અવકાશી ગ્રહોના ટુકડા અને ઉપગ્રહોના કાટમાળથી પૃથ્વી પર ખતરો
અવકાશી આક્રમણોથી પૃથ્વીને બચાવવા નાસાએ અદભુત પ્લાન ઘડી કાઢયો છે. અમેરિકામાં ઘણી મહત્વની બોડીઓએ જારી કરેલા તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે અવકાશી ગ્રહોના ટુકડા અને ઉપગ્રહોના કાટમાળથી પૃથ્વીને બચાવવા પગલા લેવા જરૂરી બન્યું છે. પૃથ્વીના રસ્તામાંથી અવકાશી આક્રમણોને દુર કરવા જટીલ છે જેમાં ઘણા વર્ષો પણ લાગી શકે છે પરંતુ વહેલી તકે આ કાર્ય પાર પાડવું આવશ્યક છે.
વ્હાઈટ હાઉસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલીસીએ ગુરુવારે એક અહેવાલ આપ્યો જેમાં અવકાશમાં પૃથ્વીને નડતા અને પૃથ્વી માટે જોખમરૂપ એવા પદાર્થોને દુર કરવા માટે નેશનલ પાસ અર્થ ઓબ્જેકટ પેપરનેસ સ્ટ્રેટેજી એજ એકશન પ્લાનનો ઉલ્લેખ કરાયો છે. આ પ્લાનની વ્યુહરચના થકી આગામી દસ વર્ષ સુધી પૃથ્વીને અવકાશી આક્રમણોથી બચાવી શકાય તેમ છે. તાજેતરમાં અમેરિકાની સંસદમાં આ અંગે નાસા, ફેમા અને સંસદીય અધિકારીઓ વચ્ચે અતિમહત્વની બેઠક મળી હતી અને તેમાં આવકાશી ગ્રહોના ટુકડા, ઉપગ્રહોનો કાટમાળ જેવા આક્રમણો દુર કરવા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
નાસાના ગ્રહરક્ષા અધિકારી લિંડલી જોનસને કહ્યું કે, આ પ્લાન માત્ર ખતરનાક ગ્રહ આક્રમણોની શોધ કરી તેને દુર કરવાની નહીં પણ આ સાથે ભવિષ્યમાં પૃથ્વી પરના પ્રભાવશાળી ખતરાઓની પણ આગોતરી જાણકારી અપાવવામાં સક્ષમ છે. નાસાએ કહ્યું કે, અવકાશમાં ખતરાઓથી પૃથ્વીને બચાવવાનો આ પ્લાન એક અગ્રીતમ અને મહત્વનો પ્લાન છે પરંતુ આ પ્લાનને પાર પાડવા માટે અંતરિક્ષ યાત્રી અવકાશમાં જઈ શકશે નહીં. રોબોટીક અંતરીક્ષ યાન દ્વારા આ પ્લાન અવકાશમાં લોન્ચ કરાશે અને પૃથ્વીની રક્ષા કરાશે.