૨૦૦ જેટલા છાત્રો હિન્દી, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્ર ભક્તિના ગીત ગાશે
ભારતીય વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા યોજાશે. રાજકોટમાં યોજાનારી આ સ્પર્ધા છે જેનું યજમાન પદ સૌપ્રમવાર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતને પ્રાપ્ત યું છે. આ સ્પર્ધાના આયોજન માટે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના તમામ પદાધિકારીઓ સહિત રાજકોટમાં કાર્યરત ૫ બ્રાંચો આનંદનગર, રામકૃષ્ણનગર, રણછોડનગર, નટરાજનગર અને અયોધ્યા શાખાના હોદ્દેદારો તા તમામ સભ્યો છેલ્લા ત્રણ માસી આ સ્પર્ધાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.
તા.૨૨ને રવિવારના રોજ અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ પેડક રોડ રાજકોટ ખાતે સવારના ૯ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં સમારોહના ઉદ્ઘાટક તરીકે સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી રામકૃષ્ણ મિશન રાજકોટ રહેશે અને સમારોહના અધ્યક્ષ તરીકે અજય દત્તા રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સમારોહ અતિિ તરીકે સીતારામ પારીક પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય સમન્વયક ઉપસ્તિ રહેશે. ત્યારબાદ ઉપસ્તિ નવ રીજીયન ટીમો દ્વારા હિન્દી, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષામાં પોતાની કૃતિ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બપોરના ત્રણ (૩) કલાકે સમાપન સમારોહ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અધ્યક્ષ સને સમાપન સમારોહ યોજાશે. જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંકનો ચેરમેન નલીનભાઈ વસા ઉપસ્તિ રહેશે અને સમારોહના અધ્યક્ષ સને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.સુરેશચંદ્ર ગુપ્તા રહેશે. જેમાં ત્રર વિભાગમાં પ્રમ ત્રણેય વિજેતા ટીમોને અતિિઓના હસ્તે સન્માનપત્ર મોમેન્ટો તા ગિફટ આપીને સન્માનીત કરવામાં આવશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલ છે. જેમાં ભોજન સમિતિ-બકુલભાઈ દુધાગરા અને વિઠ્ઠલભાઈ સોજીત્રા, યાતાયાય સમિતિ ગૌતમભાઈ પટેલ અને ભરતભાઈ લીંબાસીયા, આવાસ સમિતિ નરેન્દ્રભાઈ ભાડલીયા અને કાળુભાઈ પાનસુરીયા, રજીસ્ટ્રેશ સમિતિ જયંતભાઈ દુધાત્રા અને રમેશભાઈ દુધાત, સ્ટેજ સુશોભન સમિતિ, શ્રીમતિ પ્રિનાબેન આરદેસણા અને વિરલબેન પારેખ, પ્રચાર સમિતિ, મહેશભાઈ તોગડીયા, સ્ટેજ સમિતિ કિરીટભાઈ નંદાણીયા અને પિયુષભાઈ બાબરિયા, તબિબિ સમિતિ ડો.ભાવીનભાઈ ધમસાણીયા સંભાળી રહ્યાં છે. ઈવેન્ટ ફજાનચી તરીકે સુરેશભાઈ ઠક્કર અને જેઠસુરભાઈ ગુજરીયા સંભાળી રહ્યાં છે.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા સોવેનિયર પણ પ્રસિધ્ધ નાર છે. જે અખિલ ભારતીય સ્તર પર ૧૫૦૦ જેટલી શાખાઓ તા ૭૦,૦૦૦ સદસ્ય પરિવારોને ત્યાં પહોંચતી કરવામાં આવશે. સોવેનિયર સંયોજન તરીકે ડો.તેજસ પૂજારા, કાર્તિકેયભાઈ પારેખ અને કનૈયાલાલ ભાવનાની સેવા આપી રહ્યાં છે. કાર્યક્રમમાં છાત્રો હિન્દી, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રભક્તિ ગીત રજૂ કરશે.
આ સ્પર્ધાના આયોજન માટે પરિષદનાં રાષ્ટ્રીય એનજીએસસીના ચેરમેન ડી.બી.ચિતલેજી, મંત્રી, એનજીએસસી હિંમતસિંહ રાઠોડ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ કાનૂનગોના માર્ગદર્શન હેઠળ આ સમૂહગાન સ્પર્ધાના આયોજન કલ્પેશ શાહ, સહસંયોજક કિરીટ નંદાણીયા, રાકેશભાઈ સોરઠીયા તેમજ રાજકોટની શાખાનાં પદાધિકારીઓ સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં છે.