બે લાખ વૃક્ષો વાવવાનાં લક્ષ્યાંકનો ૪૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી કરાયો શુભારંભ
શહેરમાં ગ્રીન કવર વધારવા માટે મહાપાલિકા દ્વારા ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૨ લાખ વૃક્ષો વાવવાનો હરીયાળો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે વિશ્ર્વ પર્યાવરણ દિને શહેરમાં ન્યારી ડેમ સાઈટ, વોર્ડ ઓફિસ, ગાંધી મ્યુઝીયમ, રેસકોર્સ સહિતનાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવ્યો છે.
શહેરનાં વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં આવેલી વોર્ડ ઓફિસમાં આજે ૭૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આલ્ફેડ હાઈસ્કુલ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૫ ફુલછોડ અને ૧૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ન્યારી ડેમ સાઈટ ખાતે ૪૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રેસકોર્ષ બગીચા ખાતે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાન્ડની બાજુમાં આવેલ બગીચામાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, નાયબ કમિશ્નર સી.કે.નંદાણી, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ ડાયરેક્ટર ડો.હાપલીયા, ગાર્ડન સુપર વાઈઝર પી.ડી. ડઢાણીયા તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ શહેરના વોર્ડ નં.૦૯માં પેરેડાઈઝ હોલની સામે, નવી બનેલ લાઈબ્રેરી સામે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, વોર્ડ નં.૦૯ પ્રભારી ડો.ગિરીશભાઈ ભીમાણી, પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, મહામંત્રી કમલેશભાઈ શર્મા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.૦૬માં શક્તિ સોસાયટીમાં આવેલ વોડર ઓફીસ નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૬ પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા, મહામંત્રી જગાભાઈ રબારી, દુષ્યંતભાઈ સંપટ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ. તેમજ વોર્ડ નં.૦૭માં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.