રેલવે ડિવિઝને વર્ષ દરમિયાન ૧.૨૯ લાખ યુનિટ ઉર્જાની બચત કરી રૂ.૯.૩૯ લાખની વિજળી બચાવી

પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનને ઉર્જા સંરક્ષણ માટે સંસન (ઈન્સ્ટિટયૂશન) કેટેગરીમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે રાષ્ટ્રીય સ્તર પર દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઉર્જા મંત્રાલય-ભારત સરકારના બૂરો ઓફ એનર્જી ઓફિશિએન્સી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તાજેતરમાં વિજ્ઞાન ભવન, નવીદિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં આ પુરસ્કાર રાજકોટ ડિવિઝન રેલ્વે મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલ અને સિનિયર ડિવિઝન ઈલેકટ્રીકલ એન્જિનિયર અર્જૂન એ.શ્રોફને વિદ્યુત અને નવકરણીય મંત્રી આર.કે.સિંહ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું.

રાજકોટ ડિવિઝનના આ ઉચ્ચ સન્માન વિશેષ ઉર્જા વપરાશમાં મહત્વપૂર્ણ સુધાર માટે આપવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા વર્ષ દરમિયાન વીજળી બચત અભિયાન ચલાવવામાં આવ્યું તા સ્ટાફને જ‚ર ન હોવા પર વીજળી પંખા વગેરે બંધ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા જેના પરિણામ સ્વ‚પ રાજકોટ ડિવિઝનના વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ડિવિઝન ઓફિસમાં ૧.૨૯ લાખ યુનિટ અને ૯.૩૭ લાખ ‚રૂપિયાની બચત થઈ. ઉલ્લેખનીય છે કે, ઉર્જા સંરક્ષણના ક્ષેત્રમાં રાજકોટ ડિવિઝનને અલગ અલગ કેટેગરીમાં પાછલા પાંચ વર્ષોી સતત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે જે એક અનોખી ઉપલબ્ધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.