ઈરાદાપૂર્વક ડીફોલ્ટર થનારા લોન ધારકો સામે નાણાંકીય દંડની સાથે નવા કાયદા મુજબ કેદની સજા જેવા આકરા પગલા લેવામા આવશે નાણાંમંત્રી નિર્મલા સીતારમનની તાકિદ
દેશમાં આવેલી વિવિધ બેંકોના વહીવટમાં એકસુત્રતા આવે તે માટે સ્વ. વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ વર્ષ ૧૯૬૯માં બેંકોનું રાષ્ટ્રીયકૃતકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ, દરેક બેંકોનો વહીવટ સરકારની સીધી દેખરેખ નીચે સંચાલન બોર્ડ કરીને કરવામા આવી રહ્યો છે. પરંતુ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોર્ડ દ્વારા થઈ રહેલુ સંચાલનમાં લોન આપનારા અધિકારીઓની જવાબદારી વિશેષ નકકી કરાય નથી જેના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોન લઈને ઈરાદાપૂર્વક ધુંબા મારનારા લોન ધારકોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૦ ટકાનો ચિંતાજનક હદે વધારો થવા પામ્યો છે.
રાષ્ટ્રીયકૃત બેંકોના લોન આપવાની કામગીરી કરનારા ભ્રષ્ટ સ્ટાફને ફોડી લઈને વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી, અનિલ અંબાણી, ગોયલ જેવા આર્થિક કૌંભાંડકારો પબ્લીક લીમીટેડ કંપની બનાવીને કરોડો અબજો રૂા.ની લોનો લઈને બાદમાં હાથ ઉંચા કરી દેતા હોય છે. જેના કારણે બેંકોમાં રોકાર કારનારા સામાન્ય નાગરીકોના મરણ મૂડી ધોવાઈ જતી હોય છે. આવા ડિફોલ્ટર જાહેર થયા બાદ અત્યાર સુધી આર્થિક દંડ સિવાય આકરી સજાની જોગવાઈ ન હોય આવા આર્થિક કૌભાંડકારો કંપનીને લોનમાં મળેલા નાણા ખાનગી ઉપયોગમાં લઈને વિદેશોમાં નાસી જતા હોય છે. અથવા સ્વીસ જેવી વિદેશી બેંકોમાં જમા કરાવી દેતા હોય છે. તાજેતરમાં આવલે અહેવાલ મુજબ વિદેશોની બેંકોમાં ભારતીયોનાં ૩૪ લાખ કરોડ રૂા. બે નંબરી પડેલા છે.
વિદેશોની બેંકોમાં રહેલા ભારતીયોના ૩૪ લાખ કરોડ રૂા.ના બે નંબરી રકમ ભારતમાં લાવવામાં આવે તો દેશના આગામી ૧૦ વર્ષના બજેટ ટનાટન થઈ શકે તેમ છે. રાષ્ટ્રીયકૃત બેંકોને ધુબા મારનારાઓની વધતી જતી સંખ્યા સામે ખાનગી ક્ષેત્રની બેંકોમાં ડિફોલ્ટર લોન ધારકોની સંખ્યામાં એકદમ ઓછી જોવા મળે છે. તે પાછળનું કારણ એ છે ખાનગી કે સહકારી બેંકો લોન આપતા પહેલા અનેક કક્ષાએ પૂરતી ચકાસણી કર્યા બાદ જ લોન મંજૂર કરતી હોય છે. જેથી મોટાભાગની ખાનગી કે સરકારી બેંકોમાં એનપીએ શુન્ય જોવા મળે છે. જેથી ખાનગી ક્ષેત્રની બેંકોની જેમ રાષ્ટ્રીયકૃત ક્ષેત્રની બેંકોમાં પણ લોન મંજૂર કરનારાઓ તથા ઈરાદાપૂર્વક ડીફોલ્ટર થનારા લોન ધારકો સામે આકરી સજાની જોગવાઈની માંગ ઉઠવા પામી છે.
દેશમાં વર્ષ ૨૦૧૪-૧૫થી માર્ચ ૨૦૧૯ સુધીમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોન લઈને ઈરાદાપૂર્વક ધુંબા મારનારાઓની સંખ્યા ૬૦ ટકા વધીને ૮,૫૮૨ સુધીએ પહોચ્યાનું નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં એક પ્રશ્ર્નના લેખીત જવાબમાં જણાવ્યું હતુ આ ઈરાદાપૂર્વક ધુંબા મારનારા લોન ધારકો લોનની ચૂકવણી કરવા માટે સક્ષમ હોવા છતાં જાણી જોઈને લોન ચૂકવવામાં અખાડા કરી રહ્યા છે. તેમ જણાવીને સીતારમને ૨૦૧૪-૧૫થી આવા લોનધાર ડિફોલ્ટરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૫-૧૬માં વધીને ૬,૫૭૫ થયો હતો. જે ૨૦૧૬-૧૭માં ૭,૦૭૯ અને ૨૦૧૭-૧૮માં ૭,૫૩૫ની સંખ્યા પર આંકડો પહોચ્યો હતો.
આવા વિવાદાસ્પદ ડિફોલ્ટરો સામે રીઝર્વ બેંકના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત, આવા ડીફોલ્ટરોને બેંકો કે નાણાંકીય સંસ્થાઓ દ્વારા વધારાની લોન કે અન્ય નાણાંકીય સુવિધાઓ અપાતી હતી ઉપરાંત આવા ડીફોલ્ટરોના નવા સાહસો પર લોન આપવા સામે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમ જણાવીને સીતારમને ઉમેર્યું હતુ કે આવા ડિફોલ્ટરો પણ છેલ્લા પાંચ નાણાંકીય વર્ષ દરમ્યાન ૭,૬૫૪ કરોડ રૂા.ની વસુલાત કરવામા આવી છે. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડશ મુજબ ૮,૧૨૧ કેસો વસુલાત માટે કરવામાં આવ્યા છે.
સરફેસી એકટની જોગવાઈઓ મુજબ આવા ૬,૨૫૧ ડિફોલ્ટરો સામે કેસ દાખલ કરીને તેમની સંપતિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમ જણાવી સીતારમણે ઉમેર્યું હતુ કે જયાં જરૂરી હોય ત્યાં આવા ડિફોલ્ટરો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામા આવી છે. આવા ૨,૯૧૫ ડિફોલ્ટરો સામે એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત નાદારી અને નાદારી કોડ ૨૦૧૬ હેઠળ ડિફોલ્ટરોને નાદારીની રીઝોલ્યુશન પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવી દેવામાં આવ્યા છે. ભારતીય અધિકાર ક્ષેત્રમાંથી ભાગી જતા વિલબંતી ડીફોલ્ટરો સામે અસરકારક પગલા લેવા ફયુજીટીવ ઈકોનોમીક ઓફેન્હર્સ એકટ ૨૦૧૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે.
જાહેર ક્ષેત્રની બેંકોનાં ઈરાદાપૂર્વકના આવા ડિફોલ્ટરોના ફોટોગ્રાફસ પ્રકાશિત કરવા તેમજ તેના પ્રમોટરો અને ડીરેકટરોના પાસપોર્ટની પ્રમાણીત નકલ તથા ૫૦ કરોડ રૂા.થી વધુની લોન લેતી કંપનીઓનાં અધિકૃત હસ્તાક્ષરો મેળવવાની સલાહ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. તેમ સીતારમને જણાવ્યું હતુ.