દિલ્હી સીસીઆઇએમ તથા ગુજરાત આયુર્વેદ બોર્ડનું આયોજન: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે ઉદધાટન નાયબ મુખ્યમંત્રી પટેલ, આરોગ્ય મંત્રી ચૌધરી અને આયુષ મત્રી નાયક રહેશે ઉ૫સ્થિત

આગામી તા. ૩૦ એ વિજયાદશમીના રોજ દિલ્હી સીસીઆઇએમ તથા ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા નેશનલ આયુર્વેદ સમીટ-૨૦૧૭નું આયોજન મહાત્મા મંદીર-ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. આ એક દિવસીય આયુર્વેદ સ્નાતકોની કોન્ફરન્સમાં અંદાજીત સમગ્ર ગુજરાતમાંથી ૮ થી ૧૦ હજાર આયુર્વેક ડોકટર્સ હાજર રહેશે. સૌરાષ્ટ્રમાંથી પણ ખુબ જ મોટી સંખ્યામાં ડોકટર્સની હાજરી રહેવાની છે. જે અંગે વિગત આપવા ડોકટર્સ જયેશ રાજયગુરુ, જયસુખ મકવાણા, ભગવાનજી ફળદુ, ઉન્નતીબેન ચાવડા, કાર્તિક જોશી, રમેશ શાપરા, સંજય વખારીયા, બીનાબેન મડીયા, વિશાલ ભીમજીયાણી અને કાદરીભાઇ સહીતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.કાર્યક્રમનું ઉદધાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાતના નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી છે.ઉપરાંત આયુષ ના મંત્રી શ્રીપાદ નાયક, આયુષ સ્પે. સેકેટરી ડો. રાજેશભાઇ કોટેચા, ગુજ. આયુ. યુનિ. ના વાઇસ ચાન્સલર ડો. સંજયભાઇ ઓઝા તેમજ દરેક રાજયોનાં સીસીઆઇએમ સભ્યો, દેશના તમામ આયુ. કાઉન્સિલરના ચેરમેન આયુર્વેદ યુનિ.ના વાઇસ ચાન્સલર સહીત રાષ્ટ્રીય લેવલના અંદાજીત ૧૫૦થી વિશેષ મહાનુભાવો આ સમીટના મહેમાન બનશે.મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમના ઉદધાટન બાદ સવારે સાયન્ટીફીક સેશન તથા બપોરના સાયન્ટીફીક સેસન્સમાં અલગ અલગ વિષયો પર દિલ્હી તેમજ દેશના નિષ્ણાંત વૈદ્યો દ્વારા રીસર્ચ પેપર રજુ કરશે અને કોન્ફરન્સમાં ગુજરાતના તમામ આયુર્વેદ પ્રેકટીશ્નરો, ગર્વે મેડી. ઓફીસર તેમજ તમામ આયુર્વેદ કોલેજના પ્રોફેસર્સ વિઘાર્થીગણ સાથે જ્ઞાનનો લાભ લેશે.ડો. વૈઘો માટે રજીસ્ટ્રેશન નિ:શુલ્ક છે.સમીટમાં ઉ૫સ્થિત તમામ વૈઘોને જનરલ તેમજ આયુર્વેદ પ્રેકટીસમાં અતિ ઉપયોગી અને મુલ્યવાન એવો સોફટવેર પણ કીટ સાથે આપવામાં આવશે.એસોસિએશન દ્વારા તમામ શહેરમાંથી આવવા જવા માટે નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.સમીટને સફળ બનાવવા માટે ડો. ભરતભાઇ બોધરા, ડો. મેહુલભાઇ રૂપાણી, ના માર્ગદર્શન હેઠળ ડો. સંજીવભાઇ ઓઝા, ડો. વિક્રમભાઇ ઉપાઘ્યાય સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.કાર્યક્રમમાં આવવા ઇચ્છતા સૌરાષ્ટ્રના ડોકડર્સ મો. ૯૮૨૫૫ ૮૩૬૧૮ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.