મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે એરફોર્સનું યુદ્ધ વિમાન સુખોઈ-30 MKI ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં સવારે બંને પાઈલટ સુરક્ષિત છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ફાઈટર પ્લેન હજુ ટેસ્ટ પર હતું તે દરમિયાન આ ક્રેશ થઈ ગયું. આ વિમાન હજુ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં અંડર પ્રોડક્શનમાં હતું.
છેલ્લાં થોડાં દિવસથી વાયુસેનાના અનેક વિમાન ક્રેશ થઈ ગયા છે. જેમાં કેટલીક દૂર્ઘટનાઓનામાં પાઈલોટના જીવ પણ ગયા છે.હાલ થોડાં દિવસ પહેલાં જ ઉત્તરાખંડના કેદારનાથમાં એક મિગ-17 હેલીકોપ્ટર ક્રેશ થયું હતું.હેલીકોપ્ટરમાં કન્સ્ટ્રકશનનો સામાન ભરેલો હતો. તમામ સવાર સુરક્ષિત હતા પરંતુ હેલીકોપ્ટર સંપૂર્ણ પણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.આ હેલીકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ જવા માટે રવાના થયું હતું.
Maharashtra: A Sukhoi Su-30MKI crashes near Nashik, pilots are safe. More details awaited. pic.twitter.com/coQJSudLDo
— ANI (@ANI) June 27, 2018