વહેલી સવારે તુર્કીના અંકારાથી 186 કિમી પશ્ચિમ- ઉત્તર પશ્ચિમમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
બુધવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરુણાચલ પ્રદેશમાં આજે સવારે 07:01 વાગ્યે બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. તે જ સમયે, મહારાષ્ટ્રના નાસિકથી 89 કિમી પશ્ચિમમાં આજે સવારે 04:04 વાગ્યે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ પહેલા મંગળવારે લદ્દાખના લેહ અને કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 191 કિમી ઉત્તરમાં હતું. આજે સવારે લગભગ 06:38 વાગ્યે તુર્કીના અંકારાથી 186 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
ઈન્ડોનેશિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 268 પર પહોંચ્યો
ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં મંગળવારે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 268 થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સાંજે લગભગ 5.30 વાગ્યા સુધી ભૂકંપના કારણે ઓછામાં ઓછા 268 લોકોના મોત થયા છે. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડાએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપથી અત્યાર સુધીમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ જણાવ્યું કે 151 લોકો હજુ પણ ગુમ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં 22,000 ઘરોને નુકસાન થયું છે.