આજે વિશ્વ લેગ્સ કેન્સર દિવસ
સૌરાષ્ટ્રના પાટનગરમાં આરોગ્ય સેવાનો યજ્ઞ ચલાવતી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની માનવસેવા “બેમિસાલ”
ફેફસાના કેન્સરથી બચવું હોય તો બીડી સિગારેટ પીવાની આદતને જીવનમાં કરી દો “નો એન્ટ્રી”ડો. શ્રેયસ ઢોલરીયા
વિશ્વમાં ફેફસા ના કેન્સર સામે તકેદારી અને જાગૃતિ માટે એક ઓગસ્ટના રોજ લંગ્સ કેન્સર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આજે અબ તક હેલ્થ વેલ્થમાં લંગ્સ કેન્સર અંગે વિસ્તૃત માહિતી માટે ડોક્ટર શ્રેયશઢોલરીયા એ અબ તક હેલ્થ વેલ્થ માં વિસ્તૃત ચર્ચા કરી હતી
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર રાજકોટમાં 50 વર્ષ પહેલા કેન્સર સામે જંગ જીતવા નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ નું નિર્માણ થયું હતું, આજે સમયની સાથે આધુનિક ટેકનોલોજી સાથે કાર્યરત નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ની સારવારે કેન્સર એટલે કેન્સલ ની ઉક્તિ બદલીને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ કેન્સર પીડિત દર્દીઓને મોતના મુખમાંથી ઉગારવાનું કાર્ય પૂરજોશમાં ચલાવાઈ રહ્યું છે.
આજે એક ઓગસ્ટના વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે ડોક્ટરશ્રેયશઢોલરીયા એ અબ તક ના હેલ્થ વેલ્થ કાર્યક્રમમાં ફેફસાના કેન્સરના કેન્સર અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી
પ્રશ્ન ફેફસાના કેન્સર ની વ્યાખ્યા શું?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ફેફસુ ઘણી બધી કિસીકાઓનું બનેલ મલ્ટી પર્પસ ઓર્ગન છે, આ કિસીકાઓ ની વૃદ્ધિ માં અનિયમિતતા આવે તે અનિયંત્રિત થાય અને ગાંઠ બની જાય તેને ફેફસાનું કેન્સર કહેવાય.
પ્રશ્ન ; ફેફસાના કેન્સર માં લાઈફ સ્ટાઈલની કેવી અસર થાય છે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ફેફસાના કેન્સર માટે લાઈફ સ્ટાઈલ ની અસર ની વાત કરીએ તો ધુમ્રપાન ફેફસાના કેન્સર માટે સૌથી વધુ પ્રબળ કારણ બને છે ,ધુમ્રપાનથી ફેફસાના કેન્સરની શક્યતા વધે છે તેમાં બે મત નથી, ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ કહીએ તો તે માત્રને માત્ર ધુમ્રપાન છે અન્ય ઘણા કારણો છે પણ મુખ્ય કારણ તો ધૂમ્રપાનજ ગણાય
પ્રશ્ન; ફેફસાના કેન્સર ના પ્રારંભિક લક્ષણો શું હોય છે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : સામાન્ય રીતે ફેફસાના કેન્સરના દર્દી ડોક્ટર પાસે પહોંચે ત્યાં સુધીમાં કેન્સરની સ્થિતિ ત્રીજા સ્ટેજે પહોંચી ગઈ હોય છે કારણ કે પ્રારંભિક તબક્કામાં કેન્સરની ગાંઠ ની કોઈ અસર દેખાતી ન હોય હોવાથી દર્દીને આ મહામારી ની જાણ થતી નથી, દર્દીને કોઈ તકલીફ જ પડતી ના હોય તો તે શા માટે ડોક્ટર પાસે આવે? સામાન્ય લક્ષણોમાં ઉધરસ, ક્યારેક ઉધરસમાં લોહી પડવું ,પીઠનો દુખાવો ,છાતી અને હાથમાં દુખાવો ,ભૂખ ન લાગવી ,વજન અ કારણસર ઓછું થવું ,પીઠના પાછળના નીચેના ભાગે દુખાવો થવો, અતિશય માથું દુખવું જેવા લક્ષણો લંગ્સ કેન્સરના ગણી શકાય
પ્રશ્નો લંગ્સ કેન્સરપ્રીકોસન અને અગમચેતી થી અટકાવી શકાય ?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ચોક્કસપણે સાવચેતી થી કોઈપણ આફત નિવારી શકાય ,પ્રિકોશન ઇસ બેટર થેન ક્યોર ,ફેફસાને બચાવવા માટે જો આપણે ધુમ્રપાન છોડી દઈએ અથવા દૂર રહીએ તો ફાયદો થાય જ. અને ધુમ્રપાન છોડી દઈએ તો ફેફસાનો કેન્સર આગળ વધતું જ અટકી જાય
સ્કીનિંગ થી ફાયદો થાય 35 થી 50 વર્ષની વ્યક્તિ 20 વર્ષથી દરરોજની 20 બીડી કે સિગારેટ પીતા હોય તો તેમને સો ટકા સ્કેનિંગ કરાવી લેવાય જો એ વ્યક્તિએ ધુમ્રપાન છોડી દીધું હોય તો પણ સ્કેનિંગ કરાવે
પ્રશ્ન કેન્સરની સારવાર સાથે તમે વર્ષોથી જોડાયેલા છો તમારો પરિચય અને તમારો અનુભવ વાચકોને જણાવશો?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : હું અમદાવાદ બી જે મેડિકલ કોલેજ માંથી એમબીબીએસ અને એમએસ થયો ત્યાર પછી ત્યાર પછી ડી એન બી જયપુરમાં મે
કેન્સર સ્પેશિયાલિટી ની ડિગ્રી લીધી, ત્યાર પછી એક વર્ષની ફેલોશીપ ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ મુંબઈ ખાસ ફેફસા અને અન્નનળી માં કરી ત્યાર પછી છેલ્લા પાંચ વર્ષથી હું નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં ફુલ ટાઈમ કોંકો સર્જન તરીકે સેવા આપું છું.
પ્રશ્ન; તમે પાંચ વર્ષની પ્રેક્ટિસ દરમિયાન કેન્સરના કેવા કેવા પ્રકારના ફેફસાના કેન્સર ના દર્દીઓ જોયા અને કેવી સારવાર કરી?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ડોક્ટર પાસે પહોંચતા કેન્સરના દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં હોય છે ,જો પ્રારંભિક તબક્કામાં જ અમારી પાસે દર્દી પહોંચી જાય તો દર્દીઓમાં કોઈ લક્ષણ દેખાતા ન હોય પણ અન્ય તપાસમાં કેન્સરની ગાંઠ દેખાય છેમ બાકી મોટા ભાગના દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયા બાદ જ ડોક્ટર પાસે પહોંચે છે
પ્રશ્ન ફેફસાના કેન્સરની સ્થિતિ ભારતમાં શું છે અને તેમાં રાજકોટ વિશે તમે શું કહો છો?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ભારતમાં કુલ નોંધાતા કેન્સરના દર્દીઓમાં 10% ફેફસાના કેન્સરના કેસ હોય છે અમેરિકા બ્રિટન સહિતના દેશોમાં કેન્સરથી મૃત્યુ માં ફેફસાના કેન્સરનું પ્રમાણ 5 થી 10% જેટલું છે રાજકોટમાં પણ ફેફસાના કેન્સર ના દર્દીઓ તમામ કેન્સર કરતા તો વિશેષ નોંધાય છે
પ્રશ્ન ફેફસાના કેન્સર અટકાવવા માટે કેવા પ્રકારની સામાજિક જાગૃતિ ની જરૂર છે અને તે માટે તમારા તરફથી શું પ્રયત્ન થાય છે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ફેફસાનું કેન્સર અટકાવવા માટે ખાસ કરીને ધુમ્રપાન સામે સામાજિક જાગૃતિ અસરકારક બને અને કેન્સરના દર્દીઓ સમયસર સ્કેનિંગ એટલે કે તપાસ કરાવી લે તો આવનાર મૃત્યુ પણ અટકાવી શકાય ફેફસાના કેન્સરમાં ધુમ્રપાન સામે સામાજિક જાગૃતિ અસરકારક કામ કરે અને અમે પણ આ દિશામાં સતત પ્રયત્નશીલ હોઈએ છીએ
પ્રશ્ન ભારતના વ્યસનના રવાડે ચડી ગયેલા યુવાનો ને તમે શું સંદેશો આપો છો?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ભારત યુવાનોનો દેશ છે અને એ યુવાનો વ્યસન તરફ ધકેલાતા હોય તો ધુમ્રપાનથી આર્થિક નુકસાન સાથે પોતે અને પરિવાર પણ બરબાદ થાય છે આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ નિમિત્તે હું તમામ યુવા વર્ગને સમાજન ધુમ્રપાનથી દૂર રહેવા અપીલ કરું છું
પ્રશ્ન ફેફસાના કેન્સરની સારવાર અને નિદાન આપની હોસ્પિટલમાં કેવી રીતે થઈ રહી છે?
ડો. શ્રેયસ ઢોલરીયા : ફેફસાના કેન્સરમાં બે તબક્કામાં તપાસ થાય છે પ્રથમ તબક્કામાં કેન્સર છે કે નહીં તે જાણવું અને પછી થયેલું કેન્સર કેટલું ફેલાયેલું છે તેનું નિદાન થાય છે, કેન્સરની સાબિતી માટે બાયોપસી, કરવામાં આવે છે જેમાં કેન્સરના પ્રકાર અને સ્થિતિ ની જાણકારી મળે છે, નિદાન થયા પછી શરીરમાં કેન્સર કેટલું ફેલાયેલું છે તેની તપાસ થાય છે કેન્સર કયા સ્ટેજમાં પહોંચ્યું છે તેના માટે સીટી સ્કેન અને પેટ સ્કેન કરવામાં આવે છે ત્યાર પછી સારવાર નક્કી કરવામાં આવે છે.
પ્રશ્ન કેન્સરના પ્રથમ સ્ટેજના અને અંતિમ સ્ટેટ ના દર્દીઓની સારવાર કેવી રીતે થાય છે? આ સારવારમાં આધુનિક ટેકનોલોજી નો કેટલોક અને કેવો ઉપયોગ થાય છે ?તે જણાવશો?ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરીકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એટલે ગાંઠ હોય તો ગાંઠ દૂર કરાય છે, બીજા સ્ટેજમાં પણ સર્જરીથી ટ્રીટમેન્ટ થઈ શકે છે પરંતુ તે વધારે જટિલ હોય છે અથવા સાથે સાથે કીમો અથવારેડિયો થેરાપી નો ઉપયોગ થાય છેમ ત્રીજા સ્ટેજમાં સર્જરીનો કોઈ વિકલ્પ રહેતો નથી તેમાં કીમો થેરાપી અને રેડિયો થેરાપી જ કારગત નિવડે છે અને ચોથું સ્ટેજ એટલે કે કેન્સર ફેફસા ઉપરાંત અન્ય અવયવોમાં પણ ફેલાઈ ગયું હોય તેમાં માત્ર કીમો થેરાપીથી જ ઈલાજ થાય છેએડવાન્સ મેડિકલ સાયન્સ નો ફેફસાના કેન્સરના ઈલાજમાં પણ હવે ઉપયોગ થાય છે અંતિમ સ્ટેજના દર્દીઓને પણ ઓછામાં ઓછી સમસ્યાઓ સાથે સારી રીતે ટિટ કરી શકાય છેપ્રશ્ન આધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ લંગ્સ કેન્સર ટ્રીટમેન્ટમાં કેવો થાય છે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : મશીનરીમાં આધુનિક સીટી સ્કેન અને પેટ સ્કેન ની સગવડ છે તેનો સ્ટેજિંગ નક્કી કરવામાં અને નિદાન નક્કી કરવામાં ઉપયોગી થાય છે ફેફસાની ગાંઠ શરીરની અંદર હોવાથી બહાર દેખાતી નથી તેના માટે મશીનરી ઉપયોગી થાય છે અને રેડિયો થેરાપી આપવામા પણ તેનો ઉપયોગ થાય છે
પ્રશ્ન ફેફસાના કેન્સરમાં સમયસર ની સારવાર દર્દીને જીવત દાન આપી શકે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ચોક્કસપણે સ્ટેજ વન સ્ટેજ સેક્ધડ અને અને એડવાન્સ સ્ટેજમાં પણ જો યોગ્ય સમયસર સારવાર મળી જાય તો દર્દી અવશ્યપણે મોતને પણ મહાત આપી શકે..
પ્રશ્ન ફેફસાના કેન્સર સહિતના ગંભીર રોગમાં દર્દીએ ડોક્ટરનો સંપર્ક કેવી રીતે કરવો જોઈએ?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ડોક્ટરના સંપર્કમાં પણ બે જ વાત આવે જો વર્ષોથી ધુમ્રપાન કે વ્યસન ની આદત હોય અને ઉધરસ જેવી સમસ્યા હોય કે ન હોય પણ વર્ષમાં એકાદી વારતો ડોક્ટરને તબિયત દેખાડી દેવી જોઈએ, વર્ષમાં એક વાર છાતીનું સ્કેનિંગ કરાવી લેવું જોઈએ અને નિષ્ણાતોની સલાહ લેવાથી આવનારી મુશ્કેલીઓ ટાળી શકાય, ઉધરસ કે લોહી પડવા જેવી કોઈ સમસ્યા સામે આવે તો તાત્કાલિક તબિયત દેખાડી દેવી જોઈએ
પ્રશ્ન;નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ની 50 વર્ષની સેવા સાધના અને કેન્સર સામેની ઝુંબેશના યજ્ઞ વિશે તમારું શું કહેવાનું છે?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા :નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ તમે કહ્યું એમ ખરેખર સેવા યજ્ઞનું ધામ છે પોતાના કોઈ ફાયદા વગર આ સંસ્થા માનવતા ને લક્ષમાં રાખીને ચાલે છે માત્ર ને માત્ર આરોગ્ય સેવા પૂરી પાડવા ના ઉદેશ્યથી જ હોસ્પિટલ અને ટ્રસ્ટીઓ સેવા આપી રહ્યા છે
પાંચ વર્ષથી હું આ હોસ્પિટલમાં જોડાયેલો છું મારી સદનશીબી છે કે હું આ સેવા યજ્ઞમાં સહભાગી થાવ છું, આજની તારીખે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં સ્તન ફેફસા સહિતના કેન્સર ઓની નિદાન સારવાર ની વ્યવસ્થા છે અને કેન્સર સ્વ લગ્ન જાગૃતિ અને બચાવ ની અનેક પ્રવૃત્તિઓ અહીં થાય છે હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કેન્સર જાગૃતિ મહા અભિયાન સતત પણે ચલાવવામાં આવે છે અને તેનો સમાજ ખૂબ જ મોટો લાભ થાય છે
ફેફસાના કેન્સર અંગે પ્રવૃત્તિ માન્યતા ગેરમાન્યતા અંગે તમે શું કહો છો?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : ફેફસાના કેન્સર ને લઈને માન્યતા અને વાસ્તવિકતા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે જે પારકો અઘરું છે ત્યારે મારી એક જ સલાહ છે કે માન્યતા નું સમાધાન પોતે કરવાના બદલે તુરંત જ શંકા જાય એટલે યોગ્ય ડોક્ટર પાસે જઈને તેનો નિદાન કરાવી લેવું
પ્રશ્નો અમારા વાંચોને તમે કઈ હેલ્થ ટિપ્સ આપશો?
ડોક્ટર શ્રેયસ ઢોલરીયા : આજે વિશ્વ લંગ્સ કેન્સર દિવસ છે ત્યારે હું બીજું કંઈ જ નથી કહેવાનો તમામને મારી અપીલ કે ધુમ્રપાન સહિત તમામ વ્યસનનો ત્યાગ કરો તો તમે કુદરતે આપેલું અમૂલ્ય જીવન પૂર્ણ અને સુખરૂપ જીવી શકશો
ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણો
ઉધરસ, ક્યારેક ઉધરસમાં લોહી પડવું ,પીઠનો દુખાવો ,છાતી અને હાથમાં દુખાવો ,ભૂખ ન લાગવી ,વજન અ કારણસર ઓછું થવું ,પીઠના પાછળના નીચેના ભાગે દુખાવો થવો, અતિશય માથું દુખવું જેવા લક્ષણો લંગ્સ કેન્સરના પ્રારંભિક લક્ષણો ગણી શકાય