અબતક, રાજકોટ
રાજયમા ઘણા નસીંગ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી વીરગતિ ને પામ્યા છે રાજયભરનો આ મૃત્યુ આંક ર0 થી વધુ છે અને હજારો નસીંસ આ મહામારીમાં સંક્રમિત પણ થયા છે. તેમ છતાં તેઓએ આ મહામારીમાં પોતાની પરિવારની પરવા કર્યા વગર ફરજો ચાલુ રાખી છે. હાલના કોવિડના બીજા પીક દરમિયાન નસીંસની અત્યંત કફોડી હાલત છે. દરેકના બાળકો માતા-પિતા અને પરિવારજનો પણ સંક્રમિત થયી તેઓ પણ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વશ નસીસને પોતાને પણ રજા મળી રહી નથી. સમગ્ર રાષ્ટ્ર જયારે આ મહામારીના વમળમા ફસાયું છે ત્યારે હેલ્થ કેર વર્કર તરીકે ફરજ દેશહિતમાં નિષ્ઠાપૂર્વક ફરજો પુરી પાડવાની બને છે પણ સાથે નસીંગ પણ આ રાષ્ટ્રના પ્રજાજનો છીએ.
છેલ્લા વર્ષમાં અનેકાનેક રજુઆતો કરી કોવિડ દરમિયાન ગુજરાતના નસીંસની વેદનાને સમજી ન્યાય આપવા વિનંતી કરેલ છે પણ જેને કોઇજ પ્રતિસાદ સાંપડયો નથી. હાલમાં પણ રેસીડેન્ટ ડોકટર દ્વારા કોવિડ કામગીરી અન્વયે હડતાલ પર જવાની આપેલ ચીમકીને લઇ સરકાર દ્વારા તુરંત જ નિર્ણય લઇ રેસીડેન્ટ ડોકટર દ્વારા કોવિડ કામગીરી અન્વયે હડતાળ પર જવાની આપેલ ચીમકીને લઇ સરકાર દ્વારા તુરંજ નિર્ણય લઇ રાતોરાત તેઓના સ્ટાઇપેન્ડમાં 40 ટકા નો વધારો આગામી ત્રણ વર્ષ માટે કરી દેવાયો છ જયારે નસીંગ સ્ટુડન્ટસ કે જેઓ પણ હાલ આ મહામારીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓની કામગીરીની નોંધ સુઘ્ધા લેવાઇ નથી જે ખુબદ દુ:ખદ બાબત છે સરકાર દ્વારા વર્ષોથી નસીંસની ઉપેક્ષા અને અવગણના કરાઇ છે. નસીંસ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કરોડ રજજુ સમાન છે. કોવિડ સંક્રમણ સારવારમાં રોકાયેલા નસીસના કોઇપણ પ્રશ્ર્નોને સરકાર દ્વારા નિર્ણય ન મળતા રાજયના નસીંસ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ 28 મે થી હડતાલ પર ઉતરવાનું જણાવ્યું છે. જેમાં નસિંગ સ્ટાફ દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે સાંજે રાજકોટ સહિત રાજયભરમાં કોરોનામાં મૃત્યુ પામનારા નર્સ અને તેમના પરિવાર તથા મૃતક દર્દીઓના આત્મા શાંતિ માટે નસીંગ સ્ટાફ અને વિઘાર્થીઓ દ્વારા શ્રઘ્ધાંજલી અપાઇ હતી.
કોરોના વોરિયર્સ નસિંસને શ્રઘ્ધાંજલી આપી આવતીકાલથી કામગીરીથી અલિપ્ત રહી હડતાલ પાડવાની ચીમકી
રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે 125 નર્સ સ્ટાફ દ્વારા મીણબત્તી પ્રગટાવી શોકાજલી અપાઇ હતી અને સાથે આજ રોજ ફરી નસીંગ સ્ટાફ દ્વારા થાળી-વાટકા અને ઘંટડી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને સાથે જણાવ્યું હતું કે અમારી માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો ગઇકાલ 18મે થીહડતાલ પર ઉતર્યાનું જણાવ્યું છે. અને ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સળગતા પ્રશ્ર્નોમાં કેન્દ્ર સરકારના ધોરણે તમામ ખાસ એલાઉન્સ અને ગ્રેડ પે આઉટ સોસીંગ અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા અંગે અને ફીકસ અને કોન્ટ્રાકટર પ્રથા બંધ કરવા અંગે અને ફીકસ પે નસીંગ સ્ટાફને બંધ કરેલ નસીંગ એલાઉન્સ ચાલુ કરવું નસીંગ સ્ટુડન્ટસ સ્ટાઇપેન્ડ હાયર સ્કેલનો સ્લેબ 12-24 ને બદલે 10-20-30 કરવામાં આવે નસીંસની ઘટ નિવારવા જરુરી આયોજનો બઢતી, બદલી અને નવી જગ્યાએ ઉભી કરાવવી નસીંગ શિક્ષણ પરત્વે યોગ્ય આયોજનો કોવિડ ફરજોને કારણે થયેલ રજાઓ નુકશાની બાબત વર્ષ 2005 માં નિમણુંક મેળવી ફરજો બજાવતાં નર્સ સ્ટાફ સવર્ગને ન્યાય પ્રકાનભંત્રી ગરીબ, કલ્યાણ યોજનાના લાભ એનપીએમ મેટર જેવા સળગતા પ્રશ્ર્નોનો નિવારણો લાવવા માટે હડતાલ પર ઉતવાનું જણાવ્યું છે.