- પ્રશિક્ષણ વર્ગમાં 15 થી 40 વર્ષનાં 250 યુવાનોને આત્મસુરક્ષા સાથે રાષ્ટ્ર સુરક્ષા માટે કરાશે તાલીમબધ્ધ
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા
- આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રત્યેક હિન્દુને સમૃધ્ધ સશકત બનાવવા માટે સક્રિય: રણછોડભાઈ ભરવાડ
‘જયશ્રી રામ’ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિેદ-સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય બજરંગદળનાં યુવાનો માટે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન આગામી તા.21 થી 26મે ના સ્વામિનારાયણ ગુરૂકુળ ત્રંબા આર.કે.કોલેજ પાછલ ભાવનગર રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.જેમાં 15 થી 20 વર્ષનાં યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેમાં યોગાસન કરાટે , રાયફલ શુટીંગ, લાઠીદાવ, બાધા, નિરંદાજી, ટ્રેકીંગ રમત સમતા જેવા શારીરીક તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખીને બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય બજરંગદળએ યુવાનોનું સંગઠન છે. રાષ્ટ્રીય બજરંગદળનો મુખ્ય ધ્યેય ‘વિર હિન્દુ વિજેતા હિન્દુ’ હિન્દુ સુરક્ષા સ્મૃધ્ધિ, સન્માન, સંસ્કાર સાથે આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ હિન્દુત્વ, દેશભકિત સાથે સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનો શારીરીક, માનસીક બૌધ્ધિક રીતે સક્ષમ બને તે માટે ભારતભરમાં આપ પ્રકારનાં યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનાં આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ ત્રંબા ખાતે છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જિલ્લામાંથી 250 જેટલા યુવાનો આ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ મેળવશે તેમ રણછોડભાઈ ભરવાડ અધ્યક્ષ ગુજરાત કેન્દ્રીય મંત્રી દ્વારા જણાવવામાં આવેલ છે.
યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે ડો. ગોવિંદભાઈ ગજેરા (અધ્યક્ષ સૌ.પ્રાંત) બકુલભાઈ ખાખી (કા.અધ્યક્ષ), હિંમતભાઈ બોરડ, શશીકાંતભાઈ પટેલ, નિર્મળસિંહ ખુમાન, વસંતભાઈ પટેલ, જયસુખભાઈ બુટાણી, જેન્તીભાઈ પટેલ, વનરાજસિંહ ખેર, બીજલભાઈ રબારી, જગદીશભાઈ વડોદરીયા, ચંદુભાઈ વાળા વગેરે એએચપી સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારી તમામ જિલ્લાના પ્રવાસ સાથે વર્ગની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
અબતકની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાતના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડએ અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચિતમાં જણાવ્યું હતુ કે, રામમંદિરનો બની ગયેલ હવે રામરાજય આવવું જોઈએ. એવું કહી શકાય કે એક હજાર વર્ષ પછી સામૂહિક સંઘર્ષ બાદ વિજય થયો છે. સાડા ચારસો વર્ષમાં સંઘર્ષ કયો હર્તો.
હવે હિન્દુ સમૃધ્ધ, સુરક્ષીત સન્માનીત રહે આરોગ્ય ગરીબો, કિશાનો, વેપારીઓની ચિંતા થાય તે રામરાજયની કલ્પના છે. તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની અને ડો. તોગડીયાની સમૃધ્ધ સલામત અને સુરક્ષીત હિન્દુની કલ્પના છે. હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે જણાવું છું કે આખા દેશમાં ડો. તોગડીયાનો હિન્દુત્વ માટે કાર્ય કરવાનો ઉદેશ્ય હતો તે આજે દેશના 475 જિલ્લામાં ફરે છે.
ડો. પ્રવિણ તોગડીયાંએ દેશભરમાં હિન્દુ હેલ્પ લાઈન શરૂ કરેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પહેલા જે પરિસ્થિતિમાં કાય કર્રતું આજે પણ એજ પરિસ્થિતિમાં કાર્યકરે છે.
આગામી 21 થી 26 મે દરમિયાન ત્રંબા ખાતે રાષ્ટ્રીય બજરંગદળોનો વર્ગનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશના 47 સ્થાનો પર વર્ગોથઈ રહ્યા છે. સંગઠનનો ધ્યેય એ હતો કે દેશમાં હિન્દુત્વના આધાર પર રાજસતા ચાલે હું 32 વર્ષથી સંગઠન સાથે જોડાયેલો છું જેને રાષ્ટ્ર કે હિન્દુત્વ માટે કાર્ય કરવું છે તે સતા આધારિત નહી બને. હિન્દુત્વએ સર્વાંગી વિકાસની વ્યવસ્થા છે. અમારો ઉદેશ્ય હિન્દુત્વના આધારે સતા બને તેવો છે. આજે નહી તો કાલે થશે જ…
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં યુવાનોને શું કામગીરી આપવી તેમનો વ્યકિતગત વિકાસ કેમ થાય તેવી કામગીરી થશે. તેવી જ રીતે રાષ્ટ્રીય કિશાન પરિષદ કામ કરે છે. જેમાં ખેડુતોને વધુમાં વધુ ભાગ મળે, પ્રોડકશન કોસ્ટ નીચે કેવી રીતે આવે તેવા કાર્યો કરવામાં આવનાર છે.
યુવાઓના શૌર્ય પ્રશિક્ષર વર્ગ યોજાનાર છે. જેમાં સવારથી શરૂ થઈ રાતના 10 વાગ્યા સુધીનાં કાર્યો રહે છે. જેમાં બે કલાક યોગ, આસન, સહિતની શારીરીક કસરતો કરાવાશે ત્યારબાદ બૌધ્ધિક વિષયો સમાજની સ્થિતિ, ધર્મ, સંસ્કાર, વિશે ચર્ચા કરાશે.
આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભકિત સાથે સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાઓમાં શારીરીક માનસીક બૌધ્ધિ રીતે સક્ષમ બને તે માટે બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતમાં યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ ત્રંબા ખાતે યોજાનાર છે. જે જિલ્લામાંથી 250 યુવાનો શોર્ય પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ લેશે.