સેમિનારમાં આર્શિવચન આપવા રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિ: સમગ્ર દેશનાં ૩૫૦ લાયબ્રેરી સાયન્સનાં તજજ્ઞો પેપર્સ રજુ કરશે: સમગ્ર આયોજનને લઈ આયોજકો ‘અબતક’ની મુલાકાતે
હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાની કોન્ફરન્સ ઈમરજીંગ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજીસ ઈન લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ થીમ પર રાજકોટ ખાતે રાજયમાં રાષ્ટ્રીય કક્ષાની સર્વ બીજી નેશનલ કોન્ફરન્સ તા.૯ જુનને રવિવારનાં રોજ પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટ ખાતે યોજાનાર છે જેને લઈ આયોજકો અબતકની મુલાકાત લીધી હતી.
આ કોન્ફરન્સ નેશનલ લાયબ્રેરી વીક અનુસંધાને સમગ્ર દેશમાંથી આશરે ૩૫૦ જેટલા લાયબ્રેરી સાયન્સનાં તજજ્ઞો ઉપસ્થિત રહેશે. જેમાં લાયબ્રેરીયને ઈન્ફોર્મેશન ઓફિસરની ભૂમિકા ખરાઅર્થમાં અદા કરી સાર્થક કરવાની હોય છે. ઉપયોગકર્તાને પર્યાપ્ત જ્ઞાન પ્રદાન કરી માહિતી આપવાની હોય છે. ઉકત કોન્ફરન્સમાં કરંટ ટેકનોલોજી ઈન લાયબ્રેરીસ, ડીજીટલ રાઈટ મેનેજમેન્ટ, વર્ચુઅલ રાઈટ મેનેજમેન્ટ, સોસીઅલ નેટવર્ક ટેકનોલોજી, વર્ચુઅલ રેફરન્સ સર્વિસ, કલાઉડ કોમ્પ્યુટીંગ સર્વિસ, પ્લેગેરીઝમ એન્ડ રિસર્ચ ઈથીકસ, ઈન્ફોર્મેશન એન્ડ નેટવર્ક સિકયુરીટી, આઈપીઆર એન્ડ કોપીરાઈટ ઈસ્યુ જેવા વિષયો પર ૩ ટેકનીકલ સેશનમાં આશરે ૬૩ પેપર્સ તજજ્ઞો દ્વારા રજુ થનાર છે.
ઉકત કોન્ફરન્સમાં જુદા-જુદા રાજયોની એઈમ્સ, યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, કેન્સર ઈન્સ્ટીટયુટ, કીડની ઈન્સ્ટીટયુટ, પેરામેડીકલ કોલેજનાં લાયબ્રેરીયન ઉપસ્થિત રહી માહિતીનું યુઝર્સને ઉપયોગી થાય તેવા જ્ઞાનકોષનું આદાન-પ્રદાન કરનાર છે. મહત્વનું છે કે, આ સેમિનારમાં આશીર્વચન આપવા માટે રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), ગુજરાત આરોગ્ય વિભાગનાં કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરી ડો.જયંતી રવી, મુખ્ય ગેસ્ટ તરીકે અંજલીબેન વિજયભાઈ રૂપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, નાયબ કુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, નેશનલ મેડિકલ લાયબ્રેરી ન્યુ દિલ્હીનાં ડાયરેકટર ડો.કે.પી.સિંઘ મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવી ધ્રુવ ઉપસ્થિત રહેશે.
જયારે ઉકત કોન્ફરન્સનાં સમાપન સમારોહમાં અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય, મુખ્ય અતિથી તરીકે અભયભાઈ ભારદ્વાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, સિવિલ સર્જન ડો.મેહુલભાઈ મહેતા, ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ ઉપસ્થિત રહેશે.