૧પ જુલાઇએ મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં પૌષધ શાળાનું લોકાર્પણ અને ઐતિહાસિક સમુહ ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. એવમ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. તથા સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઇ મ.સ. આદર્શ યોગીની પૂ. પ્રભાબાઇ મ.સ. આદિ ઠાણા ૭પની નિશ્રામાં નૂતનીકરણ દ્વાર ઉદધાટન તથા ગુરુવર્યોનો આગમોત્સવ મંગલ પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રોયલ પાર્ક ઉ૫ાશ્રયના મહિલા મંડળ દ્વારા આગમના ભાવો તથા દ્વાર ઉદધાટન અવસરના ભાવ રજુ કરતો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. ધર્મનગરી રાજકોટના નવલા નઝરાણા સમાન શહેરના ગૌરવપંથ કાલાવડ રોડ પાસે આવેલ સ્વ. ગાદીપતિ પૂ. ગીરીશચંદ્રજી  મ.સા.માર્ગ ઉપર આવેલ રોયલ પાર્ક સ્જા. જૈન મોટા સંઘની પાવન અને પરમ ભાગ્યશાળી ભૂમિ ઉપર સમુહ ઐતિહાસિક ચાતુર્માસ  યોજાવાનું છે તે ભુમિ ઉપર આગામી રવિવારના રોજ ચતુર્વિદ સંઘ અને ગણમાન્ય શ્રેષ્ઠિવર્યો તેમજ સૌરાષ્ટ્રભરના જૈન અગ્રણીઓની વિશેષ

ઉ૫સ્થિતિમાં સી.એમ. શેઠ પૌષધશાળા નામકરણ સાથે દ્વાર ઉદધાટન થશે.

આગામી રવિવારથી ર૧ દિવસસુધી આગમ વાંચના નો કાર્યક્રમનો આયોજન રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ ખાતે રાખેલ છે. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આગમના ગૂઢ રહસ્યો એકદમ સરળ શૈલીથી સમજાવશે. જિજ્ઞાસુ અને આગમ વાંચનામાં વિશાળ પ્રમાણમાં લાભ લેવા નમ્ર અનુરોધ કરેલ છે. કે રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ ખાતે ઐતિહાસિક સમુહ ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ તથા સી.એમ. શેઠ પૌષધશાળા લોકાપર્ણનો કાર્યક્રમ આગામી જુલાઇ માસમાં તા. ૧પ જુલાઇને રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

ચતુર્વિધ સંઘ સાથે સવારે ૬.૧૫ કલાકે કાલાવડ રોડ માન સરોવર એપાર્ટમેન્ટથી ગુરુવર્યોની સ્વાગત યાત્રા શરુ થશે. સવારે ૭ થી ૮.૪૫ સુધી સમારોહમાં જેમાં સમુહ આગમ ગાથાનું અઘ્યાયન તેમજ ઉગસગ્ગહર મંત્રના રાષ્ટ્રસંતના સ્વમુખે જાપનું બીજો તબકકો શરુ થશે ત્યારબાદ તવકારથી હરકિશનદાસ માણેકલાલ કામદાર પરિવાર હ. પૂજાબેન ભાવેશભાઇ કામદાર તરફથી રાખવામાં આવેલ છે. સી.એમ. શેઠ પૌષધશાળામાં આદી ઠાણા-૭૩નો મંગલ પ્રવેશ નિમીતે ૮૮ પૌષધશાળા વ્રત થયેલ છે તે આરાધકોનું બહુમાન થશે.

રાજકોટના નવા વરાયેલા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ વિગેરેનું સન્માન કરવામાં આવશે. ગયા રવિવારે વિરાણી પૌષધશાળાના જાપ દરમ્યાન જે ભાઇ-બહેનોએ ચિત્ર-આકાર સ્પર્ધા તથા ગુરુવર્યોનો સંદેશમાં ભાગ લીધેલ છે. તેના  ઇનામનો ડ્રો આ રવિવારે ૭ થી ૮.૪૫ ના કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.