ચાલો… મધર્સ ડે અવસરે વીર માતાઓના ઉપકારને યાદ કરીએ….
મે માસના બીજા રવિવારના દિવસને સમગ્ર વિશ્વ “મધર્સ ડે તરીકે ઉજવે છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન દર્શન અણમોલ છે. આગમકાર ભગવંતોએ એટલું વિપુલ અને અમાપ સાહિત્ય આપેલું છે કે કોઈ પણ પ્રસંગ કે ઘટના આગમના માધ્યમથી ઉજાગર કરી શકાય છે. ચિલ્ડ્રનર્સ ડે આવે ત્યારે નાના બાલૂડા અયવંતાની યશોગાથા વણેવાય. ફાધર્સ ડે ના દિવસે પ્રભુ મહાવીરના ઉપકારી પિતા રાજા સિધ્ધાથેને યાદ કરાય, વિશ્ર્વ જળ દિવસ હોય તો અપકાય ( પાણી)ના જીવોની દયા કેમ પળાય તે આગમના માધ્યમથી વણેન કરાય. આગામી તા.૧૨/૫/૧૯ રવિવારે મધર્સ ડે છે તો ચાલો પ્રસ્તુત વિષય ઉપર ચિંતન કરીએ.
એમ કહેવાય છે કે “માઁ નો અથે દુનિયાની બધી જ ભાષાઓમાં “માઁ જ થાય છે.માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે માઁ નો ફાળો અમૂલ્ય છે. ચીં…ચીં…કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે. અંગ્રેજીનું ખૂબ સરસ વાક્ય છે… ગોડ કુડ નોટ બી રીચ એવરી વેર, ધેરફોર હી મેઈડ મધર્સ. કવિ બાલમુક્ધદ દવેએ પણ આ જ વાત કરી કે “ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય તેથી તેણે માતાનું સજેન કર્યુ હશે.
કયારેક અચાનક ઠેસ વાગે ને તો સૌથી પહેલાં માઁ યાદ આવે.એ..‘મા’ બોલાય જાય.એટલે જ કવિ કહે છે…
અણધાયો આવી ઘટમાં દુ:ખના ઘા, નાભિથી વેણ નીકળે,મોઢે આવે મા.આઠ – દશ વર્ષના એક બાળકની માતાનું અચાનક અવસાન થતાં નિર્દોષ બાળક બોલી ઉઠ્યો…મારા માટે તો આખા જગતનું મૃત્યુ થઈ ગયું છે.બાળક કહે છે…હવે કોણ મારી શાંતિથી, પ્રેમથી, વાત્સલ્યથી, સ્નેહથી સાર સંભાળ લેશે ? હવે કોણ કહેશે કે બેટા તું જમ્યો ? એટલે જ કહેવાય છે કે પિતાને ભલે “ઘરનો મોભ કહેવાય પરંતુ “ઘરનું છાપરૂ અને છજ્જુ તો માત્ર માતા જ બની શકે.
જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં ત્રીજા ઠાણે આગમકાર ભગવંતોએ ફરમાવ્યું કે જગતમાં ત્રણનો ઉપકાર કદી વાળી શકાતો નથી તેમાં જન્મદાત્રી માતાને પ્રથમ સ્થાન આપેલું છે. મધસે ડે હોય અને વીર માતા ત્રિશલાના ઉપકારને કેમ વિસરી શકાય ? તારક તીથઁકર ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરને પોતાની કૂખે જન્મ દેનારી રત્નકુક્ષિણી ત્રિશલા માતાનો ઉપકાર જિન શાસન ઉપર અનંતો છે. “ત્રિશલા માતા એટલે વાત્સલ્યની મૂર્તી .પોતાના ગભેમાં રહેલા બાળકનું હલન – ચલન થોડી વાર માટે સ્થિર થતાં જ માતા ત્રિશલા ચિંતીત બને છે કે મારા બાળકને કાંઈ થયું તો નહીં હોય ને ? પ્રભુ મહાવીરની પ્રથમ માતા દેવાનંદા મોક્ષમાં અને માતા ત્રિશલા બારમા દેવલોકે બીરાજમાન છે. ગર્ભથી લઈને પોતે જીવે ત્યાં સુધી પોતાના બાળકોની ખેવના કરે તેને મા કહેવાય .
ઈતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે ધન્ય છે ભગવાન શ્રી રામની માતા કૌશલ્યાને, શ્રી કૃષ્ણની માતા જશોદાને, અર્જુનની માતા કુંતીને, વિવેકાનંદજીની માતા ભુવનેશ્ર્વરીને, ગાંધીજીની માતા પુતળીબાઈને.. હા શિવાજીની માતા જીજાબાઈને કેમ ભૂલાય ! શિવાજીને નિંદરુ ના આવે, માતા જીજાબાઈ બાળ ઝૂલાવે.આજે પણ એવી ઘણી માતાઓ છે કે પોતાના વ્હાલસોયા સંતાનોને પારણામાં જ સાધુ વંદના,રત્નાકર પચ્ચીસી સંભળાવતા હોય છે. મધસે ડે અવસરે જગતની સર્વે માતાઓને ભાવપૂર્વકના વંદન.