સફાઈ કામદારોને લઘુતમ વેતન મળે અને આરોગ્ય બાબતના પ્રશ્ર્નોનો પણ ઉકેલ થાય તે માટે યોગ્ય કામગીરી કરવા સુચન
રાજકોટ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર આયોગના અધ્યક્ષ સને મીટીંગ યોજાઈ હતી. જેમાં અધિક કલેકટર, સફાઈ કામદાર વિકાસ નિગમના અધિકારીઓ સહિતના હાજર રહ્યાં હતા. આ મીટીંગમાં સફાઈ કામદારોના પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેને વિવિધ સુચનો કર્યા હતા.
આ બેઠકમાં સફાઈ કામદારોને મળતા મેડિકલ કાર્ડનો પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને નિયમોનુસાર મેડિકલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ની. જેના પરિણામે સ્વચ્છતા માટે કામ કરતા આ કામદારોને પુરતી સુવિધા મળતી ની. આ ઉપરાંત રજૂઆત કરવામાં આવી હતી કે, ચાલુ નોકરી દરમિયાન ઘણા કામદારોને ઈજાઓ પહોંચે છે, બીમારીઓ ાય છે કે પછી મૃત્યુ ાય છે તેમ છતાં અધિકારીઓ દ્વારા એક અવા બીજી રીતે વાંધા વચકા કાઢીને સફાઈ કામદારોને સહાય કરવામાં આવતી ની.આ મુદ્દાને કર્મચારી આયોગના ચેરમેને ગંભીરતાી સાંભળ્યો હતો અને અધિકારીઓને આ બાબતે તાકીદે પગલા ભરવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત સફાઈ કામદારોને લઘુતમ વેતન મળતુ ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ દ્વારા લઘુતમ વેતન બાબતે ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં પણ તેનું પાલન કરવામાં આવતું ની અને કામદારોને ૧૨૦ ‚પિયા જેવી નજીવી રકમ મળે છે જેનાી ઘરમાં બે ટકનું ભોજન લાવવું પણ આકરું પડે છે.
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, કોન્ટ્રાકટરો મોટાભાગના ‚પિયા ઘર ભેગા કરી દે છે અને કામદારોનું સતત શોષણ તું રહે છે. આ બાબતે સફાઈ કામદાર આયોગના ચેરમેને અધિકારીઓને સુચન આપ્યા હતા કે, સફાઈ કામદારોને લઘુતમ વેતન મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં સફાઈ કામદારોના પ્રશ્ર્ન સાંભળ્યા બાદ અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો અને સફાઈ કામદારોના પ્રશ્ર્નો ઉકેલવા માટે ખાસ ધ્યાન આપવા કહેવામાં આવ્યું હતું.