ટ્રેનનું ભાડુ શતાબ્દી ટ્રેન કરતા ૪૦ થી ૫૦ ટકા વધારે હશે.
રેલવેના અદિકારીઓએ જણાવ્યું હતુ કે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી આ ટ્રેનને ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને ચાલુ કરાય તેવી સંભાવના છે. આ ટ્રેન કાનપૂર અને પ્રયાગરાજમાં બે સ્થાનો પર રોકાશે અને ૭૫૫ કીમીનું અંતર ૮ કલાકમાંકાપશે. અત્યાર સુધી બીજી ટ્રેનો આ અંતર કાપતા ૧૧ કલાક ૩૦ મીનીટ જેટલો સમય લેતી હતી.
પટનામાંથી ૧ કરોડની ડુપ્લીકેટ રેલવે ટિકિટો ઝડપાઈ
આરપીએફ દ્વારા ગઈકાલે બિહારના પટનામાંથી ૧ કરોડ રૂ.ની ડુપ્લીકેટ રેલવે ટીકીટો પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે. પુજા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ એજન્સીની ઓફીસમાં પૂર્વ બાતમીનાં આધારે આરપીએફ દ્વારા દરોડા પાડયા હતા જેમાં ઓફીસમાંથી રૂ. ૫૬૯૨ની કિમંતની પાંચ તત્કાલ ટીકીટો ઉપરાંત આગામી તારીખોની ૯૩ રીઝર્વ ટીકીટો કે જેની કિયમત રૂ.૪.૩૦ લાખ થાય છે. મળી આવી હતી.
ઉપરાંત, જુની તારીખોની ૩૦૮૫ રેલવે ટીકીટો કે જેની કિંમત ૮૫.૯૦ લાખ રૂ. જેટલી થાય છે. તથા રૂ. ૫૨ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ ઝડપ્યા હતા આરપીએફે આ ઓફીસમાંથી ચંદનકુમાર અને પંકજ કુમાર ગુપ્તા નામના કર્મચારીઓને પકડી પાડયા હતા. આરપીએફે આ કૌભાંડમાં રેલવે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ? તે તપાસવા ધરપકડ કરાયેલાઓની પૂછપરછ હાથ ધરી છે.