સ્ત્રીઓમાં મેદસ્વિતાને કારણે સ્તન કેન્સરનું જોખમ સૌથી વધારે
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સમાજમાં લોકોને કેન્સરના લક્ષણો, કેન્સર થવાના મુખ્ય કારણો અને તેની સારવાર વિષે માહિતગાર કરવાનો છે.7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે મનાવવાનું કારણ એ છે કે તે મેડમ ક્યુરીનો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમની શોધ કરી હતી. જેના કારણે કેન્સરના નિદાન માટે પરમાણુ ઊર્જા અને રેડિયોથેરાપીનો વિકાસ થયો હતો. જ્યારે આપણે કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે.
આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણી મોટાભાગની વસ્તી મૃત્યુ સાથે ’કેન્સર’ને સાંકળે છે. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે, પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે નિદાન કરાવામાં આવે તો, કેન્સરની સારવાર કરી શકાય છે, અને અંતિમ તબક્કાના કેન્સરનો ઉપચાર કરવો મુશ્કેલ હોવા છતાં, તબીબી વિજ્ઞાન છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણું વિકસ્યું છે કે જીવનની સારી ગુણવત્તાની સાથે તેમનું આયુષ્ય લાંબુ થઈ શકે છે. તેમ છતાં, કેન્સરને વહેલું શોધી કાઢવું અને પોતાને ઇલાજની વધુ સારી તક આપવી તે હંમેશા વધુ સારું છે. કેન્સરને વહેલું શોધવા માટે, આપણે આ રોગ વિશે જાગૃત રહેવું જોઈએ, જેનું મુખ્ય કારણ છે કે 2014 થી7મી નવેમ્બરને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
- યોગ્ય તકેદરીથી 40% જેટલા કેન્સર પ્રાથમિક તબક્કે જ રોકી શકાય છે: ડો. નીતિન જે. ટોલિયા (ઓન્કોસર્જન)
ડો. નીતિન જે. ટોલિયાએ અબતક સાથેની વાતચીમાં જનાવ્યું હતું કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાના 2 મુખ્ય હેતુ છે એક તો સ્ક્રીનીંગ પ્રોગ્રામ કરવા અને બીજું સમાજમાં લોકો માં જાગૃતતા ઊભી થાય કે કેસરના ચિહ્નોને જાણી ને તાત્કાલિક ડોકટર પાસે નિદાન કરાવી શકાય. કેન્સરના મુખ્ય 2 પ્રકારના કેન્સર છે જેમાં એક શરીરના અવયવોના કેન્સર અને બીજા લોહીમાં થતા કેન્સર.આ સાથે એમને જણાવ્યું હતું કે પહેલા એવું માનવામાં આવતું હતું કે ફક્ત વયોવૃદ્ધ લોકો માં જ કેન્સર થતા હોય છે પરંતુ હવે એવું નથી રહ્યું નાની ઉમરથી યુવાનોમાં વ્યસનોને કારણે યુવાનોમાં કેન્સર થતું જોવા મળી રહ્યું છે.અને એમાં પણ ખાસ કરીને 30 થી 40 વર્ષના યુવાનોમાં કેન્સર થાય એટલે તેની માઠી અસર આખા કુટુંબ પર આવતી હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં લગભગ દર વર્ષે 11 લાખ જેટલા કેન્સરના કેસીસ નોંધાઈ છે તેમાંથી મુખ્યત્વે સવા ત્રણ લાખ જેટલા કેન્સરના દર્દીઓના દર્દીઓના મૃત્યુ તમાકુને કારણે થાય છે મોટાંભાગના કેન્સરના કેસ ખરાબ જીવનશૈલી અને વ્યસનને કારણે નોંધાય છે પરંતુ જો પ્રાથમિક તબક્કે જ જો તેને રોકવામાં આવે તો 40% જેટલા કેન્સર અટકાવી શકાય છે. બ્રેસ્ટ કેન્સર એ વારસાગત કેન્સર ફક્ત 5% જેટલું જ હોય છે. એક દાયકામાં સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધારે હતું પરંતુ હવે સ્તન કેન્સરનું પ્રમાણ આપડા દેશમાં વધતું જાય છે.જેનું મુખ્ય કારણ મેદસ્વિતા છે.આ સાથે સ્ત્રીઓએ ગર્ભાશયના મુખના કેન્સર ન થાય તે માટે તકેદારીઓ લેવી ખૂબ જ આવશ્યક છે.
- તરૂણીઓને વેક્સિન આપી ગર્ભાશયના કેન્સરથી બચાવી શકાય: ડો.બબીતા હાપાણી (ઓન્કોલોજીસ્ટ)
ડો. બબીતા હાપાણી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર એક પ્રકારનો એવો રોગ છે શરીરમાં કોષ વધવાથી થાય છે. આ કોષનોે નાશ થતો નથી જેને કારણે એક ગાંઠ ઉત્પન્ન થાય છે જેને આપડે કેન્સર કહેતા હોય છે. આપણે આજકાલ હોર્મોન્સ , વાયરસ અને પ્રદૂષણ થી પણ ઘેરાયેલા હોય છીએ જેના કારણે આપડા શરીરમાં કેન્સર ઉત્ત્પન્ન થઈ શકે. આપડી જીવનશૈલી માટે મહત્વની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જેટલી સારી આપડી જીવનશૈલી હશે કે જેમાં પૌષ્ટિક આહાર, 7 થી 8 કલાકની પૂરતી ઉંઘ , તણાવ મુક્ત જીવન જીવીએ તથા વ્યાયામ કરીએ એ પણ મહત્વનું છે. આજકાલ જંકફૂડ એ એક ફેશન બની ગયુ છે પરંતુ એ સૌથી વધુ આપડા શરીરને નુકશાન કરતું હોય છે.જેથી દરેક વ્યક્તિએ પોતાના માટે સમય કાઢીને શરીરનું વજન, લોહીના ટકા તેમજ અસામાન્ય ન રૂઝાતું ચાંદુ છે કે નહિ ખાસ કરીને સ્ત્રીઓને અનિયમિત રક્તસ્રાવ થતો હોય વગેરેની જાત તપાસ કરવી જોઈએ.એમાં પણ દુખાવા વિનાની કોઈ ગાંઠ હોય તો એ પણ કેન્સરના ચિહ્નો કહેવાય છે.
એમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તમાકુને કારણે મોઢાનું કેન્સર સૌથી વધુ જોવામાં મળે છે. આ સાથે સ્ત્રીઓ માટે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરથી ચેતવા માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરથી બચવા દર મહિને નક્કી કરેલી તારીખે સ્વ તપાસ પણ કરવી જોઈએ.આ સાથે ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા પેહલેથી જ 13 થી 19 વર્ષની દીકરીઓને વેક્સિન આપવી જોઈએ જે હવે સરકાર તરફ થી પણ મળી રહે છે. જંકફૂડ અને પ્રદૂષિત વાતાવરણ પણ કેન્સરને નોતરે છે:
- ડો. ગૌતમ એસ માકડિયા (મેડિકલ ઓન્કોલોજીસ્ટ)
ડો. ગૌતમ એસ માકડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સરને હરાવવા માટેનું મુખ્ય હથિયાર એ તેની વહેલી તકે લેવા માટે આવતી તકેદારી એટલે કે અર્લી ડિટેકશન છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે મોઢાના કેન્સર તથા સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.આ સાથે તેમણે જણાવ્યું હતું કે વારંવાર થાક લાગવો, ન રૂઝાતું ચાંદુ તેમજ અસામાન્ય વજનનો ઘટાડો પણ છે. આ સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે ત્યારે આપણે પશ્ચિમી દેશોની જીવનશૈલી તથા તેઓની ખોરાકની આદતો અપનાવતા થાય છીએ . જેને કારણે આપડું બેઠાડું જીવન વધી રહ્યું છે.
આ સાથે મેદસ્વિતા અને વાતાવરણમાં પ્રદૂષણ પણ વધી રહ્યું છે જે પણ કેન્સલ થવાનું કારણ છે. ખોરાક વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આજના સમયમાં ખેડૂતો દ્વારા શાકભાજી તેમજ ફળોમાં વધારે પડતો જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય છે જેને કારણે સમાજની સામાન્ય જનતા તેમજ ખેડૂતોમાં પણ કેન્સર થવાના ચાન્સીસ વધતા જતા હોય છે. જંક ફૂડ તેમજ પેકેટ ફૂડ નું કેમિકલ પણ કેન્સર થવાના ચાન્સીસ માં ભાગ ભજવે છે. તથા તથા સુગર વાળો ખોરાક ટાળીને પૌષ્ટિક ખોરાક જેવા કે ફળો, દૂધ ડ્રાયફ્રૂટ્સ વગેરેનો આહાર લઈ આ સાથે આપણે પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ જેથી આપણે જીવનશૈલી ને હેલ્ધી બનાવી શકીએ જે અપડને રોગોને સામે લડવાની શક્તિ આપે છે