ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સહકાર પરિસંવાદનું આયોજન
અમરેલી ખાતે અમરડેરીના વિશાળ મેદાનમાં ગત તા.૧૪મીથી સહકાર સપ્તાહ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અમરેલી જિલ્લાની મુક્ય સહકારી સંસ્થાઓ દ્વારારાષ્ટ્રીય સહકાર સપ્તાહ અન્વયે આગામી ૨૦મી નવે. દેશભરનાં સહકારીઓનાં માંધાતા દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા અને તેની આખી સહકારી ટીમે સહકાર પરિસંવાદનું આયોજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાખ્યું છે.
આ સહકાર સપ્તાહનું આયોજન આયોજકો દ્વારા એવા શુભ હેતુથી રાખ્યું છે કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પનેસાકાર કરવાના હેતુથી કેન્દ્રીયમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા અને રાષ્ટ્રીય સહકારી આગેવાન નાફસ્કોબના ચેરમેન ઈફકોના વા. ચેરમેન દિલીપભાઈ સંઘાણી ના માર્ગદર્શન તળે જિલ્લાના સહકાર પરિવાર દ્વારા સહકાર સપ્તાહના સમાપન પ્રસંગે સહકાર પરિસંવાદનું આયોજન કરેલ છે.
વિશ્ર્વ શાંતિના પ્રણેતા સત્યના હિમાયતી, સ્વદેશીઉપાસક ગુજરાતના સત પુરૂષ પૂ. ગાધીબાપુની ૧૫૦મી જન્મજયંતિ ભારત સહિત સમગ્ર વિશ્ર્વ ઉજવીરહેલ છે. ત્યારે સરદાર પટેલના શ્ર્વેતક્રાંતિથી ગ્રોમધ્યાનનાં મંત્ર સાથે પશુપાલકો ને રોજગારી આપવા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશવાસીઓને સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર આપીને ગાંધી વંદના કરી છે. આ ગૌરવવંતી ગાથામાં સહકારી સેલ સામેલ થવા જઈ રહેલ છે.