માટીકામ, મોતીકામ, ચર્મકામ, કચ્છી ભરતકામ,

બાંધણી, ઘરેણા, અજરખ બ્લોક અને ઘરેણા સહિતની ચીજવસ્તુઓ માટે આકર્ષણ: ૨૦મી સુધી આયોજન

ગુજરાત રાજયમાં ઉધોગ તથા ખાણ વિભાગ હસ્તક કમિશ્નર કુટિર તથા ગ્રામોધોગનાં નેજા હેઠળ ‘ઈન્ડેસ્ટ-સી’ એટલે કે ઈન્ડસ્ટ્રીયલ એક્ષટેન્શન કોટેજ દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮નું આયોજન રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે કરાયું છે. જેનો આજે પાંચમો દિવસ છે. હસ્તકલા મેળાનો ખુબ સારો લાભ લોકો લઈ રહ્યાં છે. જેમાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ પેચવર્ક, મશરૂ, ઘરેણા, દીવડા અને ગૃહ સુશોભનની અનેક ચીજવસ્તુઓ લોકો પસંદ કરી રહ્યાં છે ખરીદી કરી રહ્યાં છે. તા.૨૦મે સુધી આ હસ્તકલા મેળાનો લાભ લોકોને મળશે.

1 36બાભોર વિંછયાભાઈ પારસિંગભાઈ (દાહોદ, કારીગર) જણાવે છે કે હસ્તકલા મેળાનું સુંદર આયોજન કરાયું છે. જેમાં મોતીકામ અને વાંસકામની બનાવેલી વસ્તુઓ લોકો ખરીદી રહ્યાં છે. કૈલાશભાઈ મોચી (ગાંધીધામ, આણંદ)(કારીગર) જણાવે છે કે તેઓ લેધરથી બનતી બધી જ વસ્તુઓ બનાવે છે.

3 24તેમજ સરકાર દ્વારા આવા આયોજનો થતા રહે તો ગામડાઓના ગરીબ કારીગરોને પણ રોજગારી મળી રહે છે. નિતીન ડાયાભાઈ જગરિયા જણાવે છે કે ગરીબ કારીગરોનાં રોજગાર અર્થે ખુબ સારુ આયોજન કરાયું છે. બધી વસ્તુઓ ખુબ જ યુનિક, ફેશનેબલ તથા ખરીદવા લાયક છે. દરેક વસ્તુઓની ગુણવતા તથા કારીગર વેપારી ભાઈઓનો વ્યવહાર પણ વખાણવા લાયક છે. દરેક લોકોએ આ હસ્તકલા મેળાનો લાભ લેવા જેવો છે.

2 31નૈયનાબેન (જુનાગઢ, ગ્રાહક) જણાવે છે કે હસ્તકલાની વસ્તુઓ ખરીદવાનો શોખ છે તેથી રાજકોટનાં હસ્તકલા મેળામાં ખરીદી માટે આવ્યા છે. સ્વદેશી વસ્તુઓ જો આટલી ગુણવતાસભર હોય તો ખરીદવી જ જોઈએ તેમાં વેપારી અને ગ્રાહક બંનેનો ફાયદો છે. મકવાણા બકુલ વાલજીભાઈ (કારીગર) જણાવે છે કે તેઓ શિલ્ક પટોળા, ડ્રેસ મટીરીયલ, દુપટા, ચણિયાચોલી વગેરે

વસ્તુઓ બનાવે છે. કારીગરો માટે ખુબ જ સારું આયોજન છે. તેમજ લોકોનો પણ ખુબ જ વ્યવહારું પ્રતિસાદ મળી રહ્યો છે. આવા આયોજનોથી નાનામાં નાના કારીગરોને પ્રોત્સાહન મળતું રહે છે.

વિરાબેન ગેમન (ભજુડી, કારીગર) જણાવે છે કે આયોજન સુંદર છે વ્યવસ્થાઓ સારી છે. લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તથા આવક પણ પ્રમાણમાં ખુબ જ સારી છે. હિરાભાઈ પ્રાગજીભાઈ ચાવડા (અમદાવાદ, કારીગર) જણાવે છે કે ચંપલ બનાવવું એ વારસાગત ધંધો છે તથા બધી વસ્તુઓ જાતે જ બનાવેલી છે તથા ૪૨ વર્ષથી તેઓ આ કામ કરે છે. આવા આયોજનમાં ૧૬ વર્ષથી લાભ લે છે તથા ગુજરાત બહાર પણ જાય છે. બીજી બજાર કરતા સારી વસ્તુ સસ્તામાં મળી રહે તથા કારીગરોને રોજગાર મળે તેવું સુંદર આયોજન હસ્તકલા મેળાનું થયું છે. રાજકોટનાં આવા આયોજનમાં દર વર્ષ ખુબ કમાણી થાય છે. તેમજ બધી વ્યવસ્થા પણ ખુબ કાળજીપૂર્વક કરાવાય છે. ૧૦૧૦ની દુકાનો (સ્ટોલ) બનાવાયા છે.

રાજકોટના આંગણે આવા સુંદર મજાના હસ્તકલા મેળાનું આયોજન થયું છે જે તા.૨૦ સુધી યથાવત છે તો ગરીબ કારીગરોને પ્રોત્સાહન મળે રોજગારી મળી રહે તથા ખુબ જ યુનિક ચીજ-વસ્તુઓ ખરીદી માટે આ મેળાનો લાભ રાજકોટવાસીઓ લઈ રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.