ઓર્ગેનિક લીંબુ, અથાણા અને શાકભાજીની સોડમ છેક દિલ્હી સુધી પહોચી
મુળી તાલુકાના ગૌતમગઢના પ્રગતિશીલ અને અનેક એવોર્ડથી સન્માનીત હમીરસિંહ પરમારને સેન્ટર ફોર કવોલીટી એન્ડ ફુડ સેફટી નવી દિલ્હી તરફથી વર્લ્ડ ફુડ ડેની ઉજવણી પ્રસંગે નેશનલ ફુડ હિરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
હમીરસિંહ પરમાર 2008થી ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ 220 થડ લીંબુ સાથેનો 3 એકરનો બગીચો ધરાવે છે. જેમાં ચીકુ, જામફળ, આંબો, જાંબુ, ખારેક બોર જેવા વૃક્ષોનું પણ વાવેતર કરેલ છે. તેઓએ ડ્રીપ વસાવેલ છે. સેન્ટ્રીય ખાતર જાતે બનાવીને ઉપયોગ કરે છે. ગૌમૃત લીંબડો અને આંકડા સાથેની દવા પણ જાતે બનાવીને ઉપયોગ કરે છે. પોતાનું મીની ટ્રેકટર છે.
ખેતર ફરતે વૃક્ષોની જીવંત વાડ છે. વચ્ચેના ભાગમાં તમામ પ્રકારના શાકભાજી ચણા અને ડુંગળીનું વાવેતર કરી તેનું સારુ ઉત્5ાદન મેળવે છે.ચોમાસામાં જયારે લીંબુના ભાવ ઓછા હોય ત્યારે લીંબુનું તેલ વગરનું મીઠુ અથાણુ બનાવે છે જેની બજારમાં ખુબ સારી ડિમાન્ડ છે. અન્ય ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પોતાના ફાર્મ પર સ્વખર્ચે શીબીરનું પણ આયોજન કરીને ખેડુતો માર્ગદર્શન આપે છે,
તેઓ આત્મા તથા કેવીકે સાથે પણ સંપર્કમાં રહીને મીટીંગોમાં હાજર રહે છ અને ત્યાંથી મળેલ માહીતી ખેડુતો સુધી પહોચાડે છે. તેઓએ આત્માનાં સહયોગથી ત્રણ રાજયોનો પ્રવાસ કરેલ છે. અને બાગાવતી ખાતાના સહયોગથી ત્રણ રાજયોનો પ્રવાસ કરેલ છે. જયાં પ્રગતિશીલ ખેડુતો અને કૃષિ યુનિ. ની મુલાકાત દ્વારા મળેલ જાણકારી અન્ય ખેડુતને આપેલ છે.
આ અગાઉ તાલુકા લેવલ, જીલ્લા લેવલ, તેમજ રાજયકક્ષાના બે એવોર્ડથી સન્માનીત કરાયા હતા. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી દુકાન એક અને પહેલીવાર આ એવોર્ડ મળેલ છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં પ ખેડુતોને જ આ એવોર્ડ મેળવેલ છે.