પર્યાવરણની ખો કાઢી નંખાઈ:કોલસાના કાળા કારોબારમાં ભયંકર ભ્રષ્ટાચાર:પોર્ટ સત્તાવાળાઓ મૌન

મોરબી જિલ્લાના બારમાસી નવલખી બંદરે કોલસાના કાળા કારોબારે પર્યાવરણનો વિનાશ વેર્યો છે,અગાઉ પર્યાવરણના નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લાલ આંખ બાદ નવલખી પોર્ટ ઉપર થોડો સમય લીગલ કામગીરી ચાલ્યા બાદ હવે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓની કૃપા દ્રષ્ટિ હેઠળ જ પર્યાવરણનો સોથ બોલાવવામાં આવી રહ્યો છે અને એનજીટીના માર્ગદર્શક નિયમો ફક્ત કાગળ ઉપર રાખી બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

એક સમયે કાયમી ધામધમતા રહેતા મોરબીના નવલખી બંદરે હોવી કોલસાની કાલીમાં છવાઈ ગઈ છે પહેલા અહીં માનવ વસવાટ હતો પરંતુ માત્રને માત્ર કોલસાના કારોબારને કારણે માનવ વસ્તી માટે ખતરો ઉભો થતા અહીંના મૂળ નિવાસીઓ હાલ સ્થળાંતરિત થઈ ગયા છે બીજી તરફ નવલખી બંદર આસપાસ ખેતીવાડી ધરાવતા ખેડૂતોની જમીનને પણ કોલસાની કાલીમાંનું ગ્રહણ લાગી જતા ખેડૂતો પાયમાલ બન્યા છે, ડુંગર જેવા કોલસાના ઢગલાઓની સતત ઊડતી રજ ને કારણે નવલખું નવલખી મૂલ્યહીન કલીમાઓથી ઘેરાઈ જતા આ મામલે વર્ષ ૨૦૧૩-૧૪ માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પર્યાવરણ બચાવવા આકરા માર્ગદર્શક નિયમોના અમલ માટે બંદરને બંધ કરાવવા સુધીના પગલાં ભર્યા હતા.

પરંતુ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ બંદરને હરિયાળું રાખવા અને પર્યાવરણની સુરક્ષા કરવાને બદલે કાળી કમાણી કરવા માટે જ ચલાવવાનું હોય તેવો વ્યવહાર અપનાવી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,જિલ્લા કલેકટર, જિલ્લા પોલિસ વડા સહિતના જવાબદાર અધિકારીઓને અંધારામાં રાખી અહીં ન કરવાની અનેક પ્રવૃત્તિઓને પોષવાની સાથે બ્રસ્તાચરીઓને દરરોજના દશ હજારથી લાઇ જેવી જેની હેસિયત તે મુજબના હપ્તા-વહીવટના ફાયદાના કામો પર્યાવરણના ભોગે કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે એપ્રિલ ૨૦૧૩ માં  ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પર્યાવરણ સુરક્ષા અંગેના કેસ મામલે લગભગ એક મહીનો નવલખી પોર્ટ તે સમય પુરતુ બંધ રહ્યુ તેના થી સરકાર અને મેરીટાઈમ બોર્ડ ને કરોઙો રૂપીયા નુ નુકશાન થયુ હતું આમ છતા હજુ પણ એનજીટી ના આદેશનુ અને નિયમોનો છડેચોક ઉલાળીયો કરવામા આવે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા એમ.એસ.યુનિવર્સીટી બરોડાની ટીમ મારફતે નવલખી બંદરની ચકાસણી કરીને વિસ્તૃત રીપોર્ટ આપવાની કામગીરી સોંપાઈ હતી,અને આ ટીમે ગુજરાત મેરીટાઈમ બોર્ડની લાપરવાહ નીતિ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠવ્યા હતા.

જો કે ત્યારબાદ ગુજરાત પ્રદુશણ નિયંત્રણ બોર્ડ  સફાળુ જાગ્યુ હતુ અને નિયમોની અમલવારી કરાવી હતી પરંતુ હાલ મા નવલખી પોર્ટ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના નિયમો કાગળો પર જ દબાઈ ગયા છે.

નવલખી બંદરે હાલ માત્ર કોલસનું જ હેન્ડલિંગ થાય છે ત્યારે કોલસના ઉતાર ચડાવ માટેના ચોક્કસ નિયમો ઘડી કઢાયા છે પરંતુ અહીં કામ કરતી ખાનગી કંપનીઓને આ નિયમો લાગુ પડતા  ન હોય તેમ નિયમ મુજબ કોલકાર્ગો ની ઉંચાઈ ૫-મીટરથી વધુ ન રાખવાનો નિયમ હોવા છતાં ૧૫ થી ૨૦ મીટર સુધી ઉંચા ઢગલા ખડકવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત નવલખી બંદર વ્હીલ વોશીંગ દ્વારા પોર્ટ થી બ્હાર જતા દરેક ટ્રકનુ વોશીંગ કરવાનો નિયમ છે પરંતુ તેનો અમલ કરાતો નથી એ જ રીતે કોલસાનું પરિવહન કરતી ટ્રક તાલપત્રીથી ઢાંકેલો રાખવાના નિયમમાં પણ ગંભીર બેદરકારી દાખવવામા આવે છે.

આશ્ચર્ય તો એ વાત નું છે કે નવલખી બંદરે  જ્વલનશીલ કોલસાનું હેન્ડલિંગ થતું આગની ઘટના ન બને અને આગ લાગવાથી ધુમાડો થતા પ્રદુષણ ન ફેલાય ઉપરાંત કોલસાની બારીક રજ દરિયાને તેમજ વૃક્ષ પર્યાવરણને નુકશાન કારક ન બને તે માટે કોલસા ઉપર સતત પાણી છંટકાવ કરવો ફરજિયાત હોય છે પરંતુ આ નિયમનો પણ  અમલ કરવામાં આવતો નથી.

પર્યાવરણ જાળવણી માટે નવલખી બંદરે વૃક્ષ વાવેતર પાછળ લાખો રૂપિયાનું આંધન કરવા છતાં અહીં ગ્રીનરી જોવા મળતી નથી ભારે આશ્ચર્ય વચ્ચે દર વર્ષે પોર્ટ સતાવાળાઓ વૃક્ષવાવેટરનો ખર્ચ પણ બતાવે છે પરંતુ આ જાડવા ક્યાં કોના ખિસ્સામાં ઊગી નીકળે છે તે કોઈ શોધી શકતું નથી.

નવલખી બંદરે પર્યાવરણની જાળવણી થાય અને પ્રદુષણ ન ફેલાય તે માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા   ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પર્યાવરણ જાળવણીના નિયમોની અમલવારીની જવાબદારી સોપાય છે પરંતુ ભ્રષ્ટાચારના પાપે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ  પોર્ટ સતાવાળાઓ પાસે નિયમોનુ પાલન કરવવુ તો ઠીક નવલખી બંદરની હાલત જોવા પણ જવાની તસદી લેતા નથી.મોરબી જિલ્લાના એક માત્ર નવલખી બંદર ઉપર વધારાની જેટી બનાવી માળીયાના મીઠા ઉદ્યોગને વેગવંતો બનાવવા અને મીઠની નિકાસ માટે સરળતા રહે તે માટે ઘણા સમયથી જેટીની માંગ કરવામાં આવી રહી છે પરંતુ કોલસાની દલાલીમાં કાળા હાથ કરતા અધિકારીઓની મોનોપોલી ખુલ્લી પડે તેમ હોવાથી આ મામલે કોઇ જ નક્કર કાર્યવાહી થતી નથી  જો કે નવલખી પોર્ટ મામલે જિલ્લા કલેકટર તંત્ર થી લઈ પોલીસ તંત્ર અને પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ પણ હરફ સુધા ઉચારતું ન હોય બધા તંત્રવાહકોનું ભેદી મૌન ઘણું બધું કહી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.