ઓડીટીંગ પર ધોરણોનું પ્રાયોગિક પાસાને લગતા મુદાઓ ઉપર આપ્યું માર્ગદર્શન
રાજકોટ આઈ.સી.એ.આઈ ખાતે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે ઓડિટીંગના ધોરણોના વ્યવહારુ પાસાં પર પર સેમિનાર યોજાર્યો હતો. સાથે રાજકોટ બ્રાન્ચમાં સીએ ઇન્સ્ટિટયૂટના સમંગ્ર દેશના વડા સી.એ. દેબાસીસ મિત્રા અને ઉપપ્રમુખ સી.એ. અનિકેત તલાટી મુલાકાતે આવ્યા હતા . અને સીએ તથા સીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ સેમિનારનું ઉદ્ઘાટન આઈ.સી.એ.આઈ. ના રાષ્ટ્રીય પ્રમુખ સી.એ. દેબસીસ મિત્રા તથા રાજકોટ બ્રાંચના ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સાથે અમદાવાદથી સી.એ. સંજય શાહ સાથે ઓડિટીંગ પર ધોરણોનું પ્રાયોગિક પાસુ ને લગતા મુદ્દાઓ ઉપર માર્ગદર્શન તેમજ વક્તવ્ય આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં પુરા સૌરાષ્ટ્રમાંથી સી.એ. મેમ્બર્સ અને સી.એ. વિદ્યાર્થીઓએ હાજરી આપેલ હતી . આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા માટે રાજકોટ શાખાના ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ , વાઈસ ચેરમેન સી.એ. ભાવિન દોશી , સેક્રેટરી સી.એ. મૌલિક ટોલિયા , ટ્રેઝરર સી.એ. મિતુલ મેહતા , કમિટી મેમ્બર્સ સી.એ. સંજય લાખાણી તથા સી.એ. રાજ માર્વાણીયા , સ્ટુડન્ટ કમિટીના ચેરમેન સી . તેજસ દોશી એ ભારે જહેમત ઉઠાવી હતી.