ભાર વગરનું ભણતર
એનસીએફના ડ્રાફ્ટમાં છેલ્લા ચાર વર્ષમાં ધોરણ 9 થી 12 દરમિયાન વિદ્યાર્થીઓને વિષયોની પસંદગીમાં સ્થિતિ સ્થાપક બનવાનો પ્રસ્તાવ
દેશભરમાં શૈક્ષણિક ક્ષેત્રે અમુલ પરિવર્તન અને ક્રાંતિકારી સુધારા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે મૂળભૂત શૈક્ષણિક માળખામાં જરૂરી ફેરફાર કરીને અત્યારની બીબા ઢાળ બોર્ડ વ્યવસ્થા અને સમગ્ર શૈક્ષણિક માળખામાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓની રુચિ અને ખાસ કરીને સ્કીલ બેઇજ પર્ફોર્મન્સ માં વિદ્યાર્થીઓ પોતાની રુચિ મુજબ અભ્યાસક્રમમાં આગળ વધી શકે તેવી વ્યવસ્થા ની તૈયારીઓ કરવામાં આવી રહી છે
અત્યારે ધોરણ 10 અને 12 ના બોર્ડના વિષયવાર વ્યવસ્થામાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ ચાલુ વર્ષ દરમિયાન જ પોતાના ગમતા વિષયો જે પોતાના પસંદગી પ્રાપ્ય સિલેબસ માં ન હોય તેવા વિષયની પરીક્ષા આપવા સ્વતંત્ર નિર્ણય લઇ શકશે આ નવી વ્યવસ્થાથી હાલમાં વિદ્યાર્થીઓ પોતે પસંદ કરેલા વિષય પ્રવહમાં જ આગળ વધવા બંધાઈ જાય છે ત્યારે નવી પરીક્ષા પદ્ધતિમાં હવે વિદ્યાર્થીઓને વિજ્ઞાન આર્ટસ કે વાણિજ્ય પ્રવાહના વિષયોમાં બંધાઈ રહેવું નહીં પડે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના ગમતા વિષયોની પરીક્ષા પણ આપી શકશે.
નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્કના મુસદ્દામાં ધો.12ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવાનો પ્રસ્તાવ છે. સાથે જ ધો.10 અને ધો.12ના પરિણામમાં અગાઉના ધોરણના ગુણ ઉમેરવાની ભલામણ પણ કરવામાં આવી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તૈયાર કરાયેલા ફ્રેમવર્કમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ સ્ટ્રીમના વિભાજનને નાબૂદ કરવાનો પણ પ્રસ્તાવ છે. કોરોના મહામારી દરમિયાન અભ્યાસક્રમને અડધો-અડધો વહેંચીને બોર્ડની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી. એ જ વ્યવસ્થાને કાયમી કરવાનો પ્રસ્તાવ ડ્રાફ્ટમાં છે.સરકાર નવા કરીક્યુલમ ફ્રેમવર્કને વર્ષ 2024-25ના સત્રથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે.
સરકારે ગુરુવારે એનસીએફના ડ્રાફ્ટને જારી કરીને લોકો પાસેથી સૂચનો મગાવ્યા છે. ડ્રાફ્ટમાં સ્કૂલી શિક્ષણના છેલ્લા ચાર વર્ષમાં ધો.9થી 12 દરમિયાન વિદ્યાર્થીઓને વિષયોની પસંદગીમાં સ્થિતિસ્થાપક બનવાનો પ્રસ્તાવ છે. વિષયોને આઠ સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં હ્યુમેનિટીઝમ, મેથેમેટિક્સ એન્ડ કમ્યુટિંગ, વોકેશનલ એજ્યુકેશન, ફિઝિકલ એજ્યુકેશન, આર્ટ્સ એજ્યુકેશન, સોશિયલ સાયન્સ, સાયન્સ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે.
ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે અને 10મા અને 12મા ધોરણનાં અંતિમ પરિણામમાં અગાઉના વર્ગના (વર્ષના) માર્ક્સ પણ ધ્યાનમાં લેવામાં આવશે, એમ નેશનલ ક્યુરીકુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ના ડ્રાફટમાં જણાવાયું છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને પગલે આ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે 11મા અને 12મા ધોરણમાંથી જ સાયન્સ, આર્ટ્સ, સાહિત્ય અને કોમર્સ પ્રવાહ નક્કી કરવાની જે પ્રથા છે એ કાઢી નાખવામાં આવશે. એનસીએફમાં છેલ્લે 2005માં ફેરફાર કરવામાં આવ્યા હતા.