20 પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે 20 દિવસ ટ્રેનિંગ લેશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમયમાં આ ઉણપને દૂર કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે બીસીસીઆઈ અર્જુન તેંડુલકર સહિત 20 ઓલરાઉન્ડરોને ખાસ ટ્રેનિંગ કેમ્પ માટે બોલાવ્યા છે. બીસીસીઆઈ એવા 20 યુવા ખેલાડીઓને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે જેઓ ફુલ-ટાઈમ ઓલરાઉન્ડર છે સાથે જ બેટિંગ અથવા બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ કેમ્પનું આયોજન એનસીએ ખાતે શરૂ કરવામાં આવશે, જે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. આ કેમ્પમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ બોલાવવામાં આવ્યો છે. અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ આઇપીએલ ડેબ્યૂ કર્યું હતું. ડાબા હાથના પેસ બોલિંગ ઓલરાઉન્ડરે સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે તેને બેટિંગમાં વધુ તક મળી ન હતી. જોકે તેણે ગોવા માટે રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે.પ્રકારની કુશળતામાં ટીમ માટે ઉપયોગી થઈ શકે. અર્જુન તેંડુલકર ઉપરાંત પંજાબના અભિષેક શર્મા, દિલ્હીના હર્ષિત રાણા, દિવિજ મેહરા, રાજસ્થાનના માનવ સુતાર જેવા નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાને પણ 20 દિવસ ય ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પમાં બોલાવવામાં આવ્યો છે ત્યારે 20 પ્રતિભાશાળી ખેલાડીઓ કે જે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે તેનો મુખ્ય હેતુ એ જ છે કે આવનારા દિવસોમાં તેઓ ભારતીય ક્રિકેટ માટે પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન યોગ્ય રીતે કરી શકે. હાલ જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં ઘણા ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને તેઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે આ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.