કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરીની ઉપસ્થિતિમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં સેનિટેશન ચેરમેન અશ્ર્વિન ભોરણીયાએ એવોર્ડ સ્વીકાર્યો
ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડના ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રોજેક્ટની કેન્દ્રના એક ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન એફેર્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ઉપરોક્ત પ્રોજેક્ટને સર્ટીફીકેટ ઓફ મેરીટ માટે પસંદ કરવામાં આવી છે. તેમ મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું છે.
નવીદિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સ કમ એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના હાઉસીંગ એન્ડ અર્બન એફેર્સ વિભાગના મંત્રી હરદીપસિંઘ પુરીની ઉપસ્થિતિમાં સમારંભ યોજાયેલી. સમારંભમાં ભાગ લેવા તથા એવોર્ડ સ્વિકારવા રાજકોટ મહાનગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ. તુવર દિલ્હી ખાતે ગયા હતા.
ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામેલા ૧૦૦ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે તે શહેરની ઓથોરીટીને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટસ માટે પ્રોત્સાહન મળી રહે તે આશય સાથે સ્માર્ટ સિટી એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ હેઠળ, શ્રેષ્ઠ પ્રોજેક્ટ હાથ ધરતા શહેરોને આ એવોર્ડ આપવામાં આવે છે.
રાજકોટ શહેરનો ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અંતર્ગત બીજો નંબર પ્રાપ્ત થયેલ અને ભારત સરકારન હાઉસિંગ અને અર્બન વિભાગના તેમજ સ્માર્ટ સિટી મિશનન ડિરેક્ટર કુનાલ કુમારન વરદ હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ જે સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ. તુવરે સ્વીકારેલ.