ખીચડી ગુજરાતના લગભગ દરેક ઘરમાં બનતી જ હશે.વળી ખીચડી એ એક એવું ભોજન છે જે ગરીબોને પણ પરવડે તેવું છે. આ ખીચડી દેશ-વિદેશમાં પ્રખ્યાત થઇ ચૂકી છે. ત્યારે હવે ખીચડીને રાષ્ટ્રીય ખોરાકનું સન્માન મળવા જઇ રહ્યું છે. દાળ-ચોખા અને અન્ય મસાલાઓથી બનેલી ખીચડી હવે દેશનું રાષ્ટ્રીય ભોજન બનવા જઇ રહી છે. 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં ખાદ્ય દિવસ ઉજવવામાં આવશે. જેમાં ખીચડીને દેશનું સુપર ફૂડ જાહેર કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે ખીચડીને ભારતીય ભોજન તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એવો તર્ક આપ્યો હતો કે અમીર હોય કે ગરીબ ખીચડી દરેકને પસંદ આવે છે. એક રીતે ખીચડી એ વ્યંજનોનો રાજા છે. ખીચડી સ્વાસ્થય માટે પણ લાભકારક છે. ઓછા ખર્ચે ટૂંક સમયમાં જ જલદીથી તૈયાર થઇ જાય છે. ખાદ્ય દિવસ પર 4800 કિલોની ખીચડી તૈયાર કરવામાં આવશે. જેનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ્સ રેકોર્ડમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું છે કે ખીચડીને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે માર્કેટિંગ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત