મોરબીના ખોખરા હનુમાન ધામના પવિત્ર આંગણે પૂજ્ય કેશવાનંદ બાપુની કૃપાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વેદ વિધાલયનું ઉદઘાટન કરાયું હતું.આજે સંતો, મહંતો અને રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના બેલા ગામને આંગણે અને ખોખરા હનુમાન ધામને પ્રાંગણે વેદ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી.
જેનું ઉદઘાટન કેશવાનંદ બાપુની કૃપાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું.સંત કનકેશ્વરી દેવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના ઇન્દોરના મહાસચિબ કૈલાશ વિજયવર્ગીય, સંત કનકેશ્વરી દેવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વાગત પ્રવચન, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા.
ખોખરા હનુમાન ખાતે આ પ્રસંગે નિતીન પટેલે સંબોધન કરતા કહ્યું કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલની જેમ જ્યારે સતા પર હોય ત્યારે બધા આમંત્રણ આપે છે અને ઉદઘાટનનું આમંત્રણ જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે આપવામાં આવ્યું હતું પછી નવી સરકારની રચના થઈ અને પક્ષે જવાબદારી સોંપી છતાં પણ માતાજીનો ફોન આવ્યો કે તમારે તો આવવાનું જ છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો નથી છતાં પણ તેઓને બોલાવવામાં આવ્યા છે આજ તેનો આનંદ છે.’