પીજીમાં એડમિશન લેવા ઇચ્છુક એમબીબીએસના છાત્રો અને વિદેશમાંથી ડીગ્રી મેળવેલ તબીબોને આ પરીક્ષા આપવાની રહેશે

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે દેશભરમાં વર્ષમાં બે વખત નેશનલ એક્ઝિટ ટેસ્ટ લેવામાં આવશે. મે અને નવેમ્બર મહિનામાં આ પરીક્ષા લેવામાં આવનાર છે. પીજીમાં એડમિશન લેવા ઇચ્છુક એમબીબીએસના છાત્રો અને વિદેશમાંથી ડીગ્રી મેળવેલ તબીબોને આ પરીક્ષા આપવાની રહેશે.

આ વર્ષથી લેવામાં આવનાર નેશનલ એક્ઝિટ ટેસ્ટ વિશેની માહિતી અગાઉ શેર કરવામાં આવી હતી.  એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી મેળવવા માટે આ કસોટી જરૂરી રહેશે અને પીજી માં પ્રવેશ માટે પણ આ પરીક્ષા જરૂરી રહેશે.  ઉપરાંત, ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે વિદેશમાંથી મેડિકલ ડિગ્રી મેળવનાર ઉમેદવારો માટે આ પરીક્ષા જરૂરી રહેશે.

નેશનલ મેડિકલ કમિશને ડિસેમ્બર 2023માં પ્રથમ વખત નેશનલ એક્ઝિટ ટેસ્ટ આયોજિત કરવા અંગેની માહિતી શેર કરી હતી.  આ પરીક્ષા એઇમ્સ દિલ્હી દ્વારા આયોજિત કરી શકાય છે.નેશનલ એક્ઝિટ ટેસ્ટના બે ભાગ હશે.  પ્રથમમાં લેખિત કસોટી લેવામાં આવશે અને બીજી પ્રેક્ટિકલ, ઓરલ અને ક્લિનિકલ ટેસ્ટ સાત વિષયોમાં લેવામાં આવશે.

એનએમસી અધ્યક્ષ ડૉ.એસ.સી. શર્માએ કહ્યું કે ટેસ્ટ સિસ્ટમ માટે 28 જુલાઈથી મોક ટેસ્ટ શરૂ કરવાની યોજના છે. એઇમ્સ દિલ્હી આ માટે રજિસ્ટ્રેશન શરૂ કરશે અને આ માટે રજિસ્ટ્રેશન 28 જૂનથી શરૂ કરી શકાશે. તેમણે કહ્યું કે માત્ર એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ જ આ મોક ટેસ્ટ આપવા માટે પાત્ર હશે. મોક ટેસ્ટ માત્ર પરીક્ષાની પેટર્ન અને ફોર્મેટ વિશે ખ્યાલ આપવા માટે હશે.

આગામી 2019 બેચના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવશે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની વિદ્યાર્થી પાંખના પ્રમુખ ડૉ. ધ્રુવ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 2019 બેચના વિદ્યાર્થીઓ માટે પ્રથમ આયોજન કરવામાં આવશે. જ્યારે અગાઉની બેચના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કમિશને નિટ પીજી પરીક્ષાનો વિકલ્પ પણ રાખવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.