૩૦૦થી વધુ સ્ટોલ, નેશનલ સ્પીકરના વક્તવ્ય, લિટ્રેચર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન:અગાઉ ૨-વખત રદ થયેલો બૂક ફેર હવે યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રેસકોર્સ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્તરના બૂકફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ભૂતકાળમાં કદી ન યોજાયો હોય તેવો ભવ્ય પુસ્તક મેળો રાજકોટના આંગણે યોજાશે અને તેના આયોજન માટે ચર્ચા-વિચારણા કરવા આજે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ખાતેએક બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું
પુસ્તક મેળા સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સભ્ય તરીકે તમામ કોલેજના લાઈબ્રેયનને સમાવવામાં આવ્યા છે. ૯મી ફેબ્રુઆરી રોજ યોજાનારા આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. અંદાજે ૩૦૦થી વધુસ્ટોલ ધારકો આ બૂકફેરમાં ભાગ લેશે તેમજ દેશભરમાંથી નેશનલ સ્પીકરના વક્તવ્ય આપવા માટેઆવનાર છે.
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સિન્ડિકેટ સભ્ય અને પુસ્તક મેળાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મેહુલભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ બૂકફેર સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાત માટે ઐતિહાસિક બની રહેવાનો છે.
બૂકફેરની સાથોસાથ લિટ્રેચર ફેસ્ટિવલ પણ યોજવામાં આવશે જેમાં સમગ્ર ભારતમાંથી સારા સ્પિકર અને સેલિબ્રિટીને બોલાવવામાં આવશે.
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેગા બૂકફેરનું આયોજન કરવામાટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ આયોજન નિષ્ફળ નીવડ્યું હતો અને બૂકફેર યોજી શક્યો ન હતો ત્યારે આ મુદ્દે યુિનવર્સિટીએ નેશનલ બૂકફેરનું આયોજન કરવા માટે સમિતિની રચના કરી છે જેથી કોઈ મુશ્કેલીન સર્જાય.