સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ: એન.એસ.એસ.ના બ્રિગેડીયર સુરેન્દ્રનાથ તિવારીની વીશેષ ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીના હસ્તે સવારે ૯ કલાકે ધ્વજવંદન કરવામાં આવેલ હતુંઆ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજયભાઈ દેશાણી અને એન.એસ.એસ.ના બ્રિગેડીયર સુરેન્દ્રનાથ તિવારીની પ્રેરક ઉપસ્થિતિમાં N.S.S, N.C.Cના વિદ્યાર્થીઓ, સિન્ડીકેટ સદસ્ય ડો.નેહલભાઈ શુકલ,ડો. ગિરીશભાઇ ભીમાણી,ડો. ભાવિનભાઈ કોઠારી, ડો. કલાધર આર્ય સહિતના સિન્ડિકેટ સભ્યો, ભવનના અધ્યાપકગણ,સેનેટસભ્યો,વહીવટી કર્મચારીગણ ઉપસ્થિત રહેલ હતા.

એન.સી.સી ના કેડેટ દ્વારા મહાનુભાવોને એસ્કોર્ટ કરીને કાર્યક્રમ સ્થળ સુધી લાવવામાં આવેલ હતા. ધ્વજવંદન બાદ બ્રીગેડિયર સુરેન્દ્રનાથ તિવારીજીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે શૌર્ય અને સાહસના પર્વ પર આમંત્રણ બદલ ધન્યતા અનુભવું છું તેમણે જણાવ્યું કે પરાધીનતા થી  સ્વતંત્રતા સુધીનો સમય કઠિન હતો. હજારો સ્વતંત્રતા સૈનિકોએ પોતાના પ્રાણોની આહુતિ આપેલ છે આ સ્વતંત્રતા ટકાવી રાખવા આપણા હજારો સૈનિકોએ પ્રાણીઓના બલિદાન આપ્યા છે, ઉપરાંત તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સૈનિકોને આપણે નમન કરીએ અને યાદ કરીએ એમના સ્વજનોનું પણ સન્માન કરીએ.કોવિડ-૧૯ ની મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું યોગદાન એ ગૌરવની બાબત છે તમામ કોરોનાવોરિયર્સ ની કામગીરી બિરદાવવા પાત્ર છે.

ડો.વિજયભાઈ દેસાણી ઉપકુલપતિએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાવન ભૂમિ ને કોટી કોટી વંદન કરીને યાદ કરી ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકાર્યા હતા.૧૮૫૭ની ક્રાંતિને યાદ કરતા એમણે જણાવેલ કે ઘણા લોકોએ આપણી સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ,વીર સાવરકર, શહીદ ભગતસિંહ, ગુજરાતના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા અને સ્વતંત્રતા આપણો જન્મસિદ્ધ હક છે એ નારો લગાવ્યો હતો.

ડો. નીતિનભાઈ પેથાણી.કુલપતિએ વંદે માતરમના નારા સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આમંત્રિત છાત્રોને આવકારેલ હતા.અમૃત મહોત્સવ તરીકે આખું વર્ષ ઉજવણીનો આ મંગળ પ્રવેશ થઇ ચૂક્યો છે.સ્વતંત્ર ભારતનાં નિર્માણનાં પાયામાં રહેલા તમામ શહીદો અને ક્રાંતિકારીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીવાર વતી અંજલી આપતા સાહેબ જણાવેલ કે ૧૭૫૭ થી શરૂ કરી આઝાદી મળી ત્યાં સુધી પ્રાણ ન્યોછાવર કરનાર ને યાદ કર્યા હતા આજે જે વિકાસ અને ગૌરવગાથા ના પાયામાં તેઓ સર્વે છે.નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આવતીકાલના ઉજવળ ભારતના નિર્માણમાં શિક્ષાનીતિ ત નિર્ણાયક બની રહેશે. વિદ્યાર્થીઓને ખૂબ લાભદાયી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.