‘એડવાન્સમેન્ટસ એન્ડ ચેલેન્જીસ ઈન હેલ્થ સાયન્સ લાઈબ્રેરીયનશીપ પર તજજ્ઞો રીસર્ચ પેપર્સ રજુ કરશે
હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાની કોન્ફરન્સ ‘એડવાન્સમેન્ટસ એન્ડ ચેલેન્જીસ ઈન હેલ્થ સાયન્સ લાયબ્રેરીયનશીપ’ નીડ ઓફ ટ્રાન્સફોરમેશન ઓફ મેડીકલ એન્ડ એલાઈડ સાયન્સીસ લાયબ્રેરિયન શીપ ઈન ડીજીટલ એરા થીમ પર રાષ્ટ્રીય કક્ષાની સર્વ પ્રથમ નેશનલ કોન્ફરન્સ તા.૧૮ નવેમ્બર શનિવારના રોજ પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ ખાતે યોજાનાર છે.કોન્ફરન્સ નેશનલ લાયબ્રેરી વીક અનુસંધાને સમગ્ર દેશમાંથી ૩૯ સ્થાનો પરથી ૨૦૦ જેટલા લાયબ્રેરી સાયન્સના તજજ્ઞો ઉપસ્થિત રહેશે. હાલના માહિતી વિસ્ફોટ યુગમાં લાયબ્રેરીયને ઈન્ફોર્મેશન ઓફિસરની ભૂમિકા ખરા અર્થમાં અદા કરી સાર્થક કરવાની હોય છે. ઉપયોગકર્તાને પર્યાપ્ત જ્ઞાન પ્રદાન કરી માહિતીથી તરબોળ કરવાના હોય છે. કોન્ફરન્સમાં ડીજીટલ ટ્રેન્ડસ એન્ડ ટેકનોલોજીસ, કલાઉડ બેઈઝડ લાયબ્રેરી સર્વિસીસ, મેનેજમેન્ટ ઓફ ઈ-ક્ધટેન્ટ, ઈનોવેટીંગ લાયબ્રેરી સર્વિસ ટુ યુઝર્સ, લાયબ્રેરી રિસોર્સ સેરીંગ, નેટવર્કીંગ એન્ડ કોન્સોર્સીયા ફોર મેડિકલ એન્ડ પેરામેડિકલ લાયબ્રેરીઝ, મેનેજિંગ હ્યુમન રીસોર્સિંગ, નેશનલ સ્ટેટ પોલીસીસ ઓન હેલ્થ સાયન્સ લાયબ્રેરીઝ જેવા વિષયો પર ૩ ટેકનીકલ સેસનમાં પેપર્સ તજજ્ઞો દ્વારા રજૂ થનાર છે.કોન્ફરન્સમાં જુદા જુદા રાજયોની યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, કેન્સર ઈન્સ્ટીટયુટ, કીડની ઈન્સ્ટીટયૂટ, પેરામેડિકલ કોલેજના લાયબ્રેરીયન ઉપસ્થિત રહી વિસ્ફોટક માહિતીનું યુઝર્સને ઉપયોગી થાય તેવા જ્ઞાનકોષનું આદાન-પ્રદાન કરનાર છે. સાથે સાથે જ્ઞાનકોષનું વાસ્તવિક ખરાઅર્થમાં પણ નિરૂપણ થનાર છે. કોન્ફરન્સને મૂર્તિ મંત બનાવવા માટે મેડિકલ કોલેજના લાયબ્રેરિયન અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી રાજેશ એચ.ત્રિવેદી, ડો.કૌટિલ્ય શુકલ, ડો.શામજી પરમાર, ડો.સંજીવ શર્મા, સંજય લીંબાસીયા સાથે ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, હેલ્થ એન્ડ મેડિકલ એજયુકેશનના ડે.ડાયરેકટર ડો.આર.દીક્ષિત, મેડિકલ કોલેજના ડીન ડો.વાય.એસ.ગોસ્વામી નેશનલ મેડિકલ લાયબ્રેરી ન્યુ દિલ્હીના ડાયરેકટર ડો.કે.પી.સિંઘ ઉપસ્થિત રહેશે. તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજેશ ત્રિવેદી, દિલીપ ભટ્ટ, કલ્પેશ શાહે, વર્ષા જોષી, દેવલ મકવાણા, મહેન્દ્ર પટેલ, અરૂણ સોંદરવા, ઘનશ્યામસિંહ ગોહિલે કહ્યું હતું.